Book Title: Jain Sahitya Sanshodhak Part 2
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 98
________________ नि वे द न આ પ્રાકૃત વ્યાકરણ સંક્ષિણ-પરિચય, કેમ્બ્રીજ યુનિવર્સિટીના એક વખતના સંસ્કૃતના અધ્યાપક અને એડીનબર્ગ યુનિવર્સિટીના નિરરી એલએલ. ડી. શ્રી ઈ. બી. કૌલે લખેલા A SHORT INTRODUCTION TO THE ORDINARY PRAKARIT OF THE SANSKRIT DRAMAS નામના નિબંધને અવિકલ ગુજરાતી અનુવાદ છે. જેમને સંસ્કૃત ભાષાને સાધારણ અભ્યાસ હોય અને જેઓ પ્રાકૃત ભાષાને ટુંક પરિચય કરવા માંગતા હોય તેમને આ નિબંધ ઘણે મદત કર્તા થઈ પડે એવું જણાયાથી, આ રૂપમાં પ્રકટ કરવામાં આવે છે. આ નિબંધ મૂળ સન ૧૮૫૪માં મજકુર પ્રોફેસરે વરસરિત બાત કફ ની જ્યારે પ્રથમ આવૃત્તિ વ્હાર પાડી હતી તેની પ્રસ્તાવના રૂપે લખ્યું હતું. અને પછી ૧૮૭૫ માં કેટલાક સુધારા-વધારા સાથે, લંડનની TRUBNER and Co. એ એક પુસ્તિકાના રૂપમાં એને જુદી છપાવ્યું હતું. એ પુસ્તિકા આજે દુલભ્ય હાઈ બુકસેલરે તેની ૩-૪ રૂપિઆ જેટલી કિંમત લે છે. તેથી ગુજરાતી ભાષાભિજ્ઞ વિદ્યાથીઓને આ નિબંધ સુલભ થઈ પડે તેવા [હેતુથી આ પત્રના પરિશિષ્ટ રૂપે પ્રકટ કરવામાં આવે છે. આશા છે કે સાધકના વાંચનારાઓને તેમજ અન્ય તેવા અભ્યાસિઓને આ પ્રયાસ ઉપગી થઈ પડશે. ચેક પૂર્ણિમા, ૧૯૭૯ –સંપાદક

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127