Book Title: Jain Drushtini Mahatta Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 2
________________ [ ૩ પારસ્માર્થિક લેખસંગ્રહ પિતપોતાની હદમાં સ્થિત રહીને અન્ય દષ્ટિબિન્દુને તેડી ન પાડવામાં નાની સાધુતા છે. મધ્યસ્થ પુરુષ સર્વ નને જુદી જુદી દષ્ટિએ યાચિત માન આપી તત્ત્વક્ષેત્રની વિશાળ સીમા અવલેકે છે, અને એથી જ એને રાગદ્વેષની નડતર નહિ ઊભી થવાથી આત્મસાધનના પ્રયાસમાં તેને સફળતા મળે છે. નયવાદ એ સ્વાદુવાદને જ પેટા વિભાગ છે, એટલે સ્યાદ્વાદ કે નયવાદ એ વસ્તુતઃ એક જ છે. | વિચારોની અથડામણને લીધે જ્યારે પ્રજાનાં માનસ ક્ષુબ્ધ બને છે અને વાતાવરણ અશાન્ત બને છે, ત્યારે તત્વદશીએ પ્રજાની સામે સ્યાદ્વાદને પ્રકાશ ધરે છે અને વસ્તુસ્થિતિને જુદી જુદી દૃષ્ટિએ અનેક રીતે તપાસી સમન્વય કરવાને માર્ગ સમજાવે છે. સ્યાહૂવાદ સિદ્ધાન્ત આ રીતે અવલોકન દષ્ટિને વિશાળ બનાવે છે અને સંકુચિત દષ્ટિથી ઉત્પન્ન થનારા કેલાહલેને શમાવે છે. આમ રાગદ્વેષ શમાવી જનતાના જીવનમાં મિત્રીભાવનો મધુર રસ રેડવામાં સ્યાદ્વાદની ઉપગિતા છે. આ સ્યાદ્વાદને “સંશયવાદ કહે એ પ્રકાશને જ અંધકાર કહેવા બરાબર છે. જૈન ઉપદેશનું અંતિમ પરિણામ રાગદ્વેષની નિવૃત્તિમાં છે એ એક જ માત્ર જૈન વાણીનું મુખ્ય ધ્યેય છે. અત્ર સ્વાદુવાદને ચર્ચવાને વિષય નથી, કિન્ત જૈન દૃષ્ટિની મહત્તા દર્શાવવાને કિંચિત્ પ્રયાસ છે. જૈન ધર્મના સિદ્ધાન્તને સ્કુટ કરવા મહાન આચાર્યોએ મહાન ગ્રંથ નિર્માણ કર્યા છે, જેમાં તે મહાન પુરુષોએ મધ્યસ્થપણે તત્વનિરુપણ કરતાં પ્રજાના કલ્યાણ તરફ મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8