Book Title: Jain Samaj ane Hindu Samaj Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ જૈન સમાજ: હિંદુ સમાજ { ૧૦૯ જૈન સમાજ હિંદુ સમાજથી નોખા છે એ વિચારનું પ્રબળ ઉગમ ભયમાંથી છે. હિંદુ સમાજને સ્પર્શ કરવા કાયદા થવા માંડે અને રૂઢ જૈનેને રૂઢ ધ વિરુદ્ધ લાગે ત્યારે તેઓ રૂઢ ધર્મને બચાવવા ધમ અને સમાજ બન્નેનું એકીકરણ ફરી પોતાના સમાજને નવા કાયદાની ચુંગલમાંથી છૂટા રાખવા આવી હિલચાલ કરે છે. ધાર્મિ`ક દ્રવ્ય અને હરિજન મંદિરપ્રવેશને લગતા કાયદામાંથા ટકવાની ભાવનામાંથી અત્યારની જુદાપણાની પ્રખળ હિલચાલ શરૂ થઈ છે. જો ધાર્મિક દ્રવ્ય અને હરિજન મંદિરપ્રવેશ બાબત જૈતા પોતે જ કાયદા કરતાં આપમેળે વધારે ઉદાર દૃષ્ટિબિંદુ વાપરે અને પોતાના સમાજને આગળ વધારે તા આવા ભયમૂલક જુદાપણાને સવાલ ન આવે; એ આવવાના હાય. તે બીજી રીતે આવે. વળી, જ્યારે જ્યારે હિંદુ સમાજને સમસ્તપણે લાભ આપે એવા કાયદાએ થવાના હશે ત્યારે જેને એ પેાતાના સમાજ માટે તેવા લાભવાળા જુદા કાયદા રચવાની હિલચાલ ઊભી કરવી પડશે. ધારા કે આફ્રિકા આદિ દેશોમાં એવા કાયદો થાય કે હિંદુઓને આટલા હકા આપવા જ, કે અમેરિકામાં હિંદુને અમુક છૂટ આપવી જ, તે તે વખતે શું જૈને પેાતાના લાભ અને છૂટ માટે ત્યાં જુદો પ્રયત્ન કરશે ? જે ભૂત બ્રાહ્મણાનું અને ખીજા વહેરી તેમજ અજ્ઞાનીનુ હતું તે ભૂત-અસ્પૃશ્યતા આદિ–પોતાનુ કરી લઈ પછી તેના જ બચાવ માટે, મૂળ ભૂતવાળા ભાગો સુધરે ત્યારે પણુ, પોતે તેથી જુદા રહેવું એ શું જૈન સમાજનુ બંધારણગત સ્વરૂપ હોઈ શકે ? એટલે તમે એમ કહો કે અમે હિંદુ છીએ પણ જૈન હિંદુ છીએ, તેા ચાલે; પણ હિંદુ નથી એમ કહેવું એ બરાબર નથી. હવે હિંદુ ધર્મ અને જૈન ધર્માં વિષે વાત કરીએ. બહુમતી હાવાને કારણે વૈદિક ધર્મ હિંદુ ધર્મના પર્યાય તરીકે સમજાય અથવા લાકે એ અઅેમાં હિંદુ ધર્મ શબ્દ વાપરે છે એ વસ્તુ હું જાણુ છું. પણ હિદુધમ એના ખરા અર્થમાં માત્ર વૈદિકધમ નથી, હિંદુ ધર્મમાં વૈદિક અવૈદિક અનેક ધર્મો છે. એમાં જૈન ધર્મ પણ છે. એટલે જૈન ધર્મ તે વૈદિક માનવા-મનાવવાની હું અતાર્કિક, અનૈતિહાસિક વિચારણા કરું તે મારું મગજ ચસકી ગયું છે એમ માનવું જોઈએ. વૈશ્વિક અને અવૈદિક વચ્ચે અથવા એમ કહા કે મૂળમાં બ્રાહ્મણ અને અબ્રાહ્મણુ વચ્ચે ધર્મ દૃષ્ટિએ પહેલેથી જ માટુ અંતર રહ્યું છે અને તે આજે પણ એવું જ છે. મુસલમાનો ધાર્મિક અધતા ભૂલી જાય એવા એક સમય કલ્પીએ, અને તે સુવણૅયુગ આવે ત્યારે વૈદિક અને અવૈદિક ધમ વચ્ચેના મનાતા વિરોધ અગર ધાર્મિક સૌંકુચિતતા જવાના સમય પાકશે. અત્યારે તે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6