Book Title: Jain Katha Sangraha Part 06
Author(s): Kalyanbodhivijay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 5
________________ श्रीजैन कथासंग्रहः બે શબ્દ..... · પ્રસ્તુત ‘જૈન કથા સંગ્રહ’ ભાગ-૬ ના પુન સંપાદનનો મુખ્ય શ્રોત પૂજ્યપાદ વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવજી આ.શ્રી. વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું પ્રેરણાબળ તથા આશીર્વાદ. ચાર અનુયોગ પૈકી કથાનુયોગ એ બધા જ પ્રકારના જીવો માટે તરવાનું એક સરળ ને અમોધ સાધન છે...... પૂર્વ મહાપુરુષોના અદ્ભુત જીવન ચરિત્રના શ્રવણથી પણ પ્રમાદની ભેખડો તુટી પડતા અધ્યાત્મિક માર્ગે ઉત્ક્રાંતિ કરવાનું અનુપમ કૌવત પ્રગટ થાય છે. તે મહાપુરૂષોનું આલંબન ધ્રુવતારાની ગરજ સારે છે. ૨ મ ને ‘હુ પણ ક્યારે એ માર્ગે પ્રયાણ કર્યુ ? તેમના જેવું આદર્શ જીવન હુ પણ કેમ જીવી ન શકું ? પરિષહો ને ઉપસર્ગોની. વણઝાર વચ્ચે તેમના જેવું વીર્ય ને પરાક્રમ હુ પણ કેમ ફોરવી ન શકું ?'' વિ.વિ. વિચારધારા આદર્શ જીવન જીવવાની અંતઃપ્રેરણા અર્પે છે. માટે જ કથાનુયોગની મહત્તા જૈન દર્શનમાં વિશેષ છે. ને તેથી જ દીક્ષિત બનીને કઠોર જીવન જીવનારા ને છઠ્ઠા ગુણસ્થાનકવાળા મહાત્માઓએ સદાચારમય જીવન જીવનારા સુશ્રાવકો ને સંકટોના વમળમાં પણ શીલવ્રતને અખંડીત રાખનાર પતિવ્રતા મહાસતીઓના ચરિત્રો લખ્યા છે. એક્બાજુ કહેવાય છે કે ‘‘ગીહીણો વેયાવડીયું ન કુન્ન' ગ્રહસ્થોની વૈયાવચ્ચ ન કરવી અર્થાત્ તેના સંસર્ગમાં ન આવવું - તેની સાથે સંબંધ ન વધારવો - તેની વૈયાવચ્ચાદિ ન કરવા - ને બીજી બાજુ તેમના જ ચરિત્રો લખવા ? આ જ જૈનશાસનનો અનેકાંતવાદ છે. પ્રસ્તુત કથાસંગ્રહમાં મેં તો કશુ જ કર્યું નથી. આ બધા કથા ગ્રંથો જુદા જુદા ભંડારોમાં છુટાછવાયા હતા. કેટલાક કથાનકોની એકાદ બે પ્રતિઓ માંડ મળે તેવી દુર્લભ હતી. બધી જ પ્રતિઓ લગભગ અપ્રાપ્ય જેવી ને જીર્ણપ્રાયઃ હતી, તેથી તેને પુનઃર્મુદ્રિત श्रीजैन कथासंग्रहः

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 268