Book Title: Jain Nyayano Kramik Vikas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૦૭૮ ] દર્શન અને ચિંતન પ્રસ્થાન વેદને પ્રમાણ માની તેને અનુકૂળ ચાલવામાં છે. બૌદ્ધે ન્યાયનું પ્રસ્થાન વેદ કે અન્ય આગમ પ્રમાણને આશ્રિત ન રહીં પ્રધાનપણે અનુભવને આધારે ચાલવામાં છે. જૈન ન્યાયનું પ્રસ્થાન વેદના પ્રામાણ્યને સ્વીકાર ન કર્યો છતાં પણ શબ્દનું પ્રામાણ્ય સ્વીકાર ચાલવામાં છે. તે ઉપરાંત આ ત્રણે મુખ્ય સ'પ્રદાયના ન્યાયની ભિન્નતાનું એક બીજાં પણ બીજ--કારણ છે, અને તે વિષયભેદ, વૈદિક ન્યાય કાઈ પણ તત્ત્વને સિદ્ધ કરતા હોય ત્યારે તે સાધ્ય તત્ત્વોને અમુક એકરૂપે જ સિદ્ધ કરે છે; જેમ કે આત્મા વગેરે તત્ત્વને વ્યાપક અથવા નિત્ય રૂપે જ અને ધટ આદિ પદાર્થોને અનિત્ય રૂપે જ, બૌદ્ધ ન્યાય આંતર કે બાહ્ય સમગ્ર તત્ત્વોને એક રૂપે જ સિદ્ધ કરે છે, પણ તે એક રૂપ એટલે માત્ર ક્ષણિકત્વ. તેમાં ક્ષણિકત્વના વિરુદ્ધ પક્ષ સ્થાયિત્વને કે નિત્યત્વને બિલકુલ અવકાશ નથી. જૈન ન્યાય એ વૈદિક અને બૌદ્ધ ન્યાયની વચ્ચે રહી પ્રત્યેક સાધ્ય તત્ત્વને માત્ર એક રૂપે સિદ્ધ ન કરતાં અનેક રૂપે સિદ્ધ કરે છે. આ કારણથી જૈન ન્યાય બીજા ન્યાયેા કરતાં જુદે પડે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે જે ન્યાય, જૈનાચાર્યોએ રચેલા હાય, જે કેવળ પૌરુષેય આગમનું પ્રામાણ્ય સ્વીકારી ચાલતા હોય અને કોઈ પણ તત્ત્વનું સાપેક્ષ દૃષ્ટિએ નિરૂપણ કરતા હાય તે જૈન ન્યાય. : એીજાના પ્રભાવથી થયેલ વિચારક્રાંતિ એક સંપ્રદાય અમુક તત્ત્વો ઉપર વધારે ભાર આપતા હોય, ત્યારે જાણે કે અાણે તેને પ્રભાવ ખીજાપાડેાશી સંપ્રદાયા ઉપર અનિવાય રીતે પડે છે. જે જૈન અને બૌદ્ધ સંપ્રદાયની અહિંસાનો પ્રભાવ વૈદિક સંપ્રદાય ઉપર પડવાની વાત માની લેવા તૈયાર થઈ એ તે સત્ય ખાતર એ પણ માની લેવું જોઈએ કે વૈદિક વિદ્વાનાની દાનિક પદ્ધતિની અસર ખીજા બે સંપ્રદાયે! ઉપર પડી છે. જોકે સામાન્ય ન્યાય—સાહિત્યના વિકાસનાં ત્રણે સમ્પ્રદાયોના વિદ્વાનોએ અને આચાર્યોએ રાજેશ આપ્યો છે, છતાં પહેલેથી છેલ્લે સુધીના ન્યાય-સાહિત્યના તથા પાનપાદનને ઇતિહાસ જોતાં ઍવા નિણૅય ઉપર આપેઆપ આવી જવાય છે કે ન્યાયનાં તત્ત્વાની વ્યવસ્થા કરવામાં પ્રધાનસ્થાન વૈદિક વિદ્વાનેનુ છે. એ વિષયમાં તેના પ્રભાવ સ્પષ્ટ છે, અને આ જ કારણથી ક્રમે ક્રમે બૌદ્ધ અને જૈન વિદ્વાને પોતાની આગમમાન્ય પાલિ અને પ્રાકૃત ભાષા છેડી વૈદિક સમ્પ્રદાયમાન્ય સંસ્કૃત ભાષામાં પોતાની પતિએ ન્યાયના ગ્રંથો રચવા ભડી ગયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13