Book Title: Jain Moorti Vidhan
Author(s): Priyabala Shah
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 11
________________ જૈનમૂતિ વિધાન તપ વડે પેાતાના અંતરના શત્રુઓને હણીને તેમના ઉપર વિજય મેળવ્યો હોવાથી તેઓ “અંત” ને નામે પણ ઓળખાય છે, આ અહંતા કેવળજ્ઞાન મેળવ્યા પછી તીર્થં” એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના બનેલા ચતુવિધા સંધની સ્થાપના કરે છે તેથી તે તી કર` કહેવાય છે. આથી તીર્થંકર પાતાના ઉપદેશથી આ વિચિત્ર સંસારરૂપી સમુદ્રમાંથી અસંખ્ય જીવાને તારે છે. તેઓ ધર્માંને નવીન સત્ય, નવા પ્રકાશ અને પુનર્જાગૃતિ આપી જંગતનું કલ્યાણ કરે છે. જૈનમત અનુસાર ઋષભદેવથી માંડીને વમાન મહાવીર સુધીના ૨૪ તીર્થંકરો પ્રસિદ્ધ છે. જૈન ધર્મના ફેલાવાને યશ કાઈ એક ઉપદેશના નામે ચડેલા નથી પરંતુ રાગદ્વેષના વિજેતા એવા અનેક જિને!”ના હાથે ફેલાવા થયેલ છે. આ જિનાએ પ્રતિપાદિત કરેલા ધર્મ તે જૈનધમ કહેવાય છે. પહેલા તીર્થંકર ઋષભદેવ કયાં અને કયારે થઈ ગયા તે અ ંગેની અતિહાસિક વિગતા પ્રાપ્ત થતી નથી-પરંતુ તે અત્યંત પ્રાચીન કાળમાં થઈ ગયા તેમ કહેવાય છે. ત્યારે મનુષ્યા જ*ગલી અવસ્થામાં હતાં. તેઓને રાંધતા કે કપડાં બનાવતાં કે વાસણા બનાવતાં આવડતું ન હતું. અર્થાત્ જીવનની ઉપયાગી વસ્તુએ આવડતી ન હતી. લા, વાંચવુ લખવુ પણ જાણતા નહી...–આથી ઋષભદેવે તેને જીવનેપયોગી વિદ્યાઓ શીખવી તેમ મનાય છે તેથી ઋષભદેવ સમાજ સુધારક કે સંસ્કૃતિના આદ્ય ઘડવૈયા કહેવાય છે. વમાનયુગના ઘડવૈયા તરીકે ઋષભદેવને ઓળખવામાં કાંઈ અજુગતુ નથી. ઋષભદેવ પછી ખીા ત્રેવીસ તીર્થંકરા થઇ ગયા, તેમાંના કાઇ પણ વિશે ઐતિહાસિક પ્રમાણ મળતું નથી, જૈન અનુશ્રુતિ અનુસાર ખાવીસમા તીર્થંકર નેમિનાથ યાદવકુળમાં જન્મ્યા હતા અને તેએ કૃષ્ણના પિત્રાઈ ભાઈ થતા હતા. નેમિનાથ વિશે કથા એવી છે કે પેાતાના લગ્નના દિવસે ભાજન માટે અસંખ્ય પહિંસા થવાની હતી. આ જોઇને તેઓ ખુબ દુઃખી થઇ ગયા અને લગ્નને બદલે ૧. તીથંકર એટલે સતી'તે અનેન જેની મદદ વડે સ’સારરૂપી સમુદ્ર તરાય છે તે, શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પોતાના ધર્મવંન પુસ્તકમાં તીર્થંકરના અર્થ આપતાં જણાવે છે કે “તીર્થ એટલે આવારા, આરો, નદી ઉતરવાનું ઠેકાણું-પવિત્ર સ્થાન, જેમાં રહીને આ સંસારરૂપી નદી ઉતરી શકાય છે. જૈન શાસન : શાસ્ત્ર ઃ એ સંસારરૂપી નદી ઉતરવાના આશ અને એ બાંધનારને તી કર કહેવાય છે.” ૨. “જિના”ની વાણીમાં શ્રદ્ધા રાખી અને તેને અનુસરી મન, વચન અને કાચા પર જે કાબૂ મેળવવા પ્રયત્ન કરે છે અને જીવનમાં અહિંસાનું શકય તેટલું પાલન કરે તે સાચા જૈન કહેવાય. જૈન ધર્મોના વ્યવહાર અનેક નામેાથી થાય છે જેમકે નિગ્રંથ, શ્રમધર્મ, અદ્ભુત, અનેકાન્તમા, વીતરાગમાગ, જિનમાગ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 150