Book Title: Jain Gurjar Kavio Ek Bahumulo Sandarbh Bhandar
Author(s): Kanubhai Jani
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 4
________________ જૈન ગૂર્જર કવિઓ– એક બહુમૂલો સંદર્ભ-ભંડાર ૧૯ આર્ને- ટોમ્સન જેવાં નામો જૂજ. પણ આ જોડીએ ભાગીદારીમાં “સેન્યૂરી' કરી ! આવાં કામોને યાદ કરીએ ત્યારે આપણે - ભલે અન્યથા “સંયુક્ત કુટુમ્બ “સંયુક્ત કુટુમ્બ' કહેતાં હોઈએ - ગૃહિણીને બાદ કરીએ છીએ. (લેખકોના માહિતીકોશોમાં પિતાનામ અવશ્ય; માતાનું ક્યારેક; પણ પત્નીનું ?) પ્રત્યેક વાચસ્પતિનાં આવાં ગંજાવર કામોની પાછળ કોઈક ભામતીની મંગલાત્મક માવજત – પ્રેમાળ ત્યાગ હોય છે જ. એ પ્રેમત્યાગની મહેક પેલાં વિદ્યાકાયમાં પણ હોય છે - મૌનરૂપણ. જયંતભાઈના વિદ્યાકાર્યમાં પણ એ મહેક રહેલી મોહનભાઈએ ત્રણ ભાગમાં જે કર્યું તે સંશોધિત ઉમેરણો સાથે મૂકવા જતાં આ બીજી આવૃત્તિમાં દસ ભાગનું થઈ ગયું. જાણે દસ તીર્થો. કેવાં ? - ચાલવું ગમે એવાં. ચાલવાની મજા સપાટ રસ્તાઓ કરતાં વનોમાં વધુ. ને એથીયે વધુ મજા ઊંચા શૈલશિખરે ચડવાની. રસ્તાઓ તો વ્યવહાર માટે છે. વન વિહારાર્થે. શલો આરોહણાર્થે. છ ગ્રંથો વનો જેવા છે. નહિ કેડી નહિ મારગ એવા નિસર્ગ વચ્ચે વિદ્યાની, કર્તા-કૃતિઓની વિગતખચિત ઝાડી-લીલીકુંજાર ! એ યાદ નથી, જાણે પ્રસાદી છે. પણ મૂળના ત્રણ ગ્રંથોની યાદી વધીને અહીં છ ગ્રંથોની બને છે. પ્રત્યેક ગ્રંથની સામગ્રીને ઝડપથી યાદ કરીએ તો ગ્રંથવાર શતકોની ફાળવણી આમ છે : ૧માં ૧૨માથી ૧૬મા શતકની સૂચિ: ૨ : ૧૭ ૩ઃ ૧૭; ૪ ઃ ૧૮૬ ૫ : ૧૮; ૬ : ૧૯. વનો જાણે અહીં પૂરાં થયાં, ને શૃંગો આરંભાયાં. હકીકતે સાતમાથી જાણે જયન્તભાઈનું કામ વધી ગયું છે. સાતમો ગ્રન્થ એ, સાદા શબ્દોમાં તો, આગળની ભાતભાતની બધી જ સામગ્રીને આલેખતો વિરાટ પટ છે. એક સંકલિત અને વર્ગીકૃત સૂચિ. એ સૂચિઓ હકીકતે તો કર્તા, કૃતિ, સમય, સ્વરૂપ. લેખન, નામો-કામો વગેરે અનેક બાબતોને ખોલી આપતી કૂંચીઓ છે. ઘણાં વરસ પહેલાં એક રીડર્સ ગાઈડ' નામે પુસ્તક ખરીદેલું એ ઉત્કૃષ્ટ વાચનનો નિર્દેશ કરતી સૂચિઓનો વિશ્વકોશ હતો ! જે વિષય પર વાંચવું હોય તે સંબંધી શ્રેષ્ઠ પુસ્તકોની પરિચયદર્શી યાદી. એમ આ સાતમો ભાગ પણ પૂર્વકથાનુકથન છે. જેને જે વાંચવું - જાણવું હોય તેને એ ક્યાં-કેવું મળશે એની ભાળ એમાં છે. એ જાણે વિદ્યાપ્રદેશનો એક નકશો છે પ્રવાસીઓ માટેનો. આપણે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ કે, વાંચનારાં ક્યાં છે ? પણ વાંચનારાં શું બહાર મોઢું રાખતાં હશે ? એ તો વૃક્ષો જેવાં. મોં દેખાય જ નહિ ! મોં નીચે ! જમીનમાં પગ સ્થિર ભૂમિ પર. એ હોય ગગનચારી હવા ને આકાશમાં ઝૂલે, ને ખીલે. હરિયાળાં જ હોય. વાંચનાર પણ હેલીન ને સદા-ગ્રીન ! વૃક્ષોને ચાલવું, બહાર હરવું-ફરવું પોષાય નહિ. “ચરાતિ ચરતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12