Book Title: Jain Nyayano Kramik Vikas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૨૮૦ ] દર્શન અને ચિંતન આચાની પેઠે પોતાની આગમસિદ્ધ ભાષા ઉપરાંત સંસ્કૃત ભાષામાં થે રચવા લાગ્યા. આ પહેલાં જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સ્થાન નહોતું એમ માનવાને કાઈ ખાસ પ્રમાણ નથી. પણ એટલું ખરું કે આ સંસ્કૃત યુગ પહેલાં જેન સાહિત્યમાં પ્રાકૃત ભાષાનું સામ્રાજ્ય હતું. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને અને તર્ક પદ્ધતિને પ્રથમ પ્રતિષ્ઠિત કરનાર શ્વેતાંબર આચાર્ય કે દિગંબર આચાર્ય ?-એ કહેવું કઠણ છે. પણ એમ કહી શકાય છે કે, બને સંપ્રદાયના આ પરિવર્તન વચ્ચે વધારે અંતર ન હોવું જોઈએ. જેને ન્યાયનું કાળમાન અને વિકાસની દષ્ટિએ તેના ચાર ભાગ - શાસ્ત્ર પ્રદેશમાં વિચારક્રાંતિ તથા ભાષા અને શૈલીભેદ થવાને પરિણામે જંન સાહિત્યમાં રવતંત્ર ન્યાયપદ્ધતિ જન્મી. તેથી પ્રથમ એ જોવું જોઈએ કે આ જૈન ન્યાયનું વથ-કાળમાન કેટલું છે અને તેના વિકાસક્રમને સમજવા માટે તેને કેટલા ભાગમાં વહેંચી શકીએ. જૈન ન્યાયના જન્મસમયની પૂર્વસીમાં વધારેમાં વધારે વિક્રમના પહેલા સૈકાથી આગળ લંબાવી શકાતી નથી. અને તેના વિકાસની ઉત્તર સીમા વિક્રમના અઢારમા સૈકાથી આગળ આવતી નથી. આ રીતે વધારેમાં વધારે જૈન ન્યાયનું કાળમાન અઢારસો વરસ જેટલું આંકી શકાય. પણ ઉત્તર સીમા નિશ્ચિત છતાં વિવાદાસ્પદ પૂર્વ સીમાને ઓછામાં ઓછી પાંચમી શતાબ્દીથી શરૂ કરીએ તેય તેનું કાળમાન તેરસો વરસ જેટલું તે છે જ. * જૈન ન્યાયના વિકાસની ક્રમિક પાયરીઓના ભેદ સમજવા ખાતર તે કાળમાનને સ્થૂળ રીતે ચાર ભાગમાં વહેંચી શકાય છે. પહેલે ભાગ વિક્રમના પાંચમા સૈકા સુધીને, બીજે છઠ્ઠા સૈકાથી દશમા સુધીને, ત્રીજો ભાગ અગિયારથી તેરમા સુધી અને ચોથે ચૌદમાથી અઢારમા સુધી. આ ચાર ભાગને અનુક્રમે બીજારોપણુકાળ, પલ્લવિતકાળ, પુસ્તિકાળ અને ફળકાળના નામે ઓળખીએ તો જૈન ન્યાયના વિકાસને વૃક્ષના રૂપથી સમજી શકીએ. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાની પ્રતિષ્ઠા થતાં જ શરૂઆતમાં કયા વિષે ઉપર ગ્રંથો લખાયા એ વિચાર પ્રસ્તુત નથી, પણ જૈન સાહિત્યમાં ન્યાયને સૂત્રપાત કોણે અને ક્યારે કર્યો એટલું જ અહીં કહેવાનું છે. દિગંબર સાહિત્યમાં તપદ્ધતિની સ્પષ્ટ પ્રતિષ્ઠા આચાર્ય સમંતભદ્ર અને તાંબર સાહિત્યમાં તર્ક પદ્ધતિની બલવતી પ્રતિષ્ઠા આચાર્ય સિદ્ધસેન દિવાકરે કરી. આ બન્ને આચાર્યમાં કેણ પૂર્વવર્તિ અને કણ પશ્ચાત્વર્તિ એ હજી નિર્ણત થયું નથી; પણ એ બે વચ્ચે વિશેષ અંતર ન હોવું જોઈએ, એવી સંભાવના માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13