Book Title: Jain Moorti Vidhan
Author(s): Priyabala Shah
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 12
________________ જૈનધમના પરિચય તેમણે દીક્ષા ગ્રહણુ કરી. તે સૌરાષ્ટ્રમાં ગિરનારમાં કાલધર્મ પામ્યા હાવાથી ગિરનાર જૈને માટે મહત્ત્વનું તીર્થ ગણાય છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ છેલ્લા તીથકર મહાવીર સ્વામી પહેલાં આશરે ૨૫૦ વર્ષોં પર થયા હતા. તેમણે પોતાના આયુષ્યના ત્રીસમા વર્ષે સંસારત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી અને લગભગ ૭૦ વર્ષ નિર્વાણ પ્રાપ્ત કરવા માટે ગાળ્યા હતા તેમણે ઉપદેશેલા ધમાં અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એમ ચાર વ્રતાના સમાવેશ થાય છે. ચાવીસમા તીર્થંકર મહાવીરસ્વામી ઐતિહાસિક વિભૂતિ ગણાય છે. તે ભગવાન બુદ્ધના સમકાલીન ગણાય છે. મહાવીરના જન્મ પછી તેમના પિતાની સર્વ પ્રકારની સમૃદ્ધિ વધી તેથી તેમનું નામ વર્ધમાન' પાડવામાં આવ્યું, સંસારના વિકારાથી વમાનની ત્યાગવૃત્તિ વખતાવખત પ્રબળ થતી જતી હતી, વમાને પોતાના આયુષ્યના ત્રીસમા વર્ષે પોતાની સસંપત્તિનું દાન કરી, કેશલેચન કરી, ગૃહત્યાગ કર્યો અને સત્યની શોધ માટે તપ કરવા નીકળી પડયા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મહાવીરે પેાતાના જ્ઞાન અને અનુભવાના લાકકલ્યાણ માટે ઉપયોગ કર્યો. પાતાના ઉપદેશમાં તેમણે અહિંસા, સત્ય, બ્રહ્મચર્યાં, અસ્તેય, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા અને વિવેક ઇત્યાદિ સદ્ગુણો ઉપર ભાર મૂકીને પ્રજાને પ્રેમમય અને નિર્ભય જીવન જીવવાના મંત્ર આપ્યા. સ ધ નું મૂળ ધ્યા છે એમ જણાવી ધર્મક્ષેત્રે તેમણે અહિંસાને એટલી બધી પ્રતિષ્ઠિત કરી કે સમય જતાં તે ભારતીય ધર્માના પ્રાણ બની ગઈ. મહાવીરે ત્રીસેક વર્ષોં સુધી ઉપદેશક તરીકે ખૂબ વિહાર કર્યો અને પેાતાના આયુષ્યના તેરમાં વર્ષે રાજગૃહ પાસે પાવાપુરીમાં ઈ. સ. પૂ. ૫૨૭માં નિર્વાણુ પામ્યા. આમ ૨૪ તીર્થંકરા થયાની જૈનધર્મમાં માન્યતા છે પરંતુ આદ્ય તીર્થંકર ઋષભદેવ, સેાળમા તીથ કર શાંતિનાથ, બાવીસમા તીર્થંકર નેમિનાથ, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ અને ચોવીસમા તી કર મહાવીર સ્વામી—આ પાંચના નામ જૈનશાસ્ત્રમાં વધારે પ્રચલિત છે. ૩. આ સમયે દેશની આર્થિક સ્થિતિ છિન્નભિન્ન થઈ ગઈ હતી. પ્રા ધાર્મિકક્ષેત્રે ક્રાંતિ ઇચ્છતી હતી. આવી કટાકટીની પળેાએ એક બાજુ મહાવીર સ્વામી અને ખીજી માજુ ગૌતમબુદ્દ–એ બને વીરપુરુષાએ તત્કાલીન સમાજની પરિસ્થિતિના સૂક્ષ્મ અભ્યાસ કરીને વેદ પર પરાથી જુદા પાડીને, અહિસાપ્રધાન ધર્મ પ્રવર્તાવીને પ્રજાની ચેતનાને નવા સ્વાંગ સાન્યા અને ધીરે ધીરે બ્રાહ્મણ પરંપરાનો ક્ષય થયા અને સમાજમાં ક્ષત્રિય પરપરાના વિકાસ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 150