Book Title: Jain Drushtini Mahatta
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૨] શ્રી જી. એ. જેન ચન્થમાલા જૈન દૃષ્ટિની મહત્તા જૈનધર્મ એ વસ્તુતઃ વીતરાગ માગે છે, અને વીતરાગ માર્ગમાં સ્વાદુવાદ–અનેકાન્ત માગને મુખ્ય સ્થાન છે. સ્યાદ્વાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાએ અનેક રીતે અવલોકવાનું કથે છે. અર્થાત્ એક જ વસ્તુ અમુક અપેક્ષાએ અસ્તિ” છે એ નિશ્ચિત વાત છે અને અમુક અપેક્ષાએ નાસ્તિ” છે એ પણ નિશ્ચિત વાત છે. તેમજ એક વસ્તુ એક દષ્ટિએ નિત્યરૂપે પણ નિશ્ચિત છે અને બીજી દૃષ્ટિએ અનિત્યરૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન ધર્મોને ભિન્ન ભિન્ન અપેક્ષા દૃષ્ટિએ અબાધિતપણે સમન્વય કરે એનું નામ “સ્યાદ્વાદ” છે. જૈનદર્શન અર્થાત કહે કે અનેકાન્ત દર્શન સિવાય કઈ પણ દર્શનકાર આ સ્યાદ્વાદને સીધી રીતે સ્વીકાર કરતો નથી. જો કે આડકતરી રીતે તે તે દશનકારેને પણ સ્થાવાદ સ્વીકાર્યા વિના ચાલતું નથી, તથાપિ જે સ્યાદ્વાદસિદ્ધતા, જે દષ્ટિવિશાળતા, જે સર્વથા અવિસંવાદિતા અને તેથી કરીને જે જૈનદર્શનની સર્વોચ્ચતા નિર્વિવાદ સિદ્ધ છે, તે હરકોઈ પણ બુદ્ધિમાન સજજન નિષ્પક્ષપાતપણે જૈન સિદ્ધાંત અને જૈન ન્યાયનું સાંગોપાંગ નિરીક્ષણ કરશે તેને લાગ્યા વગર નહિ જ રહે. સ્યાદ્વાદ–નયવાદ મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હદયને ઉદાર બનાવી મૈત્રીભાવને રસ્તે તેમને સરળ કરી આપે છે. જીવનના લહે શમાવવામાં અને જીવનવિકાસને માર્ગ સરળ કરી આપવામાં નયવાદ એ સંસ્કારી જીવનનું સમર્થ અંગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8