Book Title: Jain Samaj ane Hindu Samaj Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ૧૧૦ ] દર્શન અને ચિંતન સ્વપ્ન જ છે, એટલે હું તે વૈદિક અને જેને ધર્મદ્રષ્ટિએ જુદા માનીને જ વિચાર કરું છું. વેદિકના કહે કે બ્રાહ્મણોના કહો, પ્રભાવ નીચે, ખાસ કરી મોટા પ્રભાવ નીચે, ન આવવું એ જ જૈન ધર્મને મુદ્રાલેખ છે. એટલે જ્યાં જ્યાં વૈદિક ધર્મના મુખ્ય પુરસ્કર્તા બ્રાહ્મણોની ધર્મમર્યાદા કે વિચારમર્યાદા સંકુચિત કે ભ્રાંત ત્યાં હમેશા જેને ધર્મના સાચા ચિંતકેએ અને અનુયાયીઓએ મધ્યસ્થભાવથી, તેમના પ્રાણાપંણથી પણ, ગાંધીજીની પિઠે વિરોધ કરવો જ રહ્યો. તેથી હું સાચા જૈનને કદી વૈદિકના પ્રભાવમાં ન આવવાની જ વાત કરું છું. અને લઘુમતી છતાં બહુમતી સામે ઝઝૂમવાનું બળ આવે એવી હિમાયત કરું છું. દક્ષિણમાં અને બીજે બ્રાહ્મણ, અબ્રાહ્મણના ક્લેશ છે. ઘણુ બાબતમાં અબ્રાહ્મણ, જેમાં જેને પણ આવે છે તેઓ, બ્રાહ્મણે તરફથી બહુ અન્યાય સહે છે એ સાચી વાત છે, પણ જ્યારે એક સામાન્ય છત્ર નીચે બેસવું હોય ત્યારે દબાવનાર સામે લડવાની શકિત હોવા છતાં તેની સાથે બેસવામાં સંકેચ હો ન જોઈએ-ભય હો ન જોઈએ. હિંદુ ધર્મ શક્તા સામાન્ય છત્ર નીચે જેને બેસે અને છતાંય પિતાના મૂળ ધર્મના સિદ્ધાંતને સમજપૂર્વક વફાદાર રહે તો તેથી તેઓ વૈદિકેને સુધારશે અને પિતાના વાસ્તવિક સ્વરૂપને પ્રકટ કરવાની તક પણ જતી નહિ કરે. ધારો કે જૈન ધર્મ હિંદુ ધર્મથી જુદો છે એમ આપણે કબૂલ કરાવીએ અને કાયદામાં લખાવીએ, તેટલામાત્રથી વૈદિક ધર્મના પ્રભાવથી કેવી રીતે બચવાના ? ઇતિહાસ જુઓ, જૈનધર્મ એ વૈદિક નથી, બ્રાહ્મણધર્મ નથી એમ આપણે તે કહીએ જ છીએ અને બ્રાહ્મણે એ પણ જૈન ધર્મને અવૈદિક જ કહ્યો છે, છતાંય જૈન ધર્મ કહેલી બાબતમાં વૈદિકના, ખાસ કરી બ્રાહ્મણના, પ્રભાવથી મુક્ત છે? એકવાર વિચાર અને આચારના નિશ્ચય-વ્યવહાર દ્રષ્ટિએ મુખ્ય મુખ્ય મુદ્દાઓની યાદી કરે અને એ પ્રત્યેક મુદ્દા પરત્વે જુઓ કે તેમાં બ્રાહ્માણોની તેજછાયા કેટલી છે? તે તમને ખાતરી થશે કે આપણે ક્યાં છીએ. એટલે વૈદિકે કે બ્રાહ્મણના મિથ્યા પ્રભાવથી બચવાની વાત હોય તે બચાવ, માત્ર હિંદુ ધર્મ અને જૈન ધર્મ જુદા છે એટલું કહેવા કે માનવા-મનાવવાથી સિદ્ધ થઈ શકે નહિ. એક તરફથી દરેક પંથના રૂઢ જૈને બ્રાહ્મણોની બધી વાત માન્યા કરે, બ્રાહ્મણોને ગુરુ માનીને ચાલે અને બીજી તરફ હિંદુ ધર્મથી અમે જુદા ધર્મવાળા છીએ એવી ભાવના સેવે તે એ દંભ છે, ભય પણ છે અને મૂર્ખતા પણ છે. એથી માની લીધેલ ગુરુઓની સારી વાત ગળે ઊતરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6