Book Title: Jain Rasao
Author(s): Vallabhdas T Gandhi
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ જૈન રામાઓ ૧૦૭ આપે છે. તે ભાષાની કવિતામાં સવિ, નયરી વગેરે જુની ગુજરાતી ભાષાના શબ્દોને ઉપયોગ થયેલો હોવાથી ગુજરાતી ભાષાના સાહિત્યમાંથી તેને ગૌણ કરવાનું કોઈ પણ રીતે વ્યાજબી નથી. જો કે આપણું આ ગુજરાતી સાહિત્ય પરિષદનું લક્ષ તેના ઉપર કેટલાક વખતથી ગયેલ હોવાથી જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં પણ મહેર ફાળો આપ્યો છે એમ હવે કેટલાક સાહિત્યપ્રેમી સાક્ષર બંધુઓને જણાયું છે તે ખુશી થવા જેવું છે. હાલમાં માત્ર ગુજરાતી પાંચ ઘેરણ ભણી ઇગ્રેજી સ્કુલો અને આગળ કોલેજમાં દાખલ થઇ અનેક ઉપાધિ મેળવનાર કેટલાક ગુજરાતી બંધુઓ કહે છે કે હાલના વિદ્વાનોની સંસ્કૃતમય ગુજરાતી ભાષા અમારાથી સમજાતી નથી, તેટલા ઉપરથી તેવા વિદ્વાની તેવી કૃતિઓથી દૂર રહેવાય નહીં, તે પછી જેનોની ગુજરાતી ભાષાને પણ ગુજરાતી ભાષાસાહિત્યનું અંગ ન કહેવું એમ બને જ નહીં. પ્રથમથી જ જૈન સાહિત્ય તરફ બેદરકારી બતાવવામાં આવી ન હોત, તો ગુજરાતી સાહિત્યને પરિપુષ્ટ થવાની સારી જોગવાઈ ક્યારનીએ મળી ગઈ હેત, જો કે આમાં કેટલેક અંશે જેને કેમ પણ પિતાના તેવા પ્રમાદ માટે ઠપકાપાત્ર છે. કેટલાક વિદ્વાન કહે છે કે જન ગધ, પદ્ય સાહિત્ય તે માત્ર તેમના ધર્મને લગતું હેવાથી ભાષાના અભ્યાસીઓનું લક્ષ તેના તરફ ખેંચાયું નથી. અમો તે ના કહીએ છીએ, અને સાથે નમ્રતાપૂર્વક પુછવા માગીયે છીયે કે શું નરસિંહ મહેતાની કે શું પ્રેમાનંદની કે શું દયારામભાઈ કે ભાલણ કવિની કે બીજા કોઈ ગુજરાતી કવિની કવિતાઓ ધર્મ સિવાય બીજા વિષયની છે ? એક સામળભટ્ટ સિવાય બીજા જુના કવિઓની કવિતા પિતાના ધર્મને લગતી જ છે. પોતપોતાના અનેક ધર્મને લગતી કવિતાઓને ગુજરાતી ભાષાના સાહિત્યમાં સ્થાન મળે તે પછી જૈન કવિઓની કવિતાઓને પણ ગુજરાતી ભાષા સાહિત્યમાં સ્થાન મળવું જ જોઈએ. ઘણું ખરું સંસ્કૃત કવિઓનું અનુકરણ કરી અસલના ગુજરાતી કવિએ પોતાની કવિતાઓ રચી ગયા છે અને તેમાં ઘણો ભાગ ધર્મ સંબંધી છે. આપણા ભારતવર્ષમાં ધર્મભાવનું, આત્મવાદનું પ્રાબલ્ય હોવાથી જેઓ ધર્મ સંબંધી કવિતા લખે છે, તે જ કવિતા, કથા કે રાસ આ દેશની પ્રજાને પછી તે પોતે ગમે તે ધર્મ માનતી હોય તેને પ્રિય તથા પૂજ્ય થઈ પડે છે અને તેઓ પરંપરાએ અમર થાય છે. જેથી આટલી હકીકત સ્પષ્ટ સમજાશે કે ધર્મ વિષયે લખાયેલી કવિતાઓ-રાસાએ પણ ગુજરાતી સાહિત્યમાંથી બાતલ કરી શકાય નહિ કારણ તે પણ ગુજરાતી સાહિત્યમાં અમુક સ્થાન ભેગવે છે અને ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિના અંગો પૈકીનું એક મુખ્ય અંગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7