________________
૪]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા દષ્ટિ રાખી છે. કઈ પણ દર્શનના સિદ્ધાન્તને તેડી પાડવાની સંકુચિત વૃત્તિ તેમના વાલ્મમાં નહિ દેખાય. બલકે અન્યાય સિદ્ધાન્તોને સમન્વય કરવા તરફ પ્રયાસ સેવવાની તેમની ઉદાર વૃત્તિ અને વિશાળ દષ્ટિ તેમના ગ્રંથોમાં સ્પષ્ટ જેવામાં આવે છે. દાખલા તરીકે–ભગવાન હરિભદ્રાચાર્યનો
શાસ્ત્રવાર્તા સમુરચય” ગ્રંથ. તેમાં એક સ્થળે જૈનદર્શન– સમ્મત “ઈશ્વર જગત્કર્તા નથી”—એ સિદ્ધાન્ત યુક્તિપુરસ્સર સિદ્ધ કર્યા પછી તેઓશ્રી જણાવે છે કે – “તષજવવાવડ પુરે પણ सम्यगन्यायाविरोधेन यथाऽऽहुः शुद्धबुद्धयः ।
પરમાર તટુવ્રતસેવનાત ! यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ।। तदनासेवनादेव यत्संसारोऽपि तत्त्वतः । तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ॥"
અર્થાત-ઈશ્વરકર્તૃત્વને મત આવી રીતની યુક્તિથી ઘટાવી પણ શકાય છે કે–પરમાત્મા-ઈશ્વરે ફરમાવેલા માર્ગનું અનુસરણ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે મુક્તિના દેનાર ઈશ્વર છે એમ ઉપચારથી કહી શકાય છે. ઈશ્વરદશિત માર્ગનું આરાધન નહિ કરવાથી ભવચક્રમાં જે પરિભ્રમણ કરવું પડે છે તે પણ ઈશ્વરને ઉપદેશ નહિ માન્યાની સજા છે એમ કહી શકાય છે.
જેઓને “ઈશ્વર જગતને કર્તા છે એવા વાકય ઉપર આદર બંધાણે છે, તેઓને માટે પૂર્વોક્ત પ્રકારની કલ્પના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org