Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 8
________________ જિનહિત, વામાં આવી ન હતી તે છતાં, હું છથી મુસાફરીએ ઉપડી ગયો હતો અને જે ગૃહસ્થને મહારો શત્રુ બનાવવામાં આવ્યો હતો હેના જ ઘેર જઇ હેના જ ખર્ચ કૅન્ફરન્સ ભરવાનું આમંત્રણ લઇ હેના હાથે જ કૅન્ફરન્સ ઑફિસ ઉપર તાર કરાવી ગુપચુપ ઘેર ચાલ્યો આવ્યો હતા. પાછળથી કોન્ફરન્સ ઑફિસની અમુક વર્તણુકથી ચમકી તે ગૃહસ્થ સમેલનને મુલતવી રાખવાનું ઠરાવ્યું ત્યારે કૅન્ફરન્સઑફિસના પગારદાર સેક્રેટરી પિતાના વતનમાં ઉપડી ગયા અને મહારે ફરી હૈદ્રાબાદ જઈ બાજી સુધારવી પડી હતી અને સમેલન માટે ઘણુંજ નજીકનું મૂર્તિ નકકી કરાવવું પડયું હતું. તે થઈ રહ્યા પછી તે ગૃહસ્ય ઉપર એસી સેક્રેટરીનો તાર આવ્યો કે હેને માટે અમુક ટેનપર ગાડી મોકલવી.એક પગારદાર નોકર એક વડીલ પ્રત્યે એવી આજ્ઞા કરે તે તેને અસહ્ય લાગવાથી તે ગૃહસ્થ ગાડી કે માણસ કાંઈ મૌકર્યું નહિ, અને હેને-તે શહેરથી અજાણ્યા મુસાફરને લેવા રાત્રીએ હું નેહલ ભાડાની ગાડી કરી સ્ટેશને ગયો હતો અને હેને મહારા ઉતારા પર લઈ જઈ હેના ભોજનને પ્રબંધ મહારે જ કરવો પડયો હતા, તથા મજકુર ગૃહસ્થ સાથે પ્રિતિ પણ મહે જ જોડી આપી હતી. ત્યાર પછી મુંબઈ પાછા ફર્યા બાદ પ્રમુખ મેળવી આપવાની ને ત્રણ અરજન્ટ તારથી અરજ થવાથી હેમણે પસંદ કરેલાં નામે પૈકીના બે ગૃહસ્થને મળી મુશ્કેલીથી હમજાવી નિમણુક કરી જવાબ આપે ત્યહારે તે નિમણુક રદ કરી મહારું અને તે બને સદ્દગૃહસ્થોનું અપમાન કરીને જ નહિ અટકતાં એસી. સેક્રેટરી મુંબઈ આવીને મને કહેવા લાગ્યા કે હેમણે એક એવા ગૃહસ્થને પ્રમુખ નીમ્યા છે કે જહેમણે મને કોન્ફરન્સથી બાતલ કરવાને ઠરાવ એ જ કંન્ફરન્સમાં પસાર કરવાની શરતે એ પદ સ્વીકાર્યું છે એ વખતે ર. મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલ. એલ બી. અને બીજા મિત્રો બેઠા હતા. આ સમાચાર ગમે તેવા શાન્ત મનુ ષ્યમાં પણ વૈરની આગ ઉત્પન્ન કરવાને પુરતા હતા, પરંતુ મહે તે સી. સેક્રેટરીને, તે તે વખતે મહારા ઘરમાં હેવાથી, એક પરાણ કે દેવ તરીકેનું સમાન આપ્યું હતું. મારા મિત્રોએ મહારી આ વર્તણુક માટે મહને નિર્બળ-દુનિયાદારીના અનુભવ વગર–ભેળ” કહી પુષ્કળ ઠપકો આપ્યો હતો, અને તે છતાં હારે હૈદ્રાબાદવાળા, ગૃહસ્થ મહને કૅન્ફરન્સમાં હાજર રહેવા ઉપરાઉપરી બે તાર કર્યા હારે મિત્રોને નાખુશ કરીને તથા નવા જ શરૂ કરેલા ધંધાને છોડીને,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 306