Book Title: Jain Samaj ane Hindu Samaj Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ જૈન સમાજ: હિંદુ સમાજ [ ૧૧૧ નથી અને ખાટી વાતો અને રીતે તેા, એમને ગુરુ માન્યા હૈાવાથી, જીવનમાં આવ્યેજ જાય છે. આ વસ્તુસ્થિતિ તમે જૈન પધના જે જે કટ્ટર જૈનમાં જોશે તેમાં તેમાં મળી રહેશે. એટલે જૈન ધમ વૈદિક ધર્મોથી-બ્રાહ્મણ્ધ થી સાવ જુદો ૐ એમ ખુશીથી કહેા, લખા; કારણ કે, એ વસ્તુ તે એના બંધારણમાં છે, કાઠામાં જ છે; પણ હિંદુ ધર્મ શબ્દને અજ્ઞાની લોકેા માત્ર વૈદિક ધર્મ એવા અર્થ કરે છે તેને વધાવી લઇ, તેના અજ્ઞાનના ખેાજ માથે લઈ, અજ્ઞાની સાથે અજ્ઞાની ન ખતા, એટલું જ મારું કહેવું છે. હું તો બ્રાહ્મણોના અપ એવા પણ સદશને પ્રથમ માન આપી પછી તેના હજાર દેષાની સામે થવાનું કહુ છું. અને દોષો જ વધારે હોય છે તેમ આપણા પોતાના અસદ્ શાને પ્રથમ દૂર કરી પછી જ ખીજા સામે ધર્મના સદ્દો રજૂ કરવાની વાત કહું છું. જે ધમ કે જે વ્યક્તિ પહેલાં પોતાના દોષ જોશે અને નિવારશે તે જ બીજા સામે સાચે દાવા રજૂ કરી શકશે અને તેમાં ફાવશે. મહાવીર આદિએ એ જ કરેલું. આપણે ભૂલ્યા એટલે તેજ ગુમાવ્યું. આ બધી ચર્ચાના મારા ઉદ્દેશ એક જ છે કે આપણે પોતે આંતર-ખાદ્ય તેજથી પુષ્ટ થવુ અને ખીન્નને અનુકરણ કરવાની ફરજ પડે એટલું બળ કેળવવું. આ વિના કેવળ ધર્મની જુદાઈ માનવામનાવવાથી તમારું મુખ્ય પ્રયેાજન નહિ સરે. ધર્મના મુખ્ય ધુરંધરા—ત્યાગીએ અને પડતા, ધનવાના અને અમલદારશ—કયા એવા છે કે જેઓ વિદ્યા અને વ્યવહારમાં બ્રાહ્મણાની પગચંપી ન કરતા હોય ? બ્રાહ્મણાએ અમુક વને અસ્પૃશ્ય માન્યા એટલે જૈનેએ પણ એ માન્યું. બીજી રીતે જુએ. જૂના વખતમાં બ્રાહ્મણો પોતાને આ કહેતા, પોતાના ધર્મને આ ધમ અને દેશને આર્યાવર્ત કહેતા. જૈનાએ અને બૌદ્યાએ પેાતાના ધમને આય કેમ કહ્યો ? પેાતાના આચાર્યોને અજ્જ કેમ કહ્યા ? પોતાના ધર્મને સાડીપચીસ આ દેશમાં સીમિત કેમ રાખ્યા ? આ તા ખીજા શબ્દમાં વૈદિક ધર્મ ને પોતાના કરવા બરાબર થયું. જે ધમ મ્લેચ્છાને આ ફરવા નીકળેલો તેણે મ્લેચ્છો અને પાતા વચ્ચે એવું અંતર ઊભું કર્યું કે કદી આ જન્મમાં ગ્લેને તે અપનાવી શકે નહિ ! જો જૈનધમ આવા જ રહેવાના હોય અને તેને જ સમન કરવાનું હોય તેા ખુશીથી વૈદિક ધર્મથી પોતાને જુદો મનાવીને પણ તે એમ કરી શકે. આ બધુ કહ્યા પછી પણ હું એક વાત તે કહું જ છું કે હિંદુ મહાસભા કે ખી” તેવી ઘણી સંસ્થાએ જે હિંદુ શબ્દને નામે બને તેટલા વધારે લોકાને પોતાના વાડામાં લઈ તેમને સાથ મેળવી કાંઈ પણ કરવા માગે તેમાં હું કાઈ પણ જૈનને સભ્ય થવા સુધ્ધાંની સલાહ નથી આપતા. ફાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6