Book Title: Jain Samaj ane Hindu Samaj
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249167/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેન સમાજ: હિંદુ સમાજ પ્રિય પંડિતજી, ગુજરાતીમાં લખું છું, માફ કરશે. અર્થમાં વિપર્યાસ શ્રી. દલસુખભાઈ હોવાથી નહિ થાય. મારે થોડા વખતમાં વધારે પતાવવું છે. સામાન્ય રીતે ભારે વિચાર નીચે પ્રમાણે છે. હિંદુ સમાજ એ માત્ર વૈદિક સમાજ નથી; એને ખરે અર્થ અતિ વિશાળ છે. હિંદુસ્તાનમાં જેનાં મૂળ શાસ્ત્રો રચાયાં, મૂળ પુરુષ થયા અને તીર્થો પણ છે તે બધા જ હિંદુ સમાજમાં આવે; એટલે હિંદુસ્તાનના જે જૂના નિવાસી હોય તે બધાય નિવાસી હિન્દુ સમાજમાં આવે. જૈન સમાજનાં કે નાનામોટા સંધનાં મૂળે પૂર્વવેદિક છે, કદાચ પૂર્વદ્રવિડિયન પણ છે. ગમે તેમ છે, છતાં એ લઘુમતી હોવા છતાં વૈદિકોથી, ખાસ કરી બ્રાહ્મણોથી, અર્વાચીન નથી જ. એવી સ્થિતિમાં જૈન સમાજ હિંદુ સમાજ નહિ તે બીજું શું છે? જૈન સિવાયના બીજા સમાજે હિંદુ સમાજમાં આવે છે અને તે કઈ કઈ સ્થાનિક બહુમતીમાં પણ છે. તેટલામાત્રથી જૈન સમાજ હિંદુ સમાજનું અંગ કેમ મટી શકે ? હિંદુ સમાજ શરીરસ્થાને છે. તેને જે અંગો છે તે પૈકી એક અંગ જૈન સમાજ પણ છે. વળી ખાનપાન, વ્યાપાર અને કેટલીક વાર લગ્નવ્યવહાર એ બધું તો મોટેભાગે સમાન અને પરસ્પર સંબદ્ધ છે. એટલે સામાજિક દષ્ટિએ જૈન સમાજ હિંદુ સમાજથી જુદો છે એમ કહેવું એ તે હિંદુ સમાજને વૈદિક સમાજ એવો સંકુચિત અર્થ જ માની ચાલવા બરાબર છે. અલબત્ત, વ્યવહારમાં હિંદુ સમાજને વૈદિક સમાજ એવો અર્થ ઘણાખરા સમજે અને કરે છે, પણ તેથી મૂળ અર્થ બેટ છે અગર વિસારે પડેવો જોઈએ એમ કોઈ પણ કહી નહિ શકે. જેમ ઘણુંખરા રૂઢિચુસ્તો “જૈન” એ સામાન્ય શબ્દ માત્ર દિગંબર પરંપરા માટે જ વાપરે છે અને વિશેષ માટે શ્વેતાંબર જૈન ઈત્યાદિ જે છે, તે જેમ સાચું નથી તેમ હિંદુ સમાજ એ સામાન્ય શબ્દને માત્ર વૈદિક સમાજ અર્થમાં વાપર કે સમજવા બરાબર નથી. દિશા જ્ઞાન અને સત્યની હોય તે જ્યાં અજ્ઞાન અને અસત્ય દેખાય ત્યાં પણ બીજા સુધારાઓની પેઠે સુધારે જ કરવો રહ્યો. Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજ: હિંદુ સમાજ { ૧૦૯ જૈન સમાજ હિંદુ સમાજથી નોખા છે એ વિચારનું પ્રબળ ઉગમ ભયમાંથી છે. હિંદુ સમાજને સ્પર્શ કરવા કાયદા થવા માંડે અને રૂઢ જૈનેને રૂઢ ધ વિરુદ્ધ લાગે ત્યારે તેઓ રૂઢ ધર્મને બચાવવા ધમ અને સમાજ બન્નેનું એકીકરણ ફરી પોતાના સમાજને નવા કાયદાની ચુંગલમાંથી છૂટા રાખવા આવી હિલચાલ કરે છે. ધાર્મિ`ક દ્રવ્ય અને હરિજન મંદિરપ્રવેશને લગતા કાયદામાંથા ટકવાની ભાવનામાંથી અત્યારની જુદાપણાની પ્રખળ હિલચાલ શરૂ થઈ છે. જો ધાર્મિક દ્રવ્ય અને હરિજન મંદિરપ્રવેશ બાબત જૈતા પોતે જ કાયદા કરતાં આપમેળે વધારે ઉદાર દૃષ્ટિબિંદુ વાપરે અને પોતાના સમાજને આગળ વધારે તા આવા ભયમૂલક જુદાપણાને સવાલ ન આવે; એ આવવાના હાય. તે બીજી રીતે આવે. વળી, જ્યારે જ્યારે હિંદુ સમાજને સમસ્તપણે લાભ આપે એવા કાયદાએ થવાના હશે ત્યારે જેને એ પેાતાના સમાજ માટે તેવા લાભવાળા જુદા કાયદા રચવાની હિલચાલ ઊભી કરવી પડશે. ધારા કે આફ્રિકા આદિ દેશોમાં એવા કાયદો થાય કે હિંદુઓને આટલા હકા આપવા જ, કે અમેરિકામાં હિંદુને અમુક છૂટ આપવી જ, તે તે વખતે શું જૈને પેાતાના લાભ અને છૂટ માટે ત્યાં જુદો પ્રયત્ન કરશે ? જે ભૂત બ્રાહ્મણાનું અને ખીજા વહેરી તેમજ અજ્ઞાનીનુ હતું તે ભૂત-અસ્પૃશ્યતા આદિ–પોતાનુ કરી લઈ પછી તેના જ બચાવ માટે, મૂળ ભૂતવાળા ભાગો સુધરે ત્યારે પણુ, પોતે તેથી જુદા રહેવું એ શું જૈન સમાજનુ બંધારણગત સ્વરૂપ હોઈ શકે ? એટલે તમે એમ કહો કે અમે હિંદુ છીએ પણ જૈન હિંદુ છીએ, તેા ચાલે; પણ હિંદુ નથી એમ કહેવું એ બરાબર નથી. હવે હિંદુ ધર્મ અને જૈન ધર્માં વિષે વાત કરીએ. બહુમતી હાવાને કારણે વૈદિક ધર્મ હિંદુ ધર્મના પર્યાય તરીકે સમજાય અથવા લાકે એ અઅેમાં હિંદુ ધર્મ શબ્દ વાપરે છે એ વસ્તુ હું જાણુ છું. પણ હિદુધમ એના ખરા અર્થમાં માત્ર વૈદિકધમ નથી, હિંદુ ધર્મમાં વૈદિક અવૈદિક અનેક ધર્મો છે. એમાં જૈન ધર્મ પણ છે. એટલે જૈન ધર્મ તે વૈદિક માનવા-મનાવવાની હું અતાર્કિક, અનૈતિહાસિક વિચારણા કરું તે મારું મગજ ચસકી ગયું છે એમ માનવું જોઈએ. વૈશ્વિક અને અવૈદિક વચ્ચે અથવા એમ કહા કે મૂળમાં બ્રાહ્મણ અને અબ્રાહ્મણુ વચ્ચે ધર્મ દૃષ્ટિએ પહેલેથી જ માટુ અંતર રહ્યું છે અને તે આજે પણ એવું જ છે. મુસલમાનો ધાર્મિક અધતા ભૂલી જાય એવા એક સમય કલ્પીએ, અને તે સુવણૅયુગ આવે ત્યારે વૈદિક અને અવૈદિક ધમ વચ્ચેના મનાતા વિરોધ અગર ધાર્મિક સૌંકુચિતતા જવાના સમય પાકશે. અત્યારે તે એ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] દર્શન અને ચિંતન સ્વપ્ન જ છે, એટલે હું તે વૈદિક અને જેને ધર્મદ્રષ્ટિએ જુદા માનીને જ વિચાર કરું છું. વેદિકના કહે કે બ્રાહ્મણોના કહો, પ્રભાવ નીચે, ખાસ કરી મોટા પ્રભાવ નીચે, ન આવવું એ જ જૈન ધર્મને મુદ્રાલેખ છે. એટલે જ્યાં જ્યાં વૈદિક ધર્મના મુખ્ય પુરસ્કર્તા બ્રાહ્મણોની ધર્મમર્યાદા કે વિચારમર્યાદા સંકુચિત કે ભ્રાંત ત્યાં હમેશા જેને ધર્મના સાચા ચિંતકેએ અને અનુયાયીઓએ મધ્યસ્થભાવથી, તેમના પ્રાણાપંણથી પણ, ગાંધીજીની પિઠે વિરોધ કરવો જ રહ્યો. તેથી હું સાચા જૈનને કદી વૈદિકના પ્રભાવમાં ન આવવાની જ વાત કરું છું. અને લઘુમતી છતાં બહુમતી સામે ઝઝૂમવાનું બળ આવે એવી હિમાયત કરું છું. દક્ષિણમાં અને બીજે બ્રાહ્મણ, અબ્રાહ્મણના ક્લેશ છે. ઘણુ બાબતમાં અબ્રાહ્મણ, જેમાં જેને પણ આવે છે તેઓ, બ્રાહ્મણે તરફથી બહુ અન્યાય સહે છે એ સાચી વાત છે, પણ જ્યારે એક સામાન્ય છત્ર નીચે બેસવું હોય ત્યારે દબાવનાર સામે લડવાની શકિત હોવા છતાં તેની સાથે બેસવામાં સંકેચ હો ન જોઈએ-ભય હો ન જોઈએ. હિંદુ ધર્મ શક્તા સામાન્ય છત્ર નીચે જેને બેસે અને છતાંય પિતાના મૂળ ધર્મના સિદ્ધાંતને સમજપૂર્વક વફાદાર રહે તો તેથી તેઓ વૈદિકેને સુધારશે અને પિતાના વાસ્તવિક સ્વરૂપને પ્રકટ કરવાની તક પણ જતી નહિ કરે. ધારો કે જૈન ધર્મ હિંદુ ધર્મથી જુદો છે એમ આપણે કબૂલ કરાવીએ અને કાયદામાં લખાવીએ, તેટલામાત્રથી વૈદિક ધર્મના પ્રભાવથી કેવી રીતે બચવાના ? ઇતિહાસ જુઓ, જૈનધર્મ એ વૈદિક નથી, બ્રાહ્મણધર્મ નથી એમ આપણે તે કહીએ જ છીએ અને બ્રાહ્મણે એ પણ જૈન ધર્મને અવૈદિક જ કહ્યો છે, છતાંય જૈન ધર્મ કહેલી બાબતમાં વૈદિકના, ખાસ કરી બ્રાહ્મણના, પ્રભાવથી મુક્ત છે? એકવાર વિચાર અને આચારના નિશ્ચય-વ્યવહાર દ્રષ્ટિએ મુખ્ય મુખ્ય મુદ્દાઓની યાદી કરે અને એ પ્રત્યેક મુદ્દા પરત્વે જુઓ કે તેમાં બ્રાહ્માણોની તેજછાયા કેટલી છે? તે તમને ખાતરી થશે કે આપણે ક્યાં છીએ. એટલે વૈદિકે કે બ્રાહ્મણના મિથ્યા પ્રભાવથી બચવાની વાત હોય તે બચાવ, માત્ર હિંદુ ધર્મ અને જૈન ધર્મ જુદા છે એટલું કહેવા કે માનવા-મનાવવાથી સિદ્ધ થઈ શકે નહિ. એક તરફથી દરેક પંથના રૂઢ જૈને બ્રાહ્મણોની બધી વાત માન્યા કરે, બ્રાહ્મણોને ગુરુ માનીને ચાલે અને બીજી તરફ હિંદુ ધર્મથી અમે જુદા ધર્મવાળા છીએ એવી ભાવના સેવે તે એ દંભ છે, ભય પણ છે અને મૂર્ખતા પણ છે. એથી માની લીધેલ ગુરુઓની સારી વાત ગળે ઊતરતી Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજ: હિંદુ સમાજ [ ૧૧૧ નથી અને ખાટી વાતો અને રીતે તેા, એમને ગુરુ માન્યા હૈાવાથી, જીવનમાં આવ્યેજ જાય છે. આ વસ્તુસ્થિતિ તમે જૈન પધના જે જે કટ્ટર જૈનમાં જોશે તેમાં તેમાં મળી રહેશે. એટલે જૈન ધમ વૈદિક ધર્મોથી-બ્રાહ્મણ્ધ થી સાવ જુદો ૐ એમ ખુશીથી કહેા, લખા; કારણ કે, એ વસ્તુ તે એના બંધારણમાં છે, કાઠામાં જ છે; પણ હિંદુ ધર્મ શબ્દને અજ્ઞાની લોકેા માત્ર વૈદિક ધર્મ એવા અર્થ કરે છે તેને વધાવી લઇ, તેના અજ્ઞાનના ખેાજ માથે લઈ, અજ્ઞાની સાથે અજ્ઞાની ન ખતા, એટલું જ મારું કહેવું છે. હું તો બ્રાહ્મણોના અપ એવા પણ સદશને પ્રથમ માન આપી પછી તેના હજાર દેષાની સામે થવાનું કહુ છું. અને દોષો જ વધારે હોય છે તેમ આપણા પોતાના અસદ્ શાને પ્રથમ દૂર કરી પછી જ ખીજા સામે ધર્મના સદ્દો રજૂ કરવાની વાત કહું છું. જે ધમ કે જે વ્યક્તિ પહેલાં પોતાના દોષ જોશે અને નિવારશે તે જ બીજા સામે સાચે દાવા રજૂ કરી શકશે અને તેમાં ફાવશે. મહાવીર આદિએ એ જ કરેલું. આપણે ભૂલ્યા એટલે તેજ ગુમાવ્યું. આ બધી ચર્ચાના મારા ઉદ્દેશ એક જ છે કે આપણે પોતે આંતર-ખાદ્ય તેજથી પુષ્ટ થવુ અને ખીન્નને અનુકરણ કરવાની ફરજ પડે એટલું બળ કેળવવું. આ વિના કેવળ ધર્મની જુદાઈ માનવામનાવવાથી તમારું મુખ્ય પ્રયેાજન નહિ સરે. ધર્મના મુખ્ય ધુરંધરા—ત્યાગીએ અને પડતા, ધનવાના અને અમલદારશ—કયા એવા છે કે જેઓ વિદ્યા અને વ્યવહારમાં બ્રાહ્મણાની પગચંપી ન કરતા હોય ? બ્રાહ્મણાએ અમુક વને અસ્પૃશ્ય માન્યા એટલે જૈનેએ પણ એ માન્યું. બીજી રીતે જુએ. જૂના વખતમાં બ્રાહ્મણો પોતાને આ કહેતા, પોતાના ધર્મને આ ધમ અને દેશને આર્યાવર્ત કહેતા. જૈનાએ અને બૌદ્યાએ પેાતાના ધમને આય કેમ કહ્યો ? પેાતાના આચાર્યોને અજ્જ કેમ કહ્યા ? પોતાના ધર્મને સાડીપચીસ આ દેશમાં સીમિત કેમ રાખ્યા ? આ તા ખીજા શબ્દમાં વૈદિક ધર્મ ને પોતાના કરવા બરાબર થયું. જે ધમ મ્લેચ્છાને આ ફરવા નીકળેલો તેણે મ્લેચ્છો અને પાતા વચ્ચે એવું અંતર ઊભું કર્યું કે કદી આ જન્મમાં ગ્લેને તે અપનાવી શકે નહિ ! જો જૈનધમ આવા જ રહેવાના હોય અને તેને જ સમન કરવાનું હોય તેા ખુશીથી વૈદિક ધર્મથી પોતાને જુદો મનાવીને પણ તે એમ કરી શકે. આ બધુ કહ્યા પછી પણ હું એક વાત તે કહું જ છું કે હિંદુ મહાસભા કે ખી” તેવી ઘણી સંસ્થાએ જે હિંદુ શબ્દને નામે બને તેટલા વધારે લોકાને પોતાના વાડામાં લઈ તેમને સાથ મેળવી કાંઈ પણ કરવા માગે તેમાં હું કાઈ પણ જૈનને સભ્ય થવા સુધ્ધાંની સલાહ નથી આપતા. ફાળા Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] ચિંતન અને ન આપવાની તે નહિ જ, કેમ કે આવી સંસ્થાએ પહેલેથી જ ભાળ, અજ્ઞાની અને વાણિયાવૃત્તિવાળા લોકાની મદદ લઈ છેવટે બ્રાહ્મણા દ્વારા જ અને બ્રાહ્મણાના હિતમાં જ સંચાલિત થાય છે. એકવાર બ્રાહ્મણ સિવાયના ખીજા વને હિંદુપણાનું ભૂત વળગ્યું, એનુ અભિમાન પોષાયુ એટલે એના લાભ ભૂત વળગાડનાર વિદ્યાશ્ત્રી વર્ગ જ લે છે. તેથી જેનોએ કહેવુ જોઈ એ કે અમે હિંદુ ધર્મ તે હિંદુ સમાજનું એક અંગ હોવા છતાં આવી સંસ્થાઓની જાતિવાદી નીતિમાં નથી માનતા, ઊલટુ એની સામે છીએ. હિંદુ મહાસભા જેવી સંસ્થાએમાં પહેલેથી જ મેવડી બ્રાહ્મણ અને તે પણ જાતિવાદી બ્રાહ્મણો રહ્યા છે. આપણે હિંદુ યુનિવર્સિટીને જોઈ એ. એમાં ખરી રીતે હિંદુને નામે મળતા લાભોથી મુખ્યપણે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણધમ પોષાય તેમજ સકારાય છે. જો એની પાછળ બ્રાહ્મણવૃત્તિ નહાતા ડૉ. ભગવાનદાસ, નરેંદ્રદેવજી, સંપૂર્ણાનજી જેવા કયારેક તે વાઇસચેન્સર થયાંજ હાત; અને એમણે બીજા કાઈ પણ કરતાં કદાચ વધારે સારું કામ કર્યું` હોત. એટલે હું જૈનધમ માટે એટલું જ કહું છું કે તે પોતાને હિંદુ ધર્માંના એક અંગ લેખે હિંદુ ધર્મ કે આધમ કહે તાપણ છેવટે તેને વિવેક રાખવા જ જોઈએ કે કયાં તેણે પાતાનું વ્યક્તિત્વ સાચવવું અને દીપાવવું. અત્યારે બધા જ રૂઢ જૈનો ધાર્મિક બાબતે પરત્વે જે જે હિમાયત આગ્રહપૂર્વક કરે છે તે મોટેભાગે બ્રાહ્મણધમ કે વૈદિક ધર્મની જ હિમાયત છે અને તમે સુધારા જે જે સુધારાની વાત કશ છે તે બધી તેમને જૈન ધમ વિરુદ્ધ લાગે છે. એમ ન હેાત તા હરિજન–મદિર–પ્રવેશની સામે અન્નત્યાગની કાગારોળ ન થાત; અર્થાત્ હરિજનો જૈન મંદિરમાં પ્રવેશે તેની વિરુદ્ધ કઈ અન્નત્યાગ કરે ત્યારે અને રૂદ્ર પક્ષ સકારે અને સુધારકા વાવે, એવી સ્થિતિ ન આવત. એક વિચારવા જેવી નવી બાબત પણ કહું. હિંદુ સંસ્કૃતિના પ્રચારકા હિંદુ ધર્મ અને હિંદુ સમાજને આશ્રય લઈ કેટલીક એવી બાબતોના પ્રચાર હમેશાં કરતા આવ્યા છે કે જે ખાખતા હિંદુ સ ંસ્કૃતિના મેટાભાગને માન્ય નથી. ઇતિહાસ અને તેના સિદ્ધાંતે પણ તેવી બાબતોથી વિરુદ્ધ છે, બ્રાહ્મણાને જે આખતા પર મુખ્ય ભાર છે. તે વેદની મુખ્યતા, સંસ્કૃતનું શ્રેષ્ઠત્વ, પેાતાનું ગુરુપદ અને જાતિમૂલક વર્ણ વ્યવસ્થા. આ બાબતોને વિધ મુદ્દ-મહાવીર પહેલાંથી હજારો વ થયા થતા આવ્યા છે. એ વિરોધમાં માત્ર જૈના જ ન હતા; દ્રાવિડા, વૈષ્ણુવા, શાક્તો, શૈવા, અવધૂત વેદાન્તી અને બીજા અનેક જૂથે બ્રાહ્મણીય સ્માત માન્યતાના વિરેધ કરતા જ રહ્યા છે. વિરોધ કરનાર આટલા બધા પથા Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજ: હિંદુ સમાજ [ 113 અને બહુમતી છતાં બુદ્ધિપ્રાગ૯ભ્ય અને એકધારી વફાદારીને પરિણામે બ્રાહ્મણોએ વિરોધીઓ ઉપર ઊલટે પ્રભાવ પાડો. એટલું જ નહિ, પણ ઘણા પંથને બ્રાહ્મણાયમાન-વૈદિક બનાવી દીધા. અત્યારે એ જાણવું પણ અઘરું છે કે વૈષ્ણ, શ વગેરે આગમવાદીઓ બધા મૂળે વેદવિધી છે. હવે જેનોએ એ જોવું રહ્યું કે તેમના કેટલાક મૌલિક સિદ્ધાંતો, તેમના કોઈ પ્રયત્ન વિના, કેવા સફળ થયા છે? દાખલા તરીકે લેકભાષાને સિદ્ધાંત, આત્મૌપમ્ય અને માનવ સમાનતાને સિદ્ધાંત, અહિંસા અને અપરિગ્રહને સિદ્ધાંત. અર્ધમાગધી કે પ્રાકૃત સંસ્કૃત પાસે નમતું આપ્યું પણ એની પાછળ લોકભાષાને જે મૂદ્દો હતો તે છેવટે મધ્યસ્થ સરકારે મોટી બહુમતીથી સત્કાર્યો અને હિંદીને રાષ્ટ્રભાષા માની. આ લેકભાષાના બુદ્ધ-મહાવીરના સિદ્ધાંતનો જ વિજય છે. અલબત્ત, એ જ રીતે અસ્પૃશ્યતાનિવારણને પ્રયત્ન સફળ થયે છે, અને માનવ સમાનતાનો સિદ્ધાંત વિજયી થયા છે. અસાંપ્રદાયિક રાજ્યકારભારની માન્યતા સ્વીકાર પામી એમાં આત્મૌપજ્યના સિદ્ધાંતને પૂરે વિજય છે. અનેકાંતવાદને વિજય નવા યુગમાં નવી રીતે થયો છે. જે વાત અસલમાં સત્ય હોય તે ક્યારેક ને કયારેક તે ફાવે જ છે. - હવે જૈનેએ આ વસ્તુ સમજી, હિંદુ ધર્મના અને હિંદુ સમાજના નામે થતી બ્રાહ્મણીય હિલચાલને પૂર્ણ બળથી વિરોધ કરવા ખાતર, બીજા પિતાને પડખે રહી શકે એવા વૈષ્ણવ આદિ અનેક પના બળ એકત્ર કરવા જોઈએ અને જ્યાં જ્યાં વેદિક કે બ્રાહ્મણીય હિલચાલ મૂળમાં અસત્ય અગર માનવતાઘાતક હોય ત્યાં ત્યાં બધાં સંગઠિત બળોએ તેને સામને કરી પુરુષાર્થ બતાવવો જોઈએ. હજી પણ સમજદાર જેનો જ્ઞાન અને અસ્મિતાસંપન્ન થઈ, પૂરા ઐતિહાસિક જ્ઞાન અને વિવેક સાથે, તૈયાર થશે તે ઘણું દ્રાવિડ, વૈષ્ણવ, શિવ, તાંત્રિક આદિ પથને અમુક વિષયમાં પિતાના સમાનતંત્રી બનાવી વિરોધમાં ફાવી શકશે. આમ કરવાને બદલે જેને જુદા પડે તો જૈનમાં પાછા ફિરકાઓ જુદા પડે. ફિરકાઓમાં સાધુઓ, ગો અને ગૃહસ્થ જુદા પડે. પરિણામે શુન્યવાદ તેમની પાસે રહે—–જે કે આજ સુધી રહ્યો છે. તેથી હિંદુ સંસ્કૃતિને નામે ચાલતા ધતિગેને અટકાવવાની દૃષ્ટિએ પણ હિંદુના એક ભાગ તરીકે અને બીજા સમાન ભાગેના સાથીદાર કે મેવડી બનવાને નાતે પણ જેને પોતાને હિંદથી જુદા ગણે એમાં મને સાર દેખાતો નથી. અત્યારે આટલું જ. લાંબુ તે છે જ. આ પત્રનો ઉપયોગ થશેષ્ટ કરી શકે, પણ એમાં કાંઈ વિપર્યાસ ન થાય કે કોઈ ધર્મ, જાતિસૂચક વાક્ય હોય તો તેનું પરિમાર્જન થાય એટલું ધ્યાનમાં રહે. 1. પંડિત શ્રી મહેન્દ્રકુમાર ન્યાયાચાર્ય ઉપર લખેલ પત્ર; તા. 18-9-49.