Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ (૪) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. તાનુગ અને (૪) ચરણકરણાનુયોગ. આ ચારે અનુયાગમાં ચાર વેદની પેઠે જૈન સાહિત્ય જીવે છે અને જીવશે. વિશ્વના સાહિત્યમાં હિંદના સાહિત્યનું સ્થાન ક્યાં છે અને હિંદના સાહિત્યમાં જૈન સાહિત્યની જગા કયે સ્થળે છે તે આલેખવાને પ્રયત્ન કરે એ મારી શકિતની બહાર છે; તથાપિ જેને સાહિત્ય જેટલું પ્રકટ થઈ શકયું છે. અને અપ્રકટ રહેલું પ્રકટ થાય તો હિંદ સાહિત્યનું ગૌરવ કેટલું વધે અને તેથી વિશ્વના સાહિત્યમાં કેવું મને અભિવર્ધન થાય એ દાખવવા યથાશક્તિ પ્રયત્ન કરીશ. માનવસૃષ્ટિની ઉન્નતિ કે અવનતિ તેની વિચારની કક્ષા ઉપર આધાર રાખે છે. જેવા વિચાર મનુષ્ય પ્રકટ કરે છે તે તે થાય છે. ઉચ્ચ વિચારના ભ્રષ્ટા પ્રતિભાશાળી વિદ્વજ્જને છે અને તેમની ગ્રંથસુષ્ટિ તથા વ્યાખ્યાનસૂષ્ટિના ઉપજીવી માનવજી જેવી સૃષ્ટિમાં રહે છે તેવા બને છે. જૈન-સાહિત્ય શોધખેાળને વિષય-આનંદની વાત છે કે બાદ્ધસાહિત્યના જેટલું નહીં પણ કેટલેક અંશે જૈનસાહિત્ય પણુ દ્વસાહિત્યની પેઠે પાશ્ચાત્ય દેશમાં ને હિંદમાં પણ હવે શેધખોળને વિષય થઈ આદર પામવા લાગ્યું છે. વેદબાહ્ય પણ આર્યદર્શનમાં ગણતા બુદ્ધ ભગવાન કેણ હતા ? અને હૈદ્ધ ધર્મ કે છે? એમ જ પૂછવામાં આવે તે સૌ કઈ સમજુ ઉત્તર આપે કે બુદ્ધ મહારાજ એક મહાન ધર્મના ઉત્પાદક હતા અને એ ધર્મનું મુખ્ય લક્ષ્ય નિર્વાણપ્રાપ્તિ છે. એ નિર્વાણ આખા મંડળના સર્વ પર અનુકંપા રાખી વર્તવાથી પ્રાપ્ત થાય છે. બુદ્ધ ભગવાનના સ્વર્ગારહણ પછી એમના ઉપદેશેલા ધર્મે માત્ર બે એક સૈકામાંજ હિંદને ધર્મમહિમા વિસ્તારી મૂક્યો, એટલું જ નહિ પણ પિતાની વિજયપતાકે પૂર્વ એશિયાના જાપાન, ચીન ને પાસીફીક મહાસાગરના દ્વિપ, ને સેબીરીયા ઉપર પણ ફરકવી. બુદ્ધ ધર્મનું સાહિત્ય હાલ તે તે દેશમાં યુરોપમાં અને તેમાં પણ જર્મનીમાં વિશેષ છે. જેન કોણ છે? અને જિનધર્મ છે? એ પ્રશ્ન વિદ્વજનેને પૂછવામાં આવે તે તેને મનમાનતે ઉત્તર આ દેશમાં બહુ થોડા આપી શકે. યુરોપ અમેરિકામાં તે વિષયના અભ્યાસીએ હેવાથી તે પ્રશ્નનો ઉત્તર આપનારા કેઈ કઈ મળે છે. આપણી ધમપ્રકૃતિ અને સંસ્કારના પ્રમાણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 206