Book Title: Jain Rasao Author(s): Vallabhdas T Gandhi Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 4
________________ ૧૦૬ જે વિભાગ કેટલેક સ્થળે તિષ તથા સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન પણ કિંચિતકિંચિત જણાય છે. વળી જન ધર્મના બાવીસમા જૈનેશ્વર શ્રી નેમિનાથના જે ભાઈ થતા હતા તે મહાત્મા શ્રીકૃષ્ણ જ. યાદવો વગેરે પણ જૈન ધમ હતા. વલભીપુરના રાજા શિલાદિત્યના દરબારમાં જૈન મહાત્માઓ ધર્મ સંબંધી સંવાદ લોકભાષામાં કરતા હતા. વનરાજ ચાવડાથી માંડીને વિશળદેવ વાઘેલા અને રાજા કુમારપાળ સુધી જે ઈતિહાસ તપાસીએ તો તેમાં પણ જૈન મુનિઓ અને જૈન મંત્રીઓ દર્શન દેતા જણાય છે. જેના સંપૂર્ણ ઉદયકાળમાં બીજા મહાપુરુષે બીજાઓ તરફ ઉદાર ભાવથી વર્તતા હતા, એમ ગુજરાતને જૈનેને ઈતિહાસ અને આવા ગુજરાતી રાસો તપાસતાં જણાય છે તેટલું જ નહીં પરંતુ જેમ જૈન મુનિઓએ રાસે, કાવ્ય, ઇતિહાસ અને ઉપદેશગ્રંથો લખી ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરી છે તેમ જૈન ગૃહસ્થ વસ્તુપાળ જેવા અમાત્યો વગેરેએ પણ કાવ્ય વગેરે લખી સાહિત્યમાં અભિવૃદ્ધિ કરી છે જેથી જૈન ધર્મને ઇતિહાસ તપાસતાં એમ જણાય છે કે ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ માટે અને ધર્મનીતિના સિદ્ધાંતોના જનસમાજમાં પ્રસાર માટે જૈન કવિવરએ અસાધારણ શ્રમ લઈ બી જાઓ માટે અનુકરણીય દૃષ્ટાંત મૂક્યું છે. આ પ્રકારનું જે જૈન સાહિત્ય હજી પણ અપ્રકટ અવસ્થામાં પ્રમાદ અને ઉધઇને લઈને નાશ પામે છે તેને જલદી બહાર લાવવું જોઈએ. અત્યારના બ્રીટીશ રાજ્યમાં તે સંરક્ષિત હોવાથી તેને પ્રકટ કરવાનું કાર્ય જૈનદર્શનના શ્રીમાને જલદી મુખ્યત્વે હાથ ધરશે અને ગુજરાતી સાહિત્યમાં પિતાને ફાળો આપી તેમાં અભિવૃદ્ધિ કરશે એમ અમે નમ્ર ભાવે સુચવીએ છીએ. ઉપર જણાવેલ રાસાએ ધર્મસ્થાનમાં આજે પણ માસામાં નિવૃત્તિના દિવસોમાં તેમ જ કેટલેક સ્થળે ઉનાળાના લાંબા દિવસોમાં પણ બેપરના વખતે ધર્મગુરુઓ અને જાણકાર ગૃહસ્થો વાંચે છે ને અનેક શ્રેતાઓ શ્રવણ કરે છે. જેનશા-આગમે વાંચવા વિચારવા કે સમજવાનું સામાન્ય જીવો માટે મુશ્કેલ હોવાથી સર્વના લાભ માટે ધર્મ-નીતિનું સરલ રીતે શિક્ષણ આપનારા આવા રાસો દેશભાષામાં રચનારા માહપુએ છેલ્લાં ચારસે પાંચસેં વર્ષને ભૂતકાળ તપાસતાં જનસમૂહ ઉપર મહદ્ ઉપકાર કર્યો છે એમ સહજ કબુલ કરવું પડે છે. ગુર્જરી ભાષાના પ્રદેશમાં જૈન કવિઓ સારી રીતે દીપી નીકળ્યા છે. આવા રાસમાં આવેલી તેમની કવિતાઓએ અનેક રંગ દેખાડ્યા છે. અનેક દાખલા, દષ્ટાંત, ઉપનયે આપી દાન, શીલ, તપ, ભાવના, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, સર્વ જીવ પ્રત્યે મૈત્રી, કરુણું, પ્રમેદ અને માધ્યસ્થપણું વગેરે બાબતોનો મહિમા બતાવવા જૈન કવિશ્રીઓએ સાચે શ્રમ લીધે છેઅમુક દેવનું, અમુક ધામનું કે અમુક અવતારનું જ વર્ણન માત્ર લઈ તે માટે રાસો બનાવ્યા છે એમ નથી, પરંતુ ધર્મનીતિના સિદ્ધાંતો તરફ જ જનસમૂહને વાળી શકાય તેવાં પાત્રો આગમ-મૂળ સૂત્રોમાંથી પસંદ કરી તેમનાં વર્ણને બનાવવાનો પ્રયન આ રાસોમાં કરવામાં આવ્યો છે. ગૌતમ સ્વામીજીને રાસ કે જે તે જ વ્યક્તિ માટે લખાયેલ છે તેવા દાખલાઓ જુજ છે. કેઈ પણ મહાશયે જૈન ગુજરાતી સાહિત્યને અત્યાર સુધી પુરતો ઇન્સાફ આપ્યો નથી તેથી તે તરફ જનસમાજનું લક્ષ જોઈએ તેવું ખેંચાયું નથી. જૈન કવિતાઓ ગુજરાતી ભાષા ગુજરાતમાં જન્મ પામ્યાનું બતાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7