Book Title: Jain Nyayano Kramik Vikas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ જેતન્યાયને ક્રમિક વિકાસ [ ૧૦૮૩ છતાં પુષ્પ એ પલ્લવની ઉત્તર અવસ્થા હોઈ તેમાં એક જાતને વિશિષ્ટ પરિપાક હોય છે. બીજા યુગમાં જૈન ન્યાયને જે વિસ્તાર અને સ્પષ્ટીકરણ થયાં તેને પરિણામે ત્રીજો યુગ જ . આ યુગમાં અને આ પછી ચોથા યુગમાં દિગંબર આચાર્યોએ ન્યાય વિષેક કેટલાક ગ્રંથ રચ્યા છે, પણ હજુ સુધી મારી નજરે એવો એક ગ્રંથ નથી પડ્યો કે જેને લીધે જૈન ન્યાયના વિકાસમાં તેને સ્થાન આપી શકાય. ત્રીજી યુગના શ્વેતાંબર સંપ્રદાયમાં વાદી દેવસૂરિ અને હેમચન્દ્ર એ બેનું મુખ્ય સ્થાન છે. એ ખરું કે આયાર્ય હેમચંદ્રની પરિચિત કૃતિઓમાં જૈન ન્યાય વિષયક બહુ કૃતિઓ નથી, તેમ પરિમાણમાં મોટી પણ નથી. છતાં તેની બે બત્રીશીઓ અને પ્રમાણુમીમાંસા જેનારને પિતાની વિશિષ્ટતા ધ્યાનમાં આવ્યા સિવાય નહીં રહે અને એમ આપોઆપ જણાશે કે મોટા મોટા અને લાંબા લાંબા થથી કંટાળેલ અભ્યાસીઓ માટે સંક્ષેપમાં છતાં વિશેષતાવાળી રચનાઓ તેઓએ કરી અને કૂલનું સૌરભ તેમાં આપ્યું. વાદી દેવસૂરિ કાંઈ કંટાળે તેવા ન હતા. તેઓએ તે રત્નાકરની સ્પર્ધા કરે એ એક સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ રએ અને કેઈ અભ્યાસીને જૈન ન્યાય માટે તેમ જ દાર્શનિક ખંડનમંડન માટે બીજે ક્યાંય ન જવાની સગવડ કરી દીધી. ચોથે ફળકાળ આ યુગમાં જે સાહિત્ય રચાયું તે ફળરૂપ છે. ફળમાં બીજથી ફૂલ સુધીના ઉત્તરોત્તર પરિપાકને સાર આવી જાય છે. તેવી રીતે આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં થયેલે પરિપાક એકસાથે આવી જાય છે. આ યુગમાં જે જૈન સાહિત્ય રચાયું છે, તે જ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું છે, કારણ કે, ત્યાર બાદ તેમાં કોઈએ જરાયે ઉમેરે કર્યો નથી. મલ્લીષણની યાદમંજરી બાદ કરીને આ યુગના ફલાયમાન ન્યાય વિષયક ઉચ્ચ સાહિત્ય તરફ નજર કરીએ તે જણાશે કે તે અનેક વ્યક્તિઓના હાથે લખાયું નથી. તેના લેખક ફક્ત એક જ છે અને તે સત્તરમી-અઢારમાં સૈકામાં થયેલા, લગભગ સે શરદો સુધી મુખ્યપણે શાસ્ત્રોમ સિદ્ધ કરનાર સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને મારવાડી એ ચારે ભાષાઓમાં વિવિધ વિષયની ચર્ચા કરનાર ઉપાધ્યાય યશોવિજયજી છે. ઉપાધ્યાયજીના જૈન તત્વજ્ઞાન, આચાર, અલંકાર, છંદ વગેરે અન્ય વિષયના ગ્રંથોને બાદ કરી માત્ર જૈન ન્યાય વિષયક ગ્રંથો ઉપર નજર નાખીએ તો એમ કહેવું પડે છે કે, સિદ્ધસેન ને સમંતભથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13