Book Title: Jain Narratna Bhamashah Author(s): Atmanandji Jain Sabha Bhavnagar Publisher: Atmanand Jain Sabha View full book textPage 5
________________ મુકવું, તે કર્તવ્ય ગણું આ જૈન વીરનરનું ચરિત્ર અમારા માનવંતા ગ્રાહકોને આ વખતે અર્પણ કરીએ છીયે. કથાનાયક જેનનરવીર ભામાશાહનો જ્વલંત દેશ પ્રેમ અને શ્રી હીરવિજયસૂરીશ્વરની અહાનીશ ધગતી–જાજ્વલ્યમાન શાસનદાઝ એ બંને આદર્શો સમકાલીન સાથોસાથ ઉભા રહી, દેશ અને ધર્મપ્રેમના પ્રકાશ આપણા જીવનના માર્ગમાં કેવી રીતે રેડી રહ્યા છે, કે જેના વાંચન મનનથી જૈન સમાજની કોઈપણ વ્યકિત પિતાના જીવનમાં તે ઉતારી, અસંખ્ય પુણ્યરાશી એકઠી થયે મળેલ મનુષ્ય જન્મને તે રીતે ધન્ય કરી શકે અને દેશ સેવા અને શાસન સેવાવડે આપણે સમાજ, માતૃભૂમિ અને જૈન ધર્મ ઉન્નતિ પામે તેવા હેતુથી જ આટલે માટે ગ્રંથ અમારા સુજ્ઞ ગ્રાહકોને ભેટ આપી કૃતાર્થ થઈએ છીએ. આ ગ્રંથ સુપ્રસિદ્ધ જૈન પત્રના અધિપતિ રા. ર. શેઠ દેવચંદભાઈ દામજી કુંડલાકર છાપતા હતા. દરમ્યાન અમારા વાંચવામાં આવતાં આ સમાચીત ગ્રંથ આત્માનંદ પ્રકાશ માસિકના ગ્રાહકેને ભેટ આપવાની ઈચ્છા જણાવતાં, તેઓએ ઘણી ખુશી સાથે તેને સ્વીકાર કરી, બને તેટલા ઓછા ચાર્જે તે ગ્રંથ અને સુપ્રત કર્યો જે માટે તેમને આભાર માનવામાં આવે છે. આવા જેન કુલભુષણ નરરત્ન ભામાશાહ જેવા વીરપુરૂષનું ઈતિહાસિક ચરિત્ર આ સભાના ઓનરરી સેક્રેટરી બંધુ હરજીવનદાસ દીપચંદના જાણવામાં આવતાં તેમાં યથાશકિત જેન સાહિત્યના ઉત્તેજના અને જૈન બંધુઓ તે પ્રકારે પણ વાંચન મનનથી કંઈ લાભ મેળવે તે હેતુથી આ ગ્રંથમાં સહાય આપી મળેલી લક્ષમીનું સાર્થક કર્યું છે જે માટે તેઓશ્રીને પણ આભાર માનવામાં આવે છે. આત્માનંદ ભુવન. ) વીર સંવત ૨૪૫૪. આત્મસંવત ૩૩.. પ્રસિદ્ધકત્ત. * ચેષ્ટ શકલ અષ્ટમી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 290