Book Title: Jain Nyayano Kramik Vikas Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ જૈન ન્યાયના ક્રમિક વિકાસ [ ૧૮૧ પ્રમાણો છે. આ એ આચાર્યોની ઉત્તર સીમા ઈ. સ. પાંચમા સૈકાથી આગળ લખાવી શકાય તેમ નથી અને પૂર્વ સીમા લગભગ ઈ. સ. ના આરંભ પહેલાં નિર્દિષ્ટ કરી શકાય તેમ નથી. સિદ્ધસેન અને સમન્તભદ્ર એ બન્નેની કૃતિઓ સંપ્રદાયે। જુદા હોવા છતાં એ બન્નેનું એક એવું પરંપરાગત સામ્ય છે કે જે તરફ ધ્યાન ગયા વગર રહેતુ નથી. દિગમ્બર સંપ્રદાયમાં ગજ્હસ્તિના નામથી સમતભદ્ર પ્રસિદ્ધ છે, અને તત્ત્વાર્થે ઉપરની ગંધહસ્તિમહાભાષ્ય ટીકા તેની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે અને ઉપલબ્ધ આપ્તમીમાંસા તે જ મહાભાષ્યનું મંગલ મનાય છે. શ્વેતાંબર સપ્રદાયમાં સિદ્ધસેન દિવાકર ગધહસ્તિ કહેવાય છે અને તત્ત્વાર્થં ઉપર તેઓએ ગંધહસ્તિમહાભાષ્ય રચ્યું હતુ એમ મનાય છે, બન્ને સંપ્રદાયની આ માન્યતાએ નિરાધાર નથી, કારણ કે અને સંપ્રદાયના ઘણા ગ્રંથેામાં તે બાબતના સૂચક ઉલ્લેખો મળી આવે છે. આ મે આચાર્યાંની વિશેષતા થાડામાં આ પ્રમાણે બતાવી શકાય. સંમતભદ્ર પેાતાના દરેક ગ્રન્થામાં જૈન દર્શન, તેના પ્રણેતા અર્જુન અને તેના સિદ્ધાંત અનેકાંત એટલાં તત્ત્વાની તક પદ્ધતિએ એસ્થિની પ્રવાહબદ્દ સંસ્કૃત ભાષામાં સમ ચર્ચા કરે છે; અને સાથે સાથે અન્ય દશના, તેના પ્રણેતાએ અને એકાંતને સાપહાસ પ્રતિવાદ કરે છે. તેમની ઉપલબ્ધ કૃતિએ જોતાં એમ જણાય છે કે, સમતભદ્ર તર્ક સિદ્ધ દાર્શનિક મીમાંસા કરવામાં સિદ્ધહસ્ત હતા. સિદ્ધસેન દિવાકરે પણ જૈન દર્શન, તેના પ્રણેતા તીર્થંકર અને સ્વાાદ એ વિષયેની તાર્કિક પદ્ધતિએ પ્રતિષ્ઠા કરવા સાથે અન્ય દાને સરિહાસ નિરાસ કર્યો છે. તેની મધુર અને પ્રાસાદિક રવતસિદ્ધ સંસ્કૃત ભાષાના પદ્યપ્રવાહ જોઈ આચાય હેમચંદ્રે તેને *વિશ્રેષ્ઠ જણાવવા અનુસિલેન દ્રવ્ય ” એ ઉદાહરણ ટાંકયુ છે. સિદ્ધસેને જૈન ન્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ બાંધી તેનો સક્ષેપમાં અભ્યાસ કરવા ઇચ્છનાર માટે ન્યાયાવતાર નામના એક નાનકડી પદ્યમય ગ્રંથ રચ્યો છે, જેની મર્યાદાને આજ સુધીના સમગ્ર પ્રસિદ્ધ શ્વેતાંબર-દિગંબર વિદ્વાને અનુસર્યાં છે. તે સિવાય તત્કાલીન સમગ્ર ભારતીય દર્શનને સંક્ષેપમાં પણ મૌલિક અભ્યાસ કરવા ઈચ્છનાર માટે તે છે દર્શનનું યથાર્થ સ્વરૂપ બતાવનારા પદ્યમય ગ્રંથા રચ્યા છે અને એ રીતે આચાય હરિભદ્રને બદનસમુચ્ચય રચવાની અને માધવાચાર્ય તે સદનસંગ્રહ રચવાની કલ્પનાના ખારાક પૂરો પાડયો છે. Jain Education International << For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13