Book Title: Jain Samaj ane Hindu Samaj Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ જેન સમાજ: હિંદુ સમાજ પ્રિય પંડિતજી, ગુજરાતીમાં લખું છું, માફ કરશે. અર્થમાં વિપર્યાસ શ્રી. દલસુખભાઈ હોવાથી નહિ થાય. મારે થોડા વખતમાં વધારે પતાવવું છે. સામાન્ય રીતે ભારે વિચાર નીચે પ્રમાણે છે. હિંદુ સમાજ એ માત્ર વૈદિક સમાજ નથી; એને ખરે અર્થ અતિ વિશાળ છે. હિંદુસ્તાનમાં જેનાં મૂળ શાસ્ત્રો રચાયાં, મૂળ પુરુષ થયા અને તીર્થો પણ છે તે બધા જ હિંદુ સમાજમાં આવે; એટલે હિંદુસ્તાનના જે જૂના નિવાસી હોય તે બધાય નિવાસી હિન્દુ સમાજમાં આવે. જૈન સમાજનાં કે નાનામોટા સંધનાં મૂળે પૂર્વવેદિક છે, કદાચ પૂર્વદ્રવિડિયન પણ છે. ગમે તેમ છે, છતાં એ લઘુમતી હોવા છતાં વૈદિકોથી, ખાસ કરી બ્રાહ્મણોથી, અર્વાચીન નથી જ. એવી સ્થિતિમાં જૈન સમાજ હિંદુ સમાજ નહિ તે બીજું શું છે? જૈન સિવાયના બીજા સમાજે હિંદુ સમાજમાં આવે છે અને તે કઈ કઈ સ્થાનિક બહુમતીમાં પણ છે. તેટલામાત્રથી જૈન સમાજ હિંદુ સમાજનું અંગ કેમ મટી શકે ? હિંદુ સમાજ શરીરસ્થાને છે. તેને જે અંગો છે તે પૈકી એક અંગ જૈન સમાજ પણ છે. વળી ખાનપાન, વ્યાપાર અને કેટલીક વાર લગ્નવ્યવહાર એ બધું તો મોટેભાગે સમાન અને પરસ્પર સંબદ્ધ છે. એટલે સામાજિક દષ્ટિએ જૈન સમાજ હિંદુ સમાજથી જુદો છે એમ કહેવું એ તે હિંદુ સમાજને વૈદિક સમાજ એવો સંકુચિત અર્થ જ માની ચાલવા બરાબર છે. અલબત્ત, વ્યવહારમાં હિંદુ સમાજને વૈદિક સમાજ એવો અર્થ ઘણાખરા સમજે અને કરે છે, પણ તેથી મૂળ અર્થ બેટ છે અગર વિસારે પડેવો જોઈએ એમ કોઈ પણ કહી નહિ શકે. જેમ ઘણુંખરા રૂઢિચુસ્તો “જૈન” એ સામાન્ય શબ્દ માત્ર દિગંબર પરંપરા માટે જ વાપરે છે અને વિશેષ માટે શ્વેતાંબર જૈન ઈત્યાદિ જે છે, તે જેમ સાચું નથી તેમ હિંદુ સમાજ એ સામાન્ય શબ્દને માત્ર વૈદિક સમાજ અર્થમાં વાપર કે સમજવા બરાબર નથી. દિશા જ્ઞાન અને સત્યની હોય તે જ્યાં અજ્ઞાન અને અસત્ય દેખાય ત્યાં પણ બીજા સુધારાઓની પેઠે સુધારે જ કરવો રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6