Book Title: Jain Moorti Vidhan
Author(s): Priyabala Shah
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 150
________________ પુસ્તક પરિચય જૈનમૂતિવિધાનના પુસ્તકમાં જૈન મૂર્તિઓની એાળખ આપવામાં આવી છે. જૈનમૂતિઓ અને તેમનાં લક્ષણોને સાચા અર્થ માં અભ્યાસ થઈ શકે તે માટે જૈનધર્મનો પરિચય પણ આ પેલો છે. ઉપરાંત જૈનમૂર્તિઓમાં વિશિષ્ટ લક્ષણ લાંછનાની પણ માહિતી આપેલી છે. જે જૈમૂર્તિઓના પરિચય માટે પાયા૩૫ છે. આ ગ્રંથમાં તીર્થકરની મૂર્તિઓ ઉપરાંત યક્ષે કે શાસનદેવતાઓની મૂર્તિ એ, યક્ષિણીઓ, અષ્ટદિફ પાલે, નવગ્રહ, શ્રુતદેવીઓ અને વિદ્યાદેવીઓ તેમજ અન્ય જૈનદેવતાઓનાં લક્ષણેને ખ્યાલ આપવામાં આવ્યા છે. જેમાં હરિઘેગમેષી અથવા નગમેષ, ક્ષેત્રપાલ, ગણેશ, શ્રી અથવા લક્ષમી, શાન્તિદેવી, યોગિણુઓ, મણિભદ્ર, ઘંટાકર્ણ મહાવીર વગેરેનું લક્ષણા સહિત વર્ણન આપવામાં આવ્યું છે. પરિશિષ્ટમાં સિદ્ધચક્ર, તીર્થકરોની ચોવીસીએનાં ક્રમ, નામ અને લાંછનું જણાવવામાં આવ્યાં છે. આ પુસ્તકમાં જરૂરી એવાં કેટલાંક ચિત્રો મૂકીને પુસ્તકની ઉપયોગિતામાં વધારો કર્યો છે. જૈનધર્મ અને તેમાં પણ મુખ્યત્વે મૂતિશાસ્ત્રને અભ્યાસ કરવા ઇરછતા જિજ્ઞ સુઓને તેમજ એમ, એ. ના ભારતીય સંસ્કૃતિના વિદ્યાર્થીઓને આ પુસ્તક લાભદાયી થશે તે નિઃશંક છે. તેથી જ આ પુસ્તકની ઉપયોગિતા વિશેષ જણાય છે. પરામર્શકશ્રીના અભિપ્રાયમાંથી આ વિષય એમ.એ. ના ભારતીય સંસ્કૃતિ વિષયમાં આવે છે, તે વિશે ગુજરાતમાં હજુ કેાઈ ગ્રંથ પ્રકાશિત થયા નથી. આ ગ્રંથ એના અભ્યાસક્રમને ઘણે અંશે આવરી લે છે. આથી એ વહેલી તકે પ્રકાશિત થાય, તે વિદ્યાર્થીઓની જરૂરિયાત સંતોષાશે. જૈનમૂર્તિવિધાન રૂ. 11=0 0

Loading...

Page Navigation
1 ... 148 149 150