Book Title: Jain_Satyaprakash 1943 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેરની વસુલાતની ભયંકરતા
[ ૬૭ ] વૈર એ ભયંકર દુર્ગુણ છે. પશુ જેવો અજ્ઞાન જાતિમાં પણ વરને બદલે લેવા માટે કેટલી બધી રેષયુક્ત પ્રવૃત્તિ થાય છે, તે માટે હમણાં જ બનેલી એક ઘટના સાંભળવા પ્રમાણે, અહીં જણાવવામાં આવે છે.
આ ઘટના ચાલુ સાલના ભાદરવા મહિનામાં બનેલી છે. ઈડર સ્ટેટમાં શામળાજી નામનું એક વૈષ્ણવ તીર્થ છે જે ટીંટોઈ ગામથી ઉત્તરમાં પાંચ કેશ છે, તે શામળાજી ગામની નજીક એક નેળીયા (બન્ને બાજુ વાડ અને વચ્ચે જવાના રસ્તાવાળું સ્થાન)માંથી એક ભીલ ચાલ્યો જતો હતો. સામેથી એક મમ્મત પાડે આવી રહ્યો હતો. “પાડે મારે નહિ”—એ ઇરાદાથી પેલે ભીલ પાડાના જવાના માર્ગને છોડી બાજુમાં કાંટાની વાડની ઓથે ઊભો રહ્યો. પાડે નજીક આવ્યો. અને બાજુ પર રહેલા ભીલને જોતાંની સાથે જ તેને મારવા માટે ભારે રોષપૂર્વક તેની તરફ ધ. ખરું જ કહ્યું છે કે
धं दृष्ट्वा वर्द्धते स्नेहः क्रोधश्च परिहीयते । स विज्ञेयो मनुष्येण पष मे पूर्वबान्धवः ॥१॥ यं दृष्ट्वा वर्द्धते क्रोधः स्नेहश्च परिहीयते ।
स विज्ञेयो मनुष्येण एष मे पूर्ववैरजः ॥२॥ જેને દેખવાથી સ્નેહ વધે અને ક્રોધ દૂર થાય, તેને મનુષ્ય પિતાના પૂર્વભવને બાંધવ વગેરે નેહી સમજવો જોઇએ; અને જેને જેવાથી ક્રોધ વૃદ્ધિ પામે, તથા ને દૂર થાય, તેને પિતાના પૂર્વભવને વૈરી સમજો.”
ભીલને બચાવ માટે બીજો કોઈ રસ્તો ન જડે, એટલે તે ત્યાં જ રહ્યો. પાડાએ શીંગડાથી તેને નીચે પાડી તેના શરીર ઉપર જોરથી પગ મૂક્યો. ભીલે ઘણી બૂમો પાડી, પણ ત્યાં કેઈ હાજર ન હોવાથી કેઈ વહારે આવી શક્યું નહિ. પાડાએ પગથી શરીર દબાવી પેટમાં અણીદાર શીંગડાં માર્યા. શીંગડાં વાગવાથી પેટ ફૂટી જતાંની સાથે જ આંતરડાં બહાર નીકળી આવ્યાં. અને ડી વારમાં જ ભીલ મરણ પામે. છતાં પાડો. ત્યાંથી ખસ્યો નહિ. કોઈ રસ્તે જનાર મનુષ્ય ગામમાં જઈ ખબર આપી. તેની જ્ઞાતિના કેટલાક લેકે ત્યાં આવ્યા. ભીલને મરણ પામેલ જોઈ તેના મૃતક દેહને લેવાનો જેટલામાં પ્રયત્ન કરે છે, ત્યાં તે પાડે લેવા આવનારને પણ મારવા તત્પર બન્યા. છેવટે ઘણા લોકોએ
એકઠા મલી લાકડી વગેરેથી પાડાને દૂર હઠાવી મૃતક દેહને ત્યાંથી ઉઠાવ્યા. | મશાને લઈ જતાં ફરી પાછો પાડે આવી મૃતકને ઉપાડનારાઓને મારવા તે તક ધ. ધણુ મહેનતે ત્યાંથી તેને કાઢો. સ્મશાનભૂમિમાં આવ્યા બાદ લાકડાં ગોઠવી મૃતદેહને તેમાં મૂક્યો. એટલામાં અગ્નિ મૂકવાની તૈયારી કરે છે, તેટલામાં કયાંયથીયા એકદમ દેડો તે પાડે ત્યાં આવી લાગ્યો. અને ચિતા નજીક જઈ શીંગડાંથી લાકડાને દૂર કરી ભીલના શબને મારવા લાગ્યો. લોકોએ તેને કાઢવા બહુ પ્રયત્ન કર્યો, પણ તે ખો નહિ. લેકે કંટાળ્યા. તેવી નીચી જાતિમાં દયાના સંસ્કારે ક્યાંથી હોઈ શકે? કંટાળીને ધારીયા વગેરેથી તે પાડાને પણ તે નિર્દય જાતિએ ત્યાં જ મારી નાખ્યો. બને મૃતકોને અગ્નિદાહ ત્યાં જ સાથે કર્યો.
વૈરની વસુલાત કેટલી ભયંકર છે, તે આ રોમાંચક કિસ્સાથી વાચકે સમજે. અને કાયાધીન બની તેવા અનિષ્ટ માર્ગે જતા આત્માને રેકી, સર્વે જીવો પ્રત્યે મિત્રીભાવને ધારણ કરે, એ જ કામના.
खामेमि सव्व जीवे सन्वे जीवा खमंतु मे। मित्ति मे सधभूपसु, वेरं मज्झ न केणइ ॥
For Private And Personal Use Only