________________ જૈન સમાજ: હિંદુ સમાજ [ 113 અને બહુમતી છતાં બુદ્ધિપ્રાગ૯ભ્ય અને એકધારી વફાદારીને પરિણામે બ્રાહ્મણોએ વિરોધીઓ ઉપર ઊલટે પ્રભાવ પાડો. એટલું જ નહિ, પણ ઘણા પંથને બ્રાહ્મણાયમાન-વૈદિક બનાવી દીધા. અત્યારે એ જાણવું પણ અઘરું છે કે વૈષ્ણ, શ વગેરે આગમવાદીઓ બધા મૂળે વેદવિધી છે. હવે જેનોએ એ જોવું રહ્યું કે તેમના કેટલાક મૌલિક સિદ્ધાંતો, તેમના કોઈ પ્રયત્ન વિના, કેવા સફળ થયા છે? દાખલા તરીકે લેકભાષાને સિદ્ધાંત, આત્મૌપમ્ય અને માનવ સમાનતાને સિદ્ધાંત, અહિંસા અને અપરિગ્રહને સિદ્ધાંત. અર્ધમાગધી કે પ્રાકૃત સંસ્કૃત પાસે નમતું આપ્યું પણ એની પાછળ લોકભાષાને જે મૂદ્દો હતો તે છેવટે મધ્યસ્થ સરકારે મોટી બહુમતીથી સત્કાર્યો અને હિંદીને રાષ્ટ્રભાષા માની. આ લેકભાષાના બુદ્ધ-મહાવીરના સિદ્ધાંતનો જ વિજય છે. અલબત્ત, એ જ રીતે અસ્પૃશ્યતાનિવારણને પ્રયત્ન સફળ થયે છે, અને માનવ સમાનતાનો સિદ્ધાંત વિજયી થયા છે. અસાંપ્રદાયિક રાજ્યકારભારની માન્યતા સ્વીકાર પામી એમાં આત્મૌપજ્યના સિદ્ધાંતને પૂરે વિજય છે. અનેકાંતવાદને વિજય નવા યુગમાં નવી રીતે થયો છે. જે વાત અસલમાં સત્ય હોય તે ક્યારેક ને કયારેક તે ફાવે જ છે. - હવે જૈનેએ આ વસ્તુ સમજી, હિંદુ ધર્મના અને હિંદુ સમાજના નામે થતી બ્રાહ્મણીય હિલચાલને પૂર્ણ બળથી વિરોધ કરવા ખાતર, બીજા પિતાને પડખે રહી શકે એવા વૈષ્ણવ આદિ અનેક પના બળ એકત્ર કરવા જોઈએ અને જ્યાં જ્યાં વેદિક કે બ્રાહ્મણીય હિલચાલ મૂળમાં અસત્ય અગર માનવતાઘાતક હોય ત્યાં ત્યાં બધાં સંગઠિત બળોએ તેને સામને કરી પુરુષાર્થ બતાવવો જોઈએ. હજી પણ સમજદાર જેનો જ્ઞાન અને અસ્મિતાસંપન્ન થઈ, પૂરા ઐતિહાસિક જ્ઞાન અને વિવેક સાથે, તૈયાર થશે તે ઘણું દ્રાવિડ, વૈષ્ણવ, શિવ, તાંત્રિક આદિ પથને અમુક વિષયમાં પિતાના સમાનતંત્રી બનાવી વિરોધમાં ફાવી શકશે. આમ કરવાને બદલે જેને જુદા પડે તો જૈનમાં પાછા ફિરકાઓ જુદા પડે. ફિરકાઓમાં સાધુઓ, ગો અને ગૃહસ્થ જુદા પડે. પરિણામે શુન્યવાદ તેમની પાસે રહે—–જે કે આજ સુધી રહ્યો છે. તેથી હિંદુ સંસ્કૃતિને નામે ચાલતા ધતિગેને અટકાવવાની દૃષ્ટિએ પણ હિંદુના એક ભાગ તરીકે અને બીજા સમાન ભાગેના સાથીદાર કે મેવડી બનવાને નાતે પણ જેને પોતાને હિંદથી જુદા ગણે એમાં મને સાર દેખાતો નથી. અત્યારે આટલું જ. લાંબુ તે છે જ. આ પત્રનો ઉપયોગ થશેષ્ટ કરી શકે, પણ એમાં કાંઈ વિપર્યાસ ન થાય કે કોઈ ધર્મ, જાતિસૂચક વાક્ય હોય તો તેનું પરિમાર્જન થાય એટલું ધ્યાનમાં રહે. 1. પંડિત શ્રી મહેન્દ્રકુમાર ન્યાયાચાર્ય ઉપર લખેલ પત્ર; તા. 18-9-49. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org