Book Title: Jain Gurjar Kavio Ek Bahumulo Sandarbh Bhandar Author(s): Kanubhai Jani Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf View full book textPage 7
________________ ૨૨ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ • મારું સોનારૂપા કેરું બેઢલું રે લો રૂપા ઈંઢોણી મા હાથ હાંરા વાલાજી લો! હું ગઈથી મહી વેચવા રે લો! [(૭૫): ૩૧૯] ક્યાંક રમતગીતો પણ પડઘાય : આપણું “અચકો-મચકો કારેલી !' • તમને કઈ ગોરી ગમસે રાજ [૭૫૯.૨ : ૧૦૯] લગભગ બસો વરસ પહેલાંનું. મેઘાણીએ પ્રચલિત કરેલ મેંદી-ગીત અહીં અનેક પાઠાન્તરો સાથે : • મહિદી બાવન (વાવણ) હું ગઈ, હોને લહુડ્યો દેવર સાથ, મહિંદી રંગ લાગો છે રાજ | [૧૪૧૮.૧ : ૧૩ • મૈહંદી વાવણ ધણ ગઈ રે લાલા, લોહડો દેવર હાથ, રંગભીના સુંધા ભીના સાહિબ! ઘર આજ્યૌ, મેંહદી રંગ લાગૌ. [૧૫૬૯ ૨૧૦] અને હવે જુઓ ચારેક કડીમાં - • મહિંદી બાવન હું ગઈ, મહોને લહુડ્યો દેવર સાથ મહિંદી રંગ લાગો હો રાજ! ૧ મહિદી સીંચણ હું ગઈ. મ્હારે રાવ રતન રે બાગ, મહિંદી રંગ લાગો હો રાજ! ૨ મહિદી પાનાં ફૂલડાં, હું તો ચૂંટિ ચૅટિ ભર્લી છાજ, મહિંદી રંગ લાગો હો રાજ! ૩ આપી દીધી રાવર્તે, આધી સારે ગામ, મહિંદી રંગ લાગો હો રાજ! ૪ [(૭૩) ઃ ૩૧૯]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12