Book Title: Jain Rasao
Author(s): Vallabhdas T Gandhi
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૦૪ જૈન વિભાગ કે સંસ્કૃત ભાગધિ-પ્રાકૃતાદિ ભાષાઓને અભ્યાસ કરી ઉંચું તત્ત્વજ્ઞાન મેળવે એવી યોજના કે શાંતિ તે વખતે નહતી, પરંતુ દરેક ધર્મ પુસ્તકના ભંડારનું રક્ષણ કરવું મુશ્કેલ થઈ પડતું હોવાના કારણે તે ભંડારે માંહેના પુસ્તકોને વિનાશ થવાના ભયે સંતાડી મુકવામાં આવતાં હતાં. તેવા સંગમાં તેમજ પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના અજ્ઞ માટે–સામાન્ય મનુષ્યો માટે, તે વખતના લોકેની અભિરુચિ ઉપર લક્ષ આપી આવા રસો રચવામાં આવેલ છે. આવા ત્રાસના વખતમાં પણ જૈન મહાત્માઓ, ધર્મગુરુઓ જાગ્રત હતા. આવા રાસની રચના જૈન ધર્મના આગમ-સૂત્રો ઉપરથી જ લીધેલી છે તે નિઃસંદેહ વાત છે. સામાન્ય મનુષ્ય પ્રાકૃત સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવી ધર્મબોધ લઈ શકે એમ ન હોવાથી તે કાળમાં ચાલતી સરલ-ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે તેવા મનુષ્યો ધર્મબેધ પામી શકે, સરલતાથી સમજી શકે એવી સ્વ–પરહિત બુદ્ધિથી સંસારથી ત્યાગી થયેલા, સંયમી મહાન પુરુષોએ આગમ-સૂત્રો-સંસ્કૃત કાવ્યોમાંની આખ્યાયિકાઓને રાસરૂપે દેશી ભાષામાં ઉતારી રચના કરી. મુંબઈ યુનિવરસીટિની એમ. એ. ની પરીક્ષામાં ગુજરાતી ભાષા લઈને પાસ થનારને પંડિત વર્ય શ્રી નેમવિજયજી રચિત જે શીલવતીને રાસ વાંચવો પડે છે તે રાસ વડોદરા તરફથી પ્રાચીન કાવ્યમાળાના અંકમાં વિવેચન સહિત પ્રકટ થયેલ છે, તેમાં રા. બા. શ્રીયુત હરગોવિંદદાસ કાંટાવાળાએ જણાવેલ છે કે “રાસાને સામાન્ય અર્થ કહાણી થાય છે. તે ઉપરથી આવા કથાના ગ્રંથોને રાસ કહેવાને પરિચય પડ્યો હશે. રાસામાં કથેલી કથાઓ કવિ કલ્પિત હશે કે મૂળ તેમાં કાંઈ સત્ય હેઈ કવિની કલ્પનાએ વધારો કર્યો હશે તે વિશે અહીં વિવેચન કરતા નથી, પરંતુ આ કથાએ ઘણી રસભારત અને મનોરંજક હેય છે એમાં તો સંશય નથી. અમારા જોવામાં જે જે રાસાઓ આવ્યા છે તે સઘળામાં એક વાત અમે સામાન્ય રીતે જોઈ છે કે, તે બધામાં અદભુત વાર્તા સર્વોપરી હોય છે. શ્રેતાના મનને ચમત્કાર ઉત્પન કરવા માટે કવિઓએ તે કાળમાં લોકશ્રદ્ધાને અનુસરીને એવાં અભુત કથન તેમાં દાખલ કર્યો હશે એમ સમજાય છે. મંત્રસિદ્ધિ, સુવર્ણ સિદ્ધિ રત્નાદિકના ચમત્કારી ગુણે, ભુત પ્રેતાદિની અદ્ભુત ક્રિયાઓ, આકાશગમન, વૃક્ષાદિનું એક ઠામથી બીજે ઠામ ઉડી જવું ઇત્યાદિ અનેક કથાઓ એવા રાસાઓમાં વર્ણવેલી હોય છે......ધર્મ અને સુનીતિને કે ગાઢ સંબંધ છે તે જૈન કવિઓના લખાયેલા રાસાઓ ઉપરથી સ્પષ્ટ માલમ પડી આવે છે.” ઉપર પ્રમાણે રા. બા. શ્રીયુત કાંટાવાળાએ જૈન રાસોના સંબંધમાં તેમાંની કથા. રસભરિત અને મનોરંજક હોય છે એમ જે કહ્યું છે તે અમારા અભિપ્રાયને મળતું છે. પરંતુ તે કલ્પિત છે કે કાંઈ સત્યતાવાળી છે તેમાં તેઓશ્રી શંકાશીલ અથવા તે સત્ય છે જ એમ જે શ્રદ્ધાપૂર્વક માનતા નથી તે સંબંધમાં અમારે જણાવવું અસ્થાને નથી કે જેમ મીમાંસક દર્શનના મુખ્ય શાસ્ત્ર ઈશ્વરપ્રણિત હોઈ તે કે તેમાં આવેલ કથાઓ સત્ય જ હોઈ શકે, તેમ જૈન ધર્મનાં મૂળ સૂત્રે આગમો કે જે તેમના ઈશ્વરણિતતર્થંકર ભગવાને પ્રરૂપેલા છે તેમાં આવેલ વિષયો કે ક્યા સત્ય જ હોઈ શકે, તેથી અમે ઉપર જણાવેલ છે તેમ આ જૈન રાસો તે આગમાંથી ઉદ્ધરેલ હોવાથી તે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7