Book Title: Jain Rasao
Author(s): Vallabhdas T Gandhi
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249577/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જૈન રાસાએ ૮ જૈન રાસાઓ. (લેખક:-રા. ૨. ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ.) અનેક જૈન કવિઓએ અનેક રાસો લખેલા છે. કવિતામાં લખાયેલા અનેક મહાપુરુષોનાં ચરિત્રના કથા રૂ૫ ગ્રંથને મુખ્યત્વે રાસ એવું નામ આપવામાં આવે છે. આવા રામાં નીતિ અને ધર્મની જુદી જુદી વાતો સમજાવવા માટે ઉન્નત આત્માઓનાં જીવનચરિત્રો આપવામાં આવેલ હોય છે. વૈષ્ણવ ધર્મમાં પણ કેટલાક રાસે તે ધર્મના મહાપુરુષોએ રચ્યા છે. જેના કવિના બનાવેલા રાસોમાં જુદે જુદે સ્થળે દષ્ટિ કરતાં તેમાં નવરયુક્ત વર્ણન આવે છે. જૈન શાસે કેટલેક સ્થળે તો રસ અને અલંકારથી છલકાઈ જાય છે, તેટલું જ નહીં પરંતુ રસના આલંબન, ઉદ્દીપન, વગેરે વિભાવોને જ્યાં જે ઘટે તે ઉપયોગ કરી એ વર્ણન વાંચવામાં આહલાદ થાય તેવાં રસભરિત કર્યા છે તેથી જ આવી કૃતિને જૈન કવિઓએ રાસ એવું નામ આપેલ ઉચિત છે. કાવ્યનો આત્મા રસ છે, જેથી રસિક કાવ્યને રાસ એ નામ યોગ્ય રીતે અપાયેલ છે. આવા રાસમાંથી જેમ કેટલેક અંશે જૈન ઇતિહાસ દેખાય છે તેમ જુની ગુજરાતી ભાષા તે સમયે કેવી હતી તેનું પણ ભાન થાય છે. વળી સાહિત્ય શબ્દને ખરે અર્થ આપતી વેળા એક સંસ્કૃત કેષમાં દાખલા તરીકે “રસાલંકારાદિ” એવું લખેલ જાણવામાં આવેલ છે, તો તે અર્થ લક્ષમાં રાખવાથી સ્પષ્ટ જણાશે કે, જૈન કવિતાઓને ગુજરાતી ભાષાનું સાહિત્ય કહેવું એ આવશ્યક છે કારણું સાહિત્યને ખરો અર્થ તેમાં સાર્થક થાય છે. જૈન રાસોની કવિતા હાલના કવિઓની પેઠે વૃત્ત કે છંદમાં લખવામાં આવેલ નથી, પરંતુ અમુક રાગ, મેળ અને તાલ સહિત ગવાય અને તેમાં કોઈ રાગ રાગિણીની છાયા આવે એવી દેશીઓ ઢાળ, ગરબીઓ, વગેરેમાં રચાયેલ છે. કવિ શ્રી પ્રેમાનંદે જેમ કડવાં અને શ્રીયુત દયારામભાઈએ મીઠાં એમ પિતાને કવિતાના ગ્રંથમાં લખ્યું છે તેમ જૈન કવિઓએ દેશીઓનું નામ આપી ઉપર ઢાળ પહેલી ઢાળ બીજી એમ લખેલ છે. અને કવિ પ્રેમાનંદની કવિતામાં જેમ વલણ આવે છે તેમ જૈન કવિ રચિત રાસાઓમાં ઢાળની પૂવે દૂહા-દેહરા કે સોરઠી દેહરા આપેલ હોય છે. જૈન વિરચિત રાસાઓમાં પ્રથમ મંગળાચરણમાં જિનેન્દ્રપ્રભુ–દેવની સ્તુતિ, પછી પિતાના ગુરુ અને સરસ્વતી દેવની સ્તુતિ કરેલી હોય છે, ત્યાર બાદ કયા પુરુષ માટે અને ધર્મના કયા સ્વરૂપ ઉપર રાસ લખે છે તે જણાવવામાં આવે છે. દરેક રાસમાં છેવટે પ્રશસ્તિ-રચનાર મહા પુરુષનું નામ, રચવાને સમય, સ્થળ (ગામ, સંવત, માસ વાર વગેરે) તેમજ પોતાના ગુરુની પરંપરા-પેઢીનામું આપવામાં આવતું હોવાથી તે ઐતિહાસિક સાહિત્યનું અંગ પણ બને છે અને તેથી તેને સહાયરૂપ છે. મુસલમાની રાજ્યના આરંભને કાળ ગુજરાતમાં અંધાધુંધીને અને ત્રાસનો તેમજ કેટલેક અંશે હિંદુ મંદિરો, અને સાહિત્યના વિધ્વંસને હતે. આવા જલમવાળા કાળરાં Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન વિભાગ કે સંસ્કૃત ભાગધિ-પ્રાકૃતાદિ ભાષાઓને અભ્યાસ કરી ઉંચું તત્ત્વજ્ઞાન મેળવે એવી યોજના કે શાંતિ તે વખતે નહતી, પરંતુ દરેક ધર્મ પુસ્તકના ભંડારનું રક્ષણ કરવું મુશ્કેલ થઈ પડતું હોવાના કારણે તે ભંડારે માંહેના પુસ્તકોને વિનાશ થવાના ભયે સંતાડી મુકવામાં આવતાં હતાં. તેવા સંગમાં તેમજ પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના અજ્ઞ માટે–સામાન્ય મનુષ્યો માટે, તે વખતના લોકેની અભિરુચિ ઉપર લક્ષ આપી આવા રસો રચવામાં આવેલ છે. આવા ત્રાસના વખતમાં પણ જૈન મહાત્માઓ, ધર્મગુરુઓ જાગ્રત હતા. આવા રાસની રચના જૈન ધર્મના આગમ-સૂત્રો ઉપરથી જ લીધેલી છે તે નિઃસંદેહ વાત છે. સામાન્ય મનુષ્ય પ્રાકૃત સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવી ધર્મબોધ લઈ શકે એમ ન હોવાથી તે કાળમાં ચાલતી સરલ-ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે તેવા મનુષ્યો ધર્મબેધ પામી શકે, સરલતાથી સમજી શકે એવી સ્વ–પરહિત બુદ્ધિથી સંસારથી ત્યાગી થયેલા, સંયમી મહાન પુરુષોએ આગમ-સૂત્રો-સંસ્કૃત કાવ્યોમાંની આખ્યાયિકાઓને રાસરૂપે દેશી ભાષામાં ઉતારી રચના કરી. મુંબઈ યુનિવરસીટિની એમ. એ. ની પરીક્ષામાં ગુજરાતી ભાષા લઈને પાસ થનારને પંડિત વર્ય શ્રી નેમવિજયજી રચિત જે શીલવતીને રાસ વાંચવો પડે છે તે રાસ વડોદરા તરફથી પ્રાચીન કાવ્યમાળાના અંકમાં વિવેચન સહિત પ્રકટ થયેલ છે, તેમાં રા. બા. શ્રીયુત હરગોવિંદદાસ કાંટાવાળાએ જણાવેલ છે કે “રાસાને સામાન્ય અર્થ કહાણી થાય છે. તે ઉપરથી આવા કથાના ગ્રંથોને રાસ કહેવાને પરિચય પડ્યો હશે. રાસામાં કથેલી કથાઓ કવિ કલ્પિત હશે કે મૂળ તેમાં કાંઈ સત્ય હેઈ કવિની કલ્પનાએ વધારો કર્યો હશે તે વિશે અહીં વિવેચન કરતા નથી, પરંતુ આ કથાએ ઘણી રસભારત અને મનોરંજક હેય છે એમાં તો સંશય નથી. અમારા જોવામાં જે જે રાસાઓ આવ્યા છે તે સઘળામાં એક વાત અમે સામાન્ય રીતે જોઈ છે કે, તે બધામાં અદભુત વાર્તા સર્વોપરી હોય છે. શ્રેતાના મનને ચમત્કાર ઉત્પન કરવા માટે કવિઓએ તે કાળમાં લોકશ્રદ્ધાને અનુસરીને એવાં અભુત કથન તેમાં દાખલ કર્યો હશે એમ સમજાય છે. મંત્રસિદ્ધિ, સુવર્ણ સિદ્ધિ રત્નાદિકના ચમત્કારી ગુણે, ભુત પ્રેતાદિની અદ્ભુત ક્રિયાઓ, આકાશગમન, વૃક્ષાદિનું એક ઠામથી બીજે ઠામ ઉડી જવું ઇત્યાદિ અનેક કથાઓ એવા રાસાઓમાં વર્ણવેલી હોય છે......ધર્મ અને સુનીતિને કે ગાઢ સંબંધ છે તે જૈન કવિઓના લખાયેલા રાસાઓ ઉપરથી સ્પષ્ટ માલમ પડી આવે છે.” ઉપર પ્રમાણે રા. બા. શ્રીયુત કાંટાવાળાએ જૈન રાસોના સંબંધમાં તેમાંની કથા. રસભરિત અને મનોરંજક હોય છે એમ જે કહ્યું છે તે અમારા અભિપ્રાયને મળતું છે. પરંતુ તે કલ્પિત છે કે કાંઈ સત્યતાવાળી છે તેમાં તેઓશ્રી શંકાશીલ અથવા તે સત્ય છે જ એમ જે શ્રદ્ધાપૂર્વક માનતા નથી તે સંબંધમાં અમારે જણાવવું અસ્થાને નથી કે જેમ મીમાંસક દર્શનના મુખ્ય શાસ્ત્ર ઈશ્વરપ્રણિત હોઈ તે કે તેમાં આવેલ કથાઓ સત્ય જ હોઈ શકે, તેમ જૈન ધર્મનાં મૂળ સૂત્રે આગમો કે જે તેમના ઈશ્વરણિતતર્થંકર ભગવાને પ્રરૂપેલા છે તેમાં આવેલ વિષયો કે ક્યા સત્ય જ હોઈ શકે, તેથી અમે ઉપર જણાવેલ છે તેમ આ જૈન રાસો તે આગમાંથી ઉદ્ધરેલ હોવાથી તે Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન રાસાએ ૧૦૫ માંહેની વાત આ રાસોમાં પદ્ય રૂપે જણાવેલ હોવાથી તે કલ્પિત કે અપૂર્ણ સત્ય નથી પરંતુ ખરેખર બનેલી હકીકતને જૈન કવિઓએ આકર્ષક ઘટનામાં ગોઠવેલી છે. જૈન કવિઓએ જેમ જૈન રાસો ગુજરાતી ભાષામાં બનાવ્યા છે તેમ ગુજરાતી ભાષામાં સ્તવને, સ્તુતિઓ અને સજઝાયે-સામાજિક સર્વમાન્ય-ઉપદેશક પદે પણ બનાવેલાં છે. હાલમાં જાણવા પ્રમાણે ગુજરાતી ભાષામાં અંકિત થએલા તેવા રાસો સુમારે પણ ચારસેં તે હાથ આવ્યા છે, છતાં હજી બીજા રાસ પણ ભંડારોમાં પડેલા હોય અને પ્રસિદ્ધિમાં ન આવ્યા હોય તેમ બનવા જોગ છે. આ બધા રાસ પ્રકટ થાય તો અનેક કાવ્યદેહનનાં પુસ્તકે થાય ! ! ! જૈન ધર્મમાં પ્રવેતાંબરી અને દિગંબરી એમ બે મુખ્ય ભેદે છે. શ્વેતાંબરીમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એમ ભેદે છે. સ્થાનકવાસી મૂર્તિને માનતા નથી. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન મહાત્માઓની કૃતિના ઘણા રાસે છે, જ્યારે સ્થાનકવાસી જૈન મહાત્માના આંગળીના ટેરવે ગણાય તેટલા જ રાસે છે. સ્થાનકવાસી જૈન ધર્મગુરુઓ ધર્મસિંહજી, ધર્મદાસજી, એડીદાસજી, જેમલજી ઋષિ, તિલક ઋષિ, જેઠમલજી અને હમણું થઇ ગયેલા શ્રી ઉમેદચંદ્રજી ઈત્યાદિ મુનિઓએ જ માત્ર રાસો વગેરે લખી ગુજરાતી સાહિત્યવૃદ્ધિની દિશામાં કંઇક પ્રયત્ન કર્યો છે. કવિતા જેવી ચીજ સારા રાગમાં ગવાતાં ઘણું જીવોને પ્રિય થઈ પડે છે. ગાયનથી મનુષ્યો તેમ જ પશુઓનું પણ ચિત લય પામે છે, જેથી કવિતા તરફ રુચિ કરાવી લોને નીતિના રસ્તે દોરવાનું કાર્ય આવા મનોરંજક રસભક્તિવાળા રાસો વડે ગુજરાતી ભાષામાં જન મહાત્માઓએ કરેલ છે તેમ ચેક્સ જણાય છે. શાસ્ત્રોના વાચનનું કામ બાળ જીવોને માટે કઠિન હોવાથી આવા રાસ વાંચવાથી તે વધારે પ્રિય થઈ પડતાં જલદી બેધ પામી શકે છે. કેટલાક રાસો વાંચતાં તેના રચનાર મહાપુરુષોએ તર્ક અને કવિત્વશકિતને એટલી બધી સરાણે ચડાવી હોય છે કે તે વાંચતાં તે પુરુષોના બુદ્ધિબળની પ્રશંસા સ્વાભાવિક રીતે આપણાથી થઈ જાય છે. દરેક રાતમાં મુખ્ય પાત્રે સંસારને ત્યાગી સ્વર્ગ કે મોક્ષસુખની પ્રાપ્તિ કર્યાનું જણાય છે કે જે દરેક જીવને અંતે મેળવ્યા સિવાય છુટ નથી. મેક્ષગામી ઉચ્ચ પાત્રને જ કવિશ્રી મૂળ ગ્રંથોમાંથી મુખ્ય પાત્ર તરીકે રાસમાં પસંદ કરે છે અને ખરેખરા સદ્દવર્તનશાળી ઉચ્ચ કેટીના પાત્રને જનસમૂહ આગળ ખડા કરી તેના જીવનવૃત્તાંતથી શ્રેતાઓનેવાચકેને સગુણશાલી બનાવે છે. આત્માને મોક્ષ પ્રાપ્ત કરાવવાને મહાપુરુષોને-કવિઓને આ શ્રમ સ્તુતિપાત્ર આવકારદાયક અને ઉપકારક છે જૈન કવિઓના બનાવેલા અનેક રાસોમાંથી કેટલાક જેવા કે વિમલમંત્રીશ્વરને રાસ-કુમારપાળને રાસ વગેરે વાંચવાથી કેટલુંક ઐતિહાસિક જ્ઞાન પણ આપવાને યોગ્ય પ્રયત્ન થયો છે, એટલે જૈન મહાત્માના રસમાં માત્ર કવિતા, અને જીવનવૃતાંત છે તેટલું જ નહીં પરંતુ ઐતિહાસિક સાહિત્ય પણ આવેલું છે. આની સાથે શુદ્ધ વ્યવહારનું જ્ઞાન, Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જે વિભાગ કેટલેક સ્થળે તિષ તથા સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન પણ કિંચિતકિંચિત જણાય છે. વળી જન ધર્મના બાવીસમા જૈનેશ્વર શ્રી નેમિનાથના જે ભાઈ થતા હતા તે મહાત્મા શ્રીકૃષ્ણ જ. યાદવો વગેરે પણ જૈન ધમ હતા. વલભીપુરના રાજા શિલાદિત્યના દરબારમાં જૈન મહાત્માઓ ધર્મ સંબંધી સંવાદ લોકભાષામાં કરતા હતા. વનરાજ ચાવડાથી માંડીને વિશળદેવ વાઘેલા અને રાજા કુમારપાળ સુધી જે ઈતિહાસ તપાસીએ તો તેમાં પણ જૈન મુનિઓ અને જૈન મંત્રીઓ દર્શન દેતા જણાય છે. જેના સંપૂર્ણ ઉદયકાળમાં બીજા મહાપુરુષે બીજાઓ તરફ ઉદાર ભાવથી વર્તતા હતા, એમ ગુજરાતને જૈનેને ઈતિહાસ અને આવા ગુજરાતી રાસો તપાસતાં જણાય છે તેટલું જ નહીં પરંતુ જેમ જૈન મુનિઓએ રાસે, કાવ્ય, ઇતિહાસ અને ઉપદેશગ્રંથો લખી ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરી છે તેમ જૈન ગૃહસ્થ વસ્તુપાળ જેવા અમાત્યો વગેરેએ પણ કાવ્ય વગેરે લખી સાહિત્યમાં અભિવૃદ્ધિ કરી છે જેથી જૈન ધર્મને ઇતિહાસ તપાસતાં એમ જણાય છે કે ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ માટે અને ધર્મનીતિના સિદ્ધાંતોના જનસમાજમાં પ્રસાર માટે જૈન કવિવરએ અસાધારણ શ્રમ લઈ બી જાઓ માટે અનુકરણીય દૃષ્ટાંત મૂક્યું છે. આ પ્રકારનું જે જૈન સાહિત્ય હજી પણ અપ્રકટ અવસ્થામાં પ્રમાદ અને ઉધઇને લઈને નાશ પામે છે તેને જલદી બહાર લાવવું જોઈએ. અત્યારના બ્રીટીશ રાજ્યમાં તે સંરક્ષિત હોવાથી તેને પ્રકટ કરવાનું કાર્ય જૈનદર્શનના શ્રીમાને જલદી મુખ્યત્વે હાથ ધરશે અને ગુજરાતી સાહિત્યમાં પિતાને ફાળો આપી તેમાં અભિવૃદ્ધિ કરશે એમ અમે નમ્ર ભાવે સુચવીએ છીએ. ઉપર જણાવેલ રાસાએ ધર્મસ્થાનમાં આજે પણ માસામાં નિવૃત્તિના દિવસોમાં તેમ જ કેટલેક સ્થળે ઉનાળાના લાંબા દિવસોમાં પણ બેપરના વખતે ધર્મગુરુઓ અને જાણકાર ગૃહસ્થો વાંચે છે ને અનેક શ્રેતાઓ શ્રવણ કરે છે. જેનશા-આગમે વાંચવા વિચારવા કે સમજવાનું સામાન્ય જીવો માટે મુશ્કેલ હોવાથી સર્વના લાભ માટે ધર્મ-નીતિનું સરલ રીતે શિક્ષણ આપનારા આવા રાસો દેશભાષામાં રચનારા માહપુએ છેલ્લાં ચારસે પાંચસેં વર્ષને ભૂતકાળ તપાસતાં જનસમૂહ ઉપર મહદ્ ઉપકાર કર્યો છે એમ સહજ કબુલ કરવું પડે છે. ગુર્જરી ભાષાના પ્રદેશમાં જૈન કવિઓ સારી રીતે દીપી નીકળ્યા છે. આવા રાસમાં આવેલી તેમની કવિતાઓએ અનેક રંગ દેખાડ્યા છે. અનેક દાખલા, દષ્ટાંત, ઉપનયે આપી દાન, શીલ, તપ, ભાવના, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, સર્વ જીવ પ્રત્યે મૈત્રી, કરુણું, પ્રમેદ અને માધ્યસ્થપણું વગેરે બાબતોનો મહિમા બતાવવા જૈન કવિશ્રીઓએ સાચે શ્રમ લીધે છેઅમુક દેવનું, અમુક ધામનું કે અમુક અવતારનું જ વર્ણન માત્ર લઈ તે માટે રાસો બનાવ્યા છે એમ નથી, પરંતુ ધર્મનીતિના સિદ્ધાંતો તરફ જ જનસમૂહને વાળી શકાય તેવાં પાત્રો આગમ-મૂળ સૂત્રોમાંથી પસંદ કરી તેમનાં વર્ણને બનાવવાનો પ્રયન આ રાસોમાં કરવામાં આવ્યો છે. ગૌતમ સ્વામીજીને રાસ કે જે તે જ વ્યક્તિ માટે લખાયેલ છે તેવા દાખલાઓ જુજ છે. કેઈ પણ મહાશયે જૈન ગુજરાતી સાહિત્યને અત્યાર સુધી પુરતો ઇન્સાફ આપ્યો નથી તેથી તે તરફ જનસમાજનું લક્ષ જોઈએ તેવું ખેંચાયું નથી. જૈન કવિતાઓ ગુજરાતી ભાષા ગુજરાતમાં જન્મ પામ્યાનું બતાવી Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાઓ ૧૦૭ આપે છે. તે ભાષાની કવિતામાં સવિ, નયરી વગેરે જુની ગુજરાતી ભાષાના શબ્દોને ઉપયોગ થયેલો હોવાથી ગુજરાતી ભાષાના સાહિત્યમાંથી તેને ગૌણ કરવાનું કોઈ પણ રીતે વ્યાજબી નથી. જો કે આપણું આ ગુજરાતી સાહિત્ય પરિષદનું લક્ષ તેના ઉપર કેટલાક વખતથી ગયેલ હોવાથી જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં પણ મહેર ફાળો આપ્યો છે એમ હવે કેટલાક સાહિત્યપ્રેમી સાક્ષર બંધુઓને જણાયું છે તે ખુશી થવા જેવું છે. હાલમાં માત્ર ગુજરાતી પાંચ ઘેરણ ભણી ઇગ્રેજી સ્કુલો અને આગળ કોલેજમાં દાખલ થઇ અનેક ઉપાધિ મેળવનાર કેટલાક ગુજરાતી બંધુઓ કહે છે કે હાલના વિદ્વાનોની સંસ્કૃતમય ગુજરાતી ભાષા અમારાથી સમજાતી નથી, તેટલા ઉપરથી તેવા વિદ્વાની તેવી કૃતિઓથી દૂર રહેવાય નહીં, તે પછી જેનોની ગુજરાતી ભાષાને પણ ગુજરાતી ભાષાસાહિત્યનું અંગ ન કહેવું એમ બને જ નહીં. પ્રથમથી જ જૈન સાહિત્ય તરફ બેદરકારી બતાવવામાં આવી ન હોત, તો ગુજરાતી સાહિત્યને પરિપુષ્ટ થવાની સારી જોગવાઈ ક્યારનીએ મળી ગઈ હેત, જો કે આમાં કેટલેક અંશે જેને કેમ પણ પિતાના તેવા પ્રમાદ માટે ઠપકાપાત્ર છે. કેટલાક વિદ્વાન કહે છે કે જન ગધ, પદ્ય સાહિત્ય તે માત્ર તેમના ધર્મને લગતું હેવાથી ભાષાના અભ્યાસીઓનું લક્ષ તેના તરફ ખેંચાયું નથી. અમો તે ના કહીએ છીએ, અને સાથે નમ્રતાપૂર્વક પુછવા માગીયે છીયે કે શું નરસિંહ મહેતાની કે શું પ્રેમાનંદની કે શું દયારામભાઈ કે ભાલણ કવિની કે બીજા કોઈ ગુજરાતી કવિની કવિતાઓ ધર્મ સિવાય બીજા વિષયની છે ? એક સામળભટ્ટ સિવાય બીજા જુના કવિઓની કવિતા પિતાના ધર્મને લગતી જ છે. પોતપોતાના અનેક ધર્મને લગતી કવિતાઓને ગુજરાતી ભાષાના સાહિત્યમાં સ્થાન મળે તે પછી જૈન કવિઓની કવિતાઓને પણ ગુજરાતી ભાષા સાહિત્યમાં સ્થાન મળવું જ જોઈએ. ઘણું ખરું સંસ્કૃત કવિઓનું અનુકરણ કરી અસલના ગુજરાતી કવિએ પોતાની કવિતાઓ રચી ગયા છે અને તેમાં ઘણો ભાગ ધર્મ સંબંધી છે. આપણા ભારતવર્ષમાં ધર્મભાવનું, આત્મવાદનું પ્રાબલ્ય હોવાથી જેઓ ધર્મ સંબંધી કવિતા લખે છે, તે જ કવિતા, કથા કે રાસ આ દેશની પ્રજાને પછી તે પોતે ગમે તે ધર્મ માનતી હોય તેને પ્રિય તથા પૂજ્ય થઈ પડે છે અને તેઓ પરંપરાએ અમર થાય છે. જેથી આટલી હકીકત સ્પષ્ટ સમજાશે કે ધર્મ વિષયે લખાયેલી કવિતાઓ-રાસાએ પણ ગુજરાતી સાહિત્યમાંથી બાતલ કરી શકાય નહિ કારણ તે પણ ગુજરાતી સાહિત્યમાં અમુક સ્થાન ભેગવે છે અને ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિના અંગો પૈકીનું એક મુખ્ય અંગ છે.