Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 11
________________ બે બોલ. જટ જાણ્યા ગૃહસ્થનો બચાવ મહું એકલાએ જ કર્યો હતો. પંડિત લાલન જેવા કપ્રિય વિદ્વાન પર, હેમણે હારે નેહાનાં બાળકોનું માનપત્ર સ્વીકાર્યું ત્યારે, જે પ્રહાર મહે--હેમના મિત્રે-કર્યા હતા એવા આજ સુધી હેમના કટ્ટ શત્રુઓએ પણ કર્યા નહિ હોય. લાલા લજપતરાય અને મહાત્મા ગાંધી વચ્ચે દયાના સિદ્ધાન્તને અંગે વાયુહ ચાલ્યું ત્યારે લોકપ્રિય પાટને નહિ પણ લોકોને ખુંચતા સિહા નવાળી પાર્ટીને જ મડે પક્ષ કર્યો હતો. “પાટણની પ્રભુતા ' વિરૂદ્ધ તરફ બાળજીની ચીચીઆરી થઈ હતી અને કેર્ટે મહાવાની વાત ચાલતી હતી ત્યારે તે અજાણ્યા લેખકનો વગર “ફીના વકીલ તરીકે આખી જન કામથી જૂદા પડી હે સજજડ બચાવ કર્યો હતો. આ સઘળા બનાવે એક ચીજ તો જરૂર સાબીત કરે છે કે, મહે અંગત હિત-અહિતના દષ્ટિબિંદુને કદાપિ માન આપ્યું નથી તથા લેકમતની વહેલડીમાં બેસવાના “ તુચ્છ શોખ” કરતાં જંગલમાં એકલા પગપાળે ચાલવાનું મહે વધારે પસંદ કર્યું છે. લોકપ્રિયતા અને તુચ્છતા એ બે સાથે મહને સ્વાભાવિક વૈર છે. હું એ જ ઘડાયો છું બાકી તો લેકોને જેમ માનવું હોય તેમ માને (મહારો આ ખુલાસો પણ મહારા આશયને હમજી મહારી સૂચનાઓથી લાભ ઉઠાવવા જેઓ તૈયાર હોય તેમને જ માટે છે ). હારી વાંસળી જે ધાતુની બનેલી છે તેવો જ અવાજ આપી શકે લેખંડની વાંસળી–તાની ઈચ્છાના માન ખાતર–પીતળની વાંસળી જે અવાજ આપી શકે નહિ, અને પીતળની વાંસળી-કાઈની આજ્ઞાથી–લેખંડની વાંસળી જેવો અવાજ આપી શકે નહિ. એ તેિ ધાતુને સવાલ છે; પ્રકૃતિને સવાલ છે. પ્રકૃતિ બદલાઈને બીજી થઈ શકે નહિ. એ પ્રકૃતિ કોઈને આનંદ આપનારી થઈ પડે અને કોઈને ખેદ આપનારી પણ થઈ પડે. એમાં કોઈને દેષ કહાડી શકાય નહિ. ઘઉંની ઇચ્છાવાળાએ “ધાનમંડી ”કે “ દાણુપીઠ માં જવું જોઈએ, તરકારીની ઇચ્છાવાળાએ “ શાકબજાર ” કે “વેજીટેબલ માર્કેટમાં જવું જોઈએ, અને તાજા શેરડીના રસની ઇ૨છાવાળાએ ચાલીને ખેતરમાં જવું જોઈએ. કહાં જવું એ મનુષ્યની જરૂરીઆતને સવાલ છે; પણ તે શેરડીના રસવાળાને દાણાપીઠમાં ને બેસવા માટે ઠપકે આપી શકે નહિ ! હું કઈને કહેતો નથી કે - હારી દુકાને આવોહું કોઈને, ઉત્તેજન ખાતર ગ્રાહક થવા અરજ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 306