Book Title: Jain_Satyaprakash 1943 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૨]
વૈરની વસુલાતની ભયંકરતા
[૫]
અને આગેવાનાએ એ આમંત્રણના સ્વીકાર કર્યાં છે કે કેમ એ મુખ્ય સવાલ છે. અમારા જાણવા પ્રમાણે તે અમે ભારપૂર્વક કહી શકીએ એમ છીએ કે કોઇ પણ શ્વેતાંખર આગેવાન કે વિદ્વાન દિગરાના આ આંતરિક હેતુથી અરિચિત નથી અને તેથી આ ઉત્સવમાં ભાગ લેનાર નથી.
અમે ઇચ્છીએ છીએ કે દિગંબરાના આ પ્રચારથી શ્વેતાંખર જનતા ન છેતરાય અને પ્રચાર માટે ઉપયાગમાં લેવાતાં શ્વેતાંખર આગેવાનાનાં નામેાથી ન બાળવાય. અને વધુમાં અમે એમ પણ ઇચ્છીએ છીએ કે જેમનાં નામેાના આ પ્રચારમાં ઉપયાગ કરાતા હાય તે શ્વેતાંખર આગેવાના અને વિદ્વાનેા પણ પાતાના અભિપ્રાય જાહેર કરી જનતાને ગેરસમજમાં પડતી અટકાવે.
અત્યારે તા આટલું જ લખી વિરમીએ છીએ. જરૂર પડતાં આ સંબંધી વધુ લખીશું.
વેરની વસુલાતની ભયંકરતા
[ તાજેતરમાં બનેલી એક સત્ય ઘટના ]
લેખક-પૂજ્ય મુનિમહુારાજ શ્રી પદ્મવેજયજી [પૂ. આ. મ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરશિષ્ય] जाइसराइ भन्ने इमाई नयणाई सयललोयस्स । वियसंति पिये दिठ्ठे अन्धो ! मउलिंति वेसम्मि ||१||
“ખરેખર, દરેક પ્રાણીઓનાં ચક્ષુએ જ જાતિસ્મરણનું કાર્યાં કરે છે. પ્રિયને દેખીને નયના વિકસિત થાય છે, તેવી જ રીતે પૂર્વના વૈરના કારણે દ્વેષ્ય બનેલ આત્મા ( ભલે તે ગમે તે ગતિમાં કે સ્થિતિમાં રહેલા હેાય તે) તે જોતાંની સાથે જ સામાના અંતરમાં દ્વેષ પ્રગટ થાય છે.”
લગભગ નવસે વરસ પૂર્વે થઈ ગયેલા એક જૈન ગ્રન્થકાર મુનિવરના આ શબ્દો છે. નિકટ મેાક્ષગામી, સદ્ગુણાથી ભરેલા, સદાચારી અને પવિત્ર આત્માને પણ આ ભવચક્રમાં ભ્રમણુ કરતાં કાઈક વખતે તેવા અધોગતિગામી, નિર્દય અને ભયંકર પાપી આત્માના સ ંસમાં આવી પડવાથી, તેના તરફથી કરવામાં આવતી ભારે યાતનાઓને અનેક ભવામાં સહુન કરવી પડે છે.જૈન આલમમાં સુપ્રસિદ્ધ સમરાદિત્યકેવલીચરિત્ર ઉપરથી તેના સારા ખ્યાલ આવી શકે છે. એક ઉચ્ચતમ આત્મા નવ ભવા સુધી, પ્રાણાન્ત કટા, બીજા તરફથી અપાતાં પ।તે જાણવા છતાં ય, પોતાની ઉત્તમતાને ખૂબજ દૃઢતાપૂર્વક વળગી રહી, સ્વકૃત કર્મના પરિણામને જ વિચાર કરી, સહુ છે; અને ઉત્તરાત્તર આત્મગુણ્ણાની વૃદ્ધિ કરતા જાય છે. સુવર્ણને જેમજેમ અગ્નિમાં તપાવવામાં આવે છે, તેમતેમ તેની ઉત્તમતા વધુ ને વધુ પ્રગટ થતી જાય છે; ચંદનને જેમજેમ ધૃસવામાં આવે છે, તેમ તેમ તે વિશેષ સુગંધી આપે છે; સજ્જનને કવિએ સુવર્ણ અને ચંદન વગેરેની ઉપમા આપે છે, તે યથાર્થ છે.
પેાતાને કરેલા મહાન ઉપકારને પણ ભૂલી જઈ ધવલોડ શ્રોપાલકુમાર ઉપર આફતના વરસાદ વરસાવે છે. ઇરાદાપૂર્વક કષ્ટમાં પાડનાર ધવલરોને નણવા છતાં પણ, શ્રોપાલકુમારની તેના પ્રત્યેની દયાભાષના જરાયે બઢતી નથી. મરેજ, ઉદારતા, ક્ષમા, સહનશીલતા
For Private And Personal Use Only