Page #1
--------------------------------------------------------------------------
________________
૨]
શ્રી જી. એ. જેન ચન્થમાલા જૈન દૃષ્ટિની મહત્તા જૈનધર્મ એ વસ્તુતઃ વીતરાગ માગે છે, અને વીતરાગ માર્ગમાં સ્વાદુવાદ–અનેકાન્ત માગને મુખ્ય સ્થાન છે. સ્યાદ્વાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાએ અનેક રીતે અવલોકવાનું કથે છે. અર્થાત્ એક જ વસ્તુ અમુક અપેક્ષાએ અસ્તિ” છે એ નિશ્ચિત વાત છે અને અમુક અપેક્ષાએ નાસ્તિ” છે એ પણ નિશ્ચિત વાત છે. તેમજ એક વસ્તુ એક દષ્ટિએ નિત્યરૂપે પણ નિશ્ચિત છે અને બીજી દૃષ્ટિએ અનિત્યરૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન ધર્મોને ભિન્ન ભિન્ન અપેક્ષા દૃષ્ટિએ અબાધિતપણે સમન્વય કરે એનું નામ “સ્યાદ્વાદ” છે. જૈનદર્શન અર્થાત કહે કે અનેકાન્ત દર્શન સિવાય કઈ પણ દર્શનકાર આ સ્યાદ્વાદને સીધી રીતે સ્વીકાર કરતો નથી. જો કે આડકતરી રીતે તે તે દશનકારેને પણ સ્થાવાદ સ્વીકાર્યા વિના ચાલતું નથી, તથાપિ જે સ્યાદ્વાદસિદ્ધતા, જે દષ્ટિવિશાળતા, જે સર્વથા અવિસંવાદિતા અને તેથી કરીને જે જૈનદર્શનની સર્વોચ્ચતા નિર્વિવાદ સિદ્ધ છે, તે હરકોઈ પણ બુદ્ધિમાન સજજન નિષ્પક્ષપાતપણે જૈન સિદ્ધાંત અને જૈન ન્યાયનું સાંગોપાંગ નિરીક્ષણ કરશે તેને લાગ્યા વગર નહિ જ રહે.
સ્યાદ્વાદ–નયવાદ મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હદયને ઉદાર બનાવી મૈત્રીભાવને રસ્તે તેમને સરળ કરી આપે છે. જીવનના લહે શમાવવામાં અને જીવનવિકાસને માર્ગ સરળ કરી આપવામાં નયવાદ એ સંસ્કારી જીવનનું સમર્થ અંગ છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
[ ૩
પારસ્માર્થિક લેખસંગ્રહ
પિતપોતાની હદમાં સ્થિત રહીને અન્ય દષ્ટિબિન્દુને તેડી ન પાડવામાં નાની સાધુતા છે. મધ્યસ્થ પુરુષ સર્વ નને જુદી જુદી દષ્ટિએ યાચિત માન આપી તત્ત્વક્ષેત્રની વિશાળ સીમા અવલેકે છે, અને એથી જ એને રાગદ્વેષની નડતર નહિ ઊભી થવાથી આત્મસાધનના પ્રયાસમાં તેને સફળતા મળે છે. નયવાદ એ સ્વાદુવાદને જ પેટા વિભાગ છે, એટલે સ્યાદ્વાદ કે નયવાદ એ વસ્તુતઃ એક જ છે. | વિચારોની અથડામણને લીધે જ્યારે પ્રજાનાં માનસ ક્ષુબ્ધ બને છે અને વાતાવરણ અશાન્ત બને છે, ત્યારે તત્વદશીએ પ્રજાની સામે સ્યાદ્વાદને પ્રકાશ ધરે છે અને વસ્તુસ્થિતિને જુદી જુદી દૃષ્ટિએ અનેક રીતે તપાસી સમન્વય કરવાને માર્ગ સમજાવે છે. સ્યાહૂવાદ સિદ્ધાન્ત આ રીતે અવલોકન દષ્ટિને વિશાળ બનાવે છે અને સંકુચિત દષ્ટિથી ઉત્પન્ન થનારા કેલાહલેને શમાવે છે. આમ રાગદ્વેષ શમાવી જનતાના જીવનમાં મિત્રીભાવનો મધુર રસ રેડવામાં સ્યાદ્વાદની ઉપગિતા છે. આ સ્યાદ્વાદને “સંશયવાદ કહે એ પ્રકાશને જ અંધકાર કહેવા બરાબર છે. જૈન ઉપદેશનું અંતિમ પરિણામ રાગદ્વેષની નિવૃત્તિમાં છે એ એક જ માત્ર જૈન વાણીનું મુખ્ય ધ્યેય છે. અત્ર સ્વાદુવાદને ચર્ચવાને વિષય નથી, કિન્ત જૈન દૃષ્ટિની મહત્તા દર્શાવવાને કિંચિત્ પ્રયાસ છે.
જૈન ધર્મના સિદ્ધાન્તને સ્કુટ કરવા મહાન આચાર્યોએ મહાન ગ્રંથ નિર્માણ કર્યા છે, જેમાં તે મહાન પુરુષોએ મધ્યસ્થપણે તત્વનિરુપણ કરતાં પ્રજાના કલ્યાણ તરફ મુખ્ય
Page #3
--------------------------------------------------------------------------
________________
૪]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા દષ્ટિ રાખી છે. કઈ પણ દર્શનના સિદ્ધાન્તને તેડી પાડવાની સંકુચિત વૃત્તિ તેમના વાલ્મમાં નહિ દેખાય. બલકે અન્યાય સિદ્ધાન્તોને સમન્વય કરવા તરફ પ્રયાસ સેવવાની તેમની ઉદાર વૃત્તિ અને વિશાળ દષ્ટિ તેમના ગ્રંથોમાં સ્પષ્ટ જેવામાં આવે છે. દાખલા તરીકે–ભગવાન હરિભદ્રાચાર્યનો
શાસ્ત્રવાર્તા સમુરચય” ગ્રંથ. તેમાં એક સ્થળે જૈનદર્શન– સમ્મત “ઈશ્વર જગત્કર્તા નથી”—એ સિદ્ધાન્ત યુક્તિપુરસ્સર સિદ્ધ કર્યા પછી તેઓશ્રી જણાવે છે કે – “તષજવવાવડ પુરે પણ सम्यगन्यायाविरोधेन यथाऽऽहुः शुद्धबुद्धयः ।
પરમાર તટુવ્રતસેવનાત ! यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ।। तदनासेवनादेव यत्संसारोऽपि तत्त्वतः । तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ॥"
અર્થાત-ઈશ્વરકર્તૃત્વને મત આવી રીતની યુક્તિથી ઘટાવી પણ શકાય છે કે–પરમાત્મા-ઈશ્વરે ફરમાવેલા માર્ગનું અનુસરણ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે મુક્તિના દેનાર ઈશ્વર છે એમ ઉપચારથી કહી શકાય છે. ઈશ્વરદશિત માર્ગનું આરાધન નહિ કરવાથી ભવચક્રમાં જે પરિભ્રમણ કરવું પડે છે તે પણ ઈશ્વરને ઉપદેશ નહિ માન્યાની સજા છે એમ કહી શકાય છે.
જેઓને “ઈશ્વર જગતને કર્તા છે એવા વાકય ઉપર આદર બંધાણે છે, તેઓને માટે પૂર્વોક્ત પ્રકારની કલ્પના
Page #4
--------------------------------------------------------------------------
________________
[ ૫
પારમાયિક લેખસંગ્રહ કરવામાં આવી છે. એમ આચાર્યશ્રી નીચેના ક્ષેકથી જણાવે છે – "कर्ताऽयमिति तद्वाक्ये यतः केषांश्चिदादरः।
अतस्तदानुगुण्येन तस्य कत्तत्वदेशना ।।"
અથ-આ ઈશ્વર જગતને કર્તા છે એવા વાકય ઉપર જેઓને આદર બંધાણે છે, તેઓના ગુણને માટે ઉપર કથિત ઇશ્વર જગકર્તાપણાની દેશના છે.
હવે બીજી રીતે ઉપચાર વગર ઇશ્વરને જગત્કર્તા આચાર્યશ્રી બતાવે છે– " परमेश्वर्ययुक्तत्वाद् मत आत्मैव वेश्वरः।
स च कति निर्दोषः कत्र्तवादो व्यवस्थितः ॥"
અર્થાતુ-ખરી રીતે આ આત્મા જ ઈશ્વર છે, કેમકેદરેક આત્મસત્તામાં ઈશ્વરશક્તિ સંપૂર્ણ રહેલી છે. અને આત્મા–જીવ તે ચોખ્ખી રીતે કર્તા છે જ. આવી રીતે કવાદ-જગત્યત્વવાદ વ્યવસ્થિત થઈ શકે છે.
આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે કે – “રશાહal Hણામના નાયો વતણૂણા અવે
सत्त्वार्थसम्प्रवृत्ताश्च कथं तेऽयुक्तभाषिणः ? अभिप्रायस्ततस्तेषां सम्यग् मृग्यो हितैषिणा। न्यायशास्त्राविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥"
અર્થાત-જ્યાં જ્યાં ઈશ્વરને કર્તા કહેવામાં આવ્યું હેય, ત્યાં ત્યાં પૂર્વોક્ત અભિપ્રાયથી કર્તા સમજે. તે સિવાય પરમાર્થ દષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિકતો કેઈ શાસ્ત્રકાર
Page #5
--------------------------------------------------------------------------
________________
-
૬]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા
બતાવી શકે જ નહિ, કારણ કે-શાસ્ત્ર બનાવનાર ઋષિ– મહાત્માઓ પ્રાયઃ નિસ્પૃહ, પરમાર્થદષ્ટિવાળા અને કેપકારની વૃત્તિવાળા હોય છે, માટે અયુક્ત, પ્રમાણબાધિત ઉપદેશ કેમ કરે? અતઃ તેઓના કથનનું રહસ્ય બરાબર શેાધવું જોઈએ કે-અમુક વાત તેઓ ક્યા આશયથી કહે છે.
એ પછી કપિલના પ્રકૃતિવાદની સમીક્ષા આવે છે. સાંખ્ય મતાનુસારી વિદ્વાનોએ પ્રકૃતિવાદની જે વિવેચના કરી છે, તેમાં દોષ જાહેર કરીને પ્રકૃતિવાદમાં કપિલનું શું રહસ્ય સમાયેલું છે એ વાતનું પ્રતિપાદન કરતાં છેવટે આચાર્યશ્રી
" एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि।
कपिलोक्तत्वतश्चैव दिव्यो हि स महामुनिः॥"
અર્થા–એ પ્રમાણે (પ્રકૃતિવાદનું જે ખરું રહસ્ય બતાવ્યું તે પ્રમાણે) પ્રકૃતિવાદ યથાર્થ જાણવે. વળી તે કપિલનો ઉપદેશ છે, માટે સત્ય છે, કારણ કે-તેઓ દિવ્યજ્ઞાની મહામુનિ હતા.
આગળ જઈને ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અને શૂન્યવાદની ખૂબ આલોચના કરીને અને તે વાદમાં અનેક ઊભા થતા દેશે બતાવી છેવટે આચાર્ય મહારાજ વસ્તુસ્થિતિ જાહેર
" अन्ये त्वभिदधत्येवमेतदास्थानिवृत्तये ।
क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्तं न तत्वतः ॥ विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तये । विनेयान कांश्चिदाश्रित्य यद्वा तद्देशनाईतः ॥
Page #6
--------------------------------------------------------------------------
________________
પારમાધિ લેખસંગ્રહ
[ ૭ एवं च शून्यवादोपि सद्विनेयानुगुण्यतः । अभिमायत इत्युक्तो लक्ष्यते तत्ववेदिना ॥"
અર્થા–મધ્યસ્થ પુરુષનું એમ કહેવું છે કે આ ક્ષણિકવાદ બુદ્ધ પરમાર્થ દષ્ટિએ અર્થાત્ વસ્તુસ્થિતિએ કહ્યો નથી, કિન્તુ મેહવાસનાને દૂર કરવાના ઉદ્દેશથી કહ્યો છે. વિજ્ઞાનવાદ પણ તેવા પ્રકારના એગ્ય શિષ્યને આશ્રીને અથવા વિષયસંગને દૂર કરવાના ઉદ્દેશથી બતાવવામાં આવ્યું છે. શૂન્યવાદ પણ ગ્ય શિષ્યોને આશ્રીને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી તત્ત્વજ્ઞાની બુદ્ધે કહ્યો જણાય છે.
વેદાન્તના અદ્વૈતવાદની વેદાન્તાનુયાયી વિદ્વાનોએ જે વિવેચના કરી છે, તે પર પ્રાપ્ત થતા દો બતાવી છેવટે આચાર્યશ્રી કહે છે કે – " अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धयेવતાના શા નિર્વા ન તુ તરંવત: ",
અર્થાત-મધ્યસ્થ મહષિઓ એમ નિરૂપે છે કે-અતવાદ તત્વિક દષ્ટિએ નથી કહ્યો, પણ સમભાવની પ્રાપ્તિ માટે બતાવવામાં આવ્યો છે.
ખરેખર! “સમ્યગદષ્ટિને મિથ્યાદૃષ્ટિના શાસ્ત્રો પણ સમ્યગરૂપે પરિણમે છે”—એ શાસ્ત્રકથિત ભાવ પણ ઈત્યાદિ રીતે સમજવા ગ્ય છે.
આવી રીતે જૈન મહાત્માઓ અન્ય દેશોના સિદ્ધાતેની તટસ્થ દષ્ટિએ પરીક્ષા કરવાની સાથે શુદ્ધ દષ્ટિથી તેને સમન્વય કરવા પણ પ્રયત્ન કરે, એ જૈનદષ્ટિની કેટલી
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી જી. એ. જૈન શુન્થમાલા વિશાળતા હશે ? અન્ય દર્શનેના ધુરંધરેને “મહર્ષિ ',
મહામતિ” અને એવા બીજા ઊંચા શબ્દોથી સન્માનપૂર્વક પિતાના ગ્રન્થામાં ઉલ્લેખવા અને દૂષિત સિંદ્ધાતવાળાએના મતેનું ખંડન કરતાં પણ તેમને હલકા શબ્દથી વ્યવહાર ન કરવા અને સંપૂર્ણ સભ્યતા તથા શિષ્ટતા સાથે સામાને પ્રબુદ્ધ કરવાની પિતાની માયાળુ લાગણું વહેતી રાખવી, એ જૈન મહર્ષિઓનું કેટલું ઔદાર્ય હશે? ધાર્મિક કે દાર્શનિક વાદ-યુદ્ધ ચલાવતાં પણ વિરુદ્ધ દર્શનવાળાઓ તરફ આત્મપ્રેમને રસ ઊભરાતે રહે એ કેટલું સાવિક હૃદય !
જૈન મહર્ષિઓની મધ્યસ્થભાવની થેલી વાનગી" भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥"
(ભ. શ્રી હેમચંદ્રાચાર્ય) નારા જ પિતાવ ન તવારે = તરવારે न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥
(શ્રી ઉપદેશતરંગિણું) " पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।। युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।"
(ભ. શ્રી હરિભદ્રસૂરિ) અર્થાત-સંસારબીજ-અંકુર ઉત્પન્ન કરનાર રાગ-દ્વેષ આદિ સમગ્ર દેશે જેના ક્ષય પામ્યા છે, તે ચાહે બ્રહ્યા, વિષ્ણુ, શંકર અથવા જિન હોય તેને મારા નમસ્કાર છે.
Page #8
--------------------------------------------------------------------------
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ . દિગમ્બર અવસ્થામાં મેક્ષ નથી, શ્વેતામ્બર દશામાં મોક્ષ નથી, તર્કવાદમાં મેક્ષ નથી અને પક્ષસેવા કરવામાં મેક્ષ નથી, કિન્તુ કષાયે-(ક્રોધ-માન-માયા-લોભ) થી મુક્ત થવામાં જ મુક્તિ છે. મહાવીર ઉપર મારે પક્ષપાત નથી અને કપિલ વિગેરે પર મારે દ્વેષ નથી, કિન્તુ જેનું વચન યથાર્થ હોય તેને સ્વીકાર કરે જોઈએ. આ રીતે જેન દષ્ટિની મહત્તા, જૈન મહર્ષિઓની દષ્ટિવિશાળતા અને તેઓશ્રીની મધ્યસ્થતાને કિંચિત પરિચય ગ્રંથાધારે મૂકવા પ્રયાસ કર્યો છે, તેમાં કઈ ભૂલચૂક યા વિપરીતતાને સ્થાન હોય તે વિદ્વજને સંતવ્ય લેખવા કૃપા કરશે. સાધ્ય–સાધન સર્વ સાધને છે તે સાધ્ય માટે છે, પણ સાધને કાંઈ સાધ્ય નથી. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, વિનય, વિવેક, સેવા, ભક્તિ, વ્રત, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-એ પણ સાધન છે; માટે સાધનની ભિન્નતા અને ઉપ ગિતા જાણ સાધન વડે આત્માની વિશુદ્ધિ કરવી-શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું, એ જ મુખ્ય ધ્યેય છે. પરંતુ સાધનામાં સાધ્યબુદ્ધિથી મુંઝાવું નહિ. સાધ્યને લક્ષમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય તેવી સ્થિતિપૂર્વક સાધનનું સેવન થાય તે સાધન સાર્થક છે અને તેમાં સવ્યવહાર કારણ વિગેરે રહે છે. આત્મજ્ઞાન થતાં સર્વ સાધના એકાંત કદાગ્રહ છૂટી જાય છે તેમજ સાધન વડે અપેક્ષાએ વર્તન થાય છે.