________________ પારમાર્થિક લેખસંગ્રહ [ . દિગમ્બર અવસ્થામાં મેક્ષ નથી, શ્વેતામ્બર દશામાં મોક્ષ નથી, તર્કવાદમાં મેક્ષ નથી અને પક્ષસેવા કરવામાં મેક્ષ નથી, કિન્તુ કષાયે-(ક્રોધ-માન-માયા-લોભ) થી મુક્ત થવામાં જ મુક્તિ છે. મહાવીર ઉપર મારે પક્ષપાત નથી અને કપિલ વિગેરે પર મારે દ્વેષ નથી, કિન્તુ જેનું વચન યથાર્થ હોય તેને સ્વીકાર કરે જોઈએ. આ રીતે જેન દષ્ટિની મહત્તા, જૈન મહર્ષિઓની દષ્ટિવિશાળતા અને તેઓશ્રીની મધ્યસ્થતાને કિંચિત પરિચય ગ્રંથાધારે મૂકવા પ્રયાસ કર્યો છે, તેમાં કઈ ભૂલચૂક યા વિપરીતતાને સ્થાન હોય તે વિદ્વજને સંતવ્ય લેખવા કૃપા કરશે. સાધ્ય–સાધન સર્વ સાધને છે તે સાધ્ય માટે છે, પણ સાધને કાંઈ સાધ્ય નથી. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, વિનય, વિવેક, સેવા, ભક્તિ, વ્રત, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-એ પણ સાધન છે; માટે સાધનની ભિન્નતા અને ઉપ ગિતા જાણ સાધન વડે આત્માની વિશુદ્ધિ કરવી-શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું, એ જ મુખ્ય ધ્યેય છે. પરંતુ સાધનામાં સાધ્યબુદ્ધિથી મુંઝાવું નહિ. સાધ્યને લક્ષમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય તેવી સ્થિતિપૂર્વક સાધનનું સેવન થાય તે સાધન સાર્થક છે અને તેમાં સવ્યવહાર કારણ વિગેરે રહે છે. આત્મજ્ઞાન થતાં સર્વ સાધના એકાંત કદાગ્રહ છૂટી જાય છે તેમજ સાધન વડે અપેક્ષાએ વર્તન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org