Book Title: Jain Heritage and Beyond
Author(s): Shailesh Shah
Publisher: Oshwal Associations of The UK

Previous | Next

Page 11
________________ અધ્યક્ષનો સંદેશ અચેન ધરમી શાહ જય જિનેન્દ્ર ! યુરોપમાં બંધાયેલા સર્વપ્રથમ શિખરબંધ જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કાર્યકારી સમિતિ તથા એરિયા કમિટિના મારા સાથીદારો વતી હું આપ સહુનું ભાવભીનું સ્વાગત કરું છું. નવીન દેરાસરનું નિર્માણ, ગભારામાં દિવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા પ્રસંગે આયોજિત ભવ્ય મહોત્સવ.... આ બધા પ્રસંગો.... આનંદ, હર્ષ અને ઉલ્લાસના છે, સાથે સાથે આપણને તીર્થંકર પરમાત્માનું પુણ્ય સ્મરણ તથા વિવિધ પૂજનો દ્વારા એમની ભક્તિ કરવાનો પુણ્ય અવસર પણ સાંપડ્યો છે. સન્ ૧૯૮૦માં સ્વ.શ્રી ઝવેરચંદ લખમશી હરિયાની અધ્યક્ષતામાં પી ઓશવાલ એસોસિયેશને દેરાસર તથા કમ્યુનિટી સેન્ટરના નિર્માણની કલ્પના સાથે નોર્થોમાં જગ્યા ખરીદી હતી. મને આનંદ છે, ગર્વ છે.. કે એક અધ્યક્ષ તરીકે મને મારા સમર્પિત સાષીદારો, સહકાર્યકરો ના સહયોગથી એ સ્વને સાકાર કરવાનો અવસર સાંપડ્યો. આ ખરેખર એક અત્યંત ભવ્ય અને ઉદાત્ત ઉપલબ્ધિ છે કે જેનો લાભ તમામ જૈનોને, ખાસ કરીને યુ.કે.માં રહેનારા જૈનોને મળશે જે જગતમાં આજે આપણે જીવીએ છીએ, એમાં અત્યંત મહત્વનું છે કે આપણે આપણા બાળકોને, નવી પેઢીને, આપણી સંસ્કૃતિ, આપણા સિદ્ધાંતો, આપણો ધર્મ આપણી શ્રદ્ધાને જાણવા-શીખવા પ્રેરિત કરીએ, ઉત્સાહિત કરીએ કે જેથી જૈન જીવન પદ્ધતિનો વારસો પેઢી દર પેઢી ચાલતો રહે! આ દેરાસર તરવરતી નવી પેઢીના યુવાનોના જીવનમાં જૈન ધર્મને પ્રસ્થાપિત કરવા માટે પાયાના પગથિયા તરીકે કામ કરશે. જ્યારે લેન્ડસ્કેપ ગાર્ડન (બગીચો) સ્થાપિત થઈ જશે ત્યારે આપણે અત્યંત ખૂબસૂરત અને પ્રેરણાસ્પદ શિલ્પ-સ્થાપત્યની કળાનો આનંદ લઈ શકીશું. આપણે એ જાણીને ગર્વ લેવાનો છે કે આ આખું દેરાસર નિશ્ચિત સમય મર્યાદા એટલે કે બે વરસમાં તૈયાર થઈ ગયું છે ! જ્યારે સમાજ અને લોકો સાથે મળીને કોઈ કામના શ્રીગણેશ કરે તો બધું જ સંભવ બની જાય છે. આપણે આત્મવિશ્વાસ સાથે એસોશિયેશના કાર્યો માટે, પ્રવૃત્તિઓ માટે આ સમગ્ર પ્રોજેક્ટમાંથી નવા પાઠો શીખીએ. નવા અનુભવો લઈએ. કર્યારી કમિટી વતી હું તમામ આદરણીય દાતાઓ તથા ભાવિક ભક્તો પ્રત્યે આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરું છું કે જેમના સહયોગથી છેવટે આપણું સ્વપ્ર સાકાર બન્યું. હું હૃદયના ઉંડાણથી એમને ધન્યવાદ આપું છું અને પ્રભુ મહાવીરને તથા ૨૪ તીર્થંકર ભગવંતોને પ્રાર્થના કરું છું કે સહુને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપે. આવા મહત્વાકાંક્ષી, ભવ્યતમ પ્રોજેક્ટને સ્વીકારવા માટે સમર્પિતતા, સાતત્ય, નિષ્ઠા અને પ્રબળ પુરુષાર્થની અપેક્ષા રહે છે. મને એ કહેતા ગાઈ થાય છે કે - દેરાસર પ્રોજેક્ટ સબ કમિટી, - ધી રિલીજીયસ સબ કમિટી - ધી એક્ઝીક્યુટીવ કમિટી - અને એરિયા કમિટી અને આ બધાની સાથે સદૈવ તૈયાર કાર્યકર્તાઓની ટીમ. આ તમામ જેઓ સમગ્ર પ્રોજેક્ટમાં જોડાયા હતા તેઓએ એશોસિયેશનની સેવા માટે એમનું શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે. વિશેષરૂપે હું શ્રી ધીરુભાઈ દેવરાજ કરાણીયા અને શ્રી કૌશિકભાઈ નરશી શાહ, જેઓ છેલ્લા બે મુદતથી ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.. એમણે આ પ્રોજેક્ટને પાર પાડવામાં ધરખમ પુરુષાર્થ કર્યો છે. આ પ્રસંગે આપણા લીડ સલાહકાર શ્રી મહેશભાઈ દોશી જેમણે એસોશિયેશન માટે નિઃસ્વાર્થ ભાવે સેવા આપી છે એમને ધન્યવાદ આપવાની તક હું ઝડપી લઉ છું. સાથે સાથે મારો આભારનો ભાવ, વ્યવસાયી કાર્યકરોની ટીમ, શ્રી રાજેશભાઈ સોમપુરા, લોજ એન્ડ સન્સ (સ્થાનીય કોન્ટ્રાકટર) દરેક કાર્યક્રમોના કાર્યકર્તાઓ, ઓશવાલ સેન્ટરનો વ્યવસ્થાપકીય સ્ટાફ તથા બાંધકામના તમામ કાર્યકરો સુધી લંબાવું છું..... છેલ્લે શ્રી શૈલેષભાઈ તથા તમામ કાર્યકર્તાઓ કે જેમણે આ દેરાસર- સોવિનિયેરને ઇતિહાસના અપ્રતિમ પ્રતીક તરીકે પ્રસ્તુત કરવાની સફળ મહેનત કરી છે એમને પણ હાર્દિક અભિનંદન આપું છું. યુ.કે. તથા યુરોપના તમામ જૈનો માટે આ ગૌરવ બનશે. તમામ જાહેરાત દાતાઓનો પણ આભાર માનું છું કે જેમના સહયોગથી આ સર્જન સંભવ થયું. જય ઓશવાલ, જયમહાવીર અશ્વિન ધરમશી શાહ અધ્યક્ષ 009

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 174