Book Title: Jain Rasao
Author(s): Vallabhdas T Gandhi
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૧૦૩ જૈન રાસાએ ૮ જૈન રાસાઓ. (લેખક:-રા. ૨. ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ.) અનેક જૈન કવિઓએ અનેક રાસો લખેલા છે. કવિતામાં લખાયેલા અનેક મહાપુરુષોનાં ચરિત્રના કથા રૂ૫ ગ્રંથને મુખ્યત્વે રાસ એવું નામ આપવામાં આવે છે. આવા રામાં નીતિ અને ધર્મની જુદી જુદી વાતો સમજાવવા માટે ઉન્નત આત્માઓનાં જીવનચરિત્રો આપવામાં આવેલ હોય છે. વૈષ્ણવ ધર્મમાં પણ કેટલાક રાસે તે ધર્મના મહાપુરુષોએ રચ્યા છે. જેના કવિના બનાવેલા રાસોમાં જુદે જુદે સ્થળે દષ્ટિ કરતાં તેમાં નવરયુક્ત વર્ણન આવે છે. જૈન શાસે કેટલેક સ્થળે તો રસ અને અલંકારથી છલકાઈ જાય છે, તેટલું જ નહીં પરંતુ રસના આલંબન, ઉદ્દીપન, વગેરે વિભાવોને જ્યાં જે ઘટે તે ઉપયોગ કરી એ વર્ણન વાંચવામાં આહલાદ થાય તેવાં રસભરિત કર્યા છે તેથી જ આવી કૃતિને જૈન કવિઓએ રાસ એવું નામ આપેલ ઉચિત છે. કાવ્યનો આત્મા રસ છે, જેથી રસિક કાવ્યને રાસ એ નામ યોગ્ય રીતે અપાયેલ છે. આવા રાસમાંથી જેમ કેટલેક અંશે જૈન ઇતિહાસ દેખાય છે તેમ જુની ગુજરાતી ભાષા તે સમયે કેવી હતી તેનું પણ ભાન થાય છે. વળી સાહિત્ય શબ્દને ખરે અર્થ આપતી વેળા એક સંસ્કૃત કેષમાં દાખલા તરીકે “રસાલંકારાદિ” એવું લખેલ જાણવામાં આવેલ છે, તો તે અર્થ લક્ષમાં રાખવાથી સ્પષ્ટ જણાશે કે, જૈન કવિતાઓને ગુજરાતી ભાષાનું સાહિત્ય કહેવું એ આવશ્યક છે કારણું સાહિત્યને ખરો અર્થ તેમાં સાર્થક થાય છે. જૈન રાસોની કવિતા હાલના કવિઓની પેઠે વૃત્ત કે છંદમાં લખવામાં આવેલ નથી, પરંતુ અમુક રાગ, મેળ અને તાલ સહિત ગવાય અને તેમાં કોઈ રાગ રાગિણીની છાયા આવે એવી દેશીઓ ઢાળ, ગરબીઓ, વગેરેમાં રચાયેલ છે. કવિ શ્રી પ્રેમાનંદે જેમ કડવાં અને શ્રીયુત દયારામભાઈએ મીઠાં એમ પિતાને કવિતાના ગ્રંથમાં લખ્યું છે તેમ જૈન કવિઓએ દેશીઓનું નામ આપી ઉપર ઢાળ પહેલી ઢાળ બીજી એમ લખેલ છે. અને કવિ પ્રેમાનંદની કવિતામાં જેમ વલણ આવે છે તેમ જૈન કવિ રચિત રાસાઓમાં ઢાળની પૂવે દૂહા-દેહરા કે સોરઠી દેહરા આપેલ હોય છે. જૈન વિરચિત રાસાઓમાં પ્રથમ મંગળાચરણમાં જિનેન્દ્રપ્રભુ–દેવની સ્તુતિ, પછી પિતાના ગુરુ અને સરસ્વતી દેવની સ્તુતિ કરેલી હોય છે, ત્યાર બાદ કયા પુરુષ માટે અને ધર્મના કયા સ્વરૂપ ઉપર રાસ લખે છે તે જણાવવામાં આવે છે. દરેક રાસમાં છેવટે પ્રશસ્તિ-રચનાર મહા પુરુષનું નામ, રચવાને સમય, સ્થળ (ગામ, સંવત, માસ વાર વગેરે) તેમજ પોતાના ગુરુની પરંપરા-પેઢીનામું આપવામાં આવતું હોવાથી તે ઐતિહાસિક સાહિત્યનું અંગ પણ બને છે અને તેથી તેને સહાયરૂપ છે. મુસલમાની રાજ્યના આરંભને કાળ ગુજરાતમાં અંધાધુંધીને અને ત્રાસનો તેમજ કેટલેક અંશે હિંદુ મંદિરો, અને સાહિત્યના વિધ્વંસને હતે. આવા જલમવાળા કાળરાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7