________________
૧૧૨]
ચિંતન અને ન
આપવાની તે નહિ જ, કેમ કે આવી સંસ્થાએ પહેલેથી જ ભાળ, અજ્ઞાની અને વાણિયાવૃત્તિવાળા લોકાની મદદ લઈ છેવટે બ્રાહ્મણા દ્વારા જ અને બ્રાહ્મણાના હિતમાં જ સંચાલિત થાય છે. એકવાર બ્રાહ્મણ સિવાયના ખીજા વને હિંદુપણાનું ભૂત વળગ્યું, એનુ અભિમાન પોષાયુ એટલે એના લાભ ભૂત વળગાડનાર વિદ્યાશ્ત્રી વર્ગ જ લે છે. તેથી જેનોએ કહેવુ જોઈ એ કે અમે હિંદુ ધર્મ તે હિંદુ સમાજનું એક અંગ હોવા છતાં આવી સંસ્થાઓની જાતિવાદી નીતિમાં નથી માનતા, ઊલટુ એની સામે છીએ. હિંદુ મહાસભા જેવી સંસ્થાએમાં પહેલેથી જ મેવડી બ્રાહ્મણ અને તે પણ જાતિવાદી બ્રાહ્મણો રહ્યા છે. આપણે હિંદુ યુનિવર્સિટીને જોઈ એ. એમાં ખરી રીતે હિંદુને નામે મળતા લાભોથી મુખ્યપણે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણધમ પોષાય તેમજ સકારાય છે. જો એની પાછળ બ્રાહ્મણવૃત્તિ નહાતા ડૉ. ભગવાનદાસ, નરેંદ્રદેવજી, સંપૂર્ણાનજી જેવા કયારેક તે વાઇસચેન્સર થયાંજ હાત; અને એમણે બીજા કાઈ પણ કરતાં કદાચ વધારે સારું કામ કર્યું` હોત. એટલે હું જૈનધમ માટે એટલું જ કહું છું કે તે પોતાને હિંદુ ધર્માંના એક અંગ લેખે હિંદુ ધર્મ કે આધમ કહે તાપણ છેવટે તેને વિવેક રાખવા જ જોઈએ કે કયાં તેણે પાતાનું વ્યક્તિત્વ સાચવવું અને દીપાવવું.
અત્યારે બધા જ રૂઢ જૈનો ધાર્મિક બાબતે પરત્વે જે જે હિમાયત આગ્રહપૂર્વક કરે છે તે મોટેભાગે બ્રાહ્મણધમ કે વૈદિક ધર્મની જ હિમાયત છે અને તમે સુધારા જે જે સુધારાની વાત કશ છે તે બધી તેમને જૈન ધમ વિરુદ્ધ લાગે છે. એમ ન હેાત તા હરિજન–મદિર–પ્રવેશની સામે અન્નત્યાગની કાગારોળ ન થાત; અર્થાત્ હરિજનો જૈન મંદિરમાં પ્રવેશે તેની વિરુદ્ધ કઈ અન્નત્યાગ કરે ત્યારે અને રૂદ્ર પક્ષ સકારે અને સુધારકા વાવે, એવી સ્થિતિ
ન આવત.
એક વિચારવા જેવી નવી બાબત પણ કહું. હિંદુ સંસ્કૃતિના પ્રચારકા હિંદુ ધર્મ અને હિંદુ સમાજને આશ્રય લઈ કેટલીક એવી બાબતોના પ્રચાર હમેશાં કરતા આવ્યા છે કે જે ખાખતા હિંદુ સ ંસ્કૃતિના મેટાભાગને માન્ય નથી. ઇતિહાસ અને તેના સિદ્ધાંતે પણ તેવી બાબતોથી વિરુદ્ધ છે, બ્રાહ્મણાને જે આખતા પર મુખ્ય ભાર છે. તે વેદની મુખ્યતા, સંસ્કૃતનું શ્રેષ્ઠત્વ, પેાતાનું ગુરુપદ અને જાતિમૂલક વર્ણ વ્યવસ્થા. આ બાબતોને વિધ મુદ્દ-મહાવીર પહેલાંથી હજારો વ થયા થતા આવ્યા છે. એ વિરોધમાં માત્ર જૈના જ ન હતા; દ્રાવિડા, વૈષ્ણુવા, શાક્તો, શૈવા, અવધૂત વેદાન્તી અને બીજા અનેક જૂથે બ્રાહ્મણીય સ્માત માન્યતાના વિરેધ કરતા જ રહ્યા છે. વિરોધ કરનાર આટલા બધા પથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org