Book Title: Jain Dharm ane Ahimsa Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 2
________________ જૈન ધર્મ અને અહિંસા ૦ ૫૫ છે. આ ઉપરાંત, પોતપોતાના ધાર્મિક પૂર્વગ્રહો પણ આમાં આડા આવે છે અને એમ માનવામાં આવે છે કે સૌ સૌનો ધર્મ સૌને મુબારક; એની ચર્ચાવિચારણા કરીને શું કામ છે? આથી વિશેષ તો આ વિષયમાં પ્રતિબંધક એ છે કે દરેક ધર્મગુરુએ પોતપોતાના ધર્મના વાડા બાંધી રાખેલા છે. અમુક વાડાનો માણસ અમુક વાડામાં ન પેસી જાય એ માટે કઠોર મર્યાદાઓ મુકાયેલ છે. આ પરિસ્થિતિને લીધે નોબત ત્યાં સુધી પહોંચી ગયેલ છે, કે એક-બીજા ધર્મનું સાહિત્ય પણ એક-બીજા ધર્મના લોકો વાંચી શકતા નથી. પરિણામે પરસ્પર ઘનિષ્ઠ મિત્રતા હોવા છતાં ધર્મના વિષયમાં સૌ લોકો પોતપોતાના પૂર્વગ્રહો પ્રમાણે વર્તે છે. બીજાનો ધર્મ બરાબર નથી અને પોતાનો ધર્મ બરાબર છે. બીજાનો ધર્મ ખોટો છે અને પોતાનો ધર્મ સાચો છે. આવી માન્યતાઓ બંધાયેલી હોવાથી ભિન્નભિન્ન ધર્મો અંગે લોકોની વિવિધ માન્યતાઓ બંધાયેલી ચાલી આવે છે. પરિણામે સમગ્ર દેશમાં વ્યાપક એકતા, આત્મીયતા અને વાસ્તવિક સહાનુભૂતિ વધી જ શકતાં નથી. તેથી દેશ આખો છિન્નભિન્ન સ્થિતિમાં સપડાયેલ છે. પ્રાંતની સરહદના કલહો, પ્રાંતીય દૃષ્ટિએ ભાષાના કલહો અને કોમી વિખવાદ વધતો જાય છે. અને મેળવેલી આઝાદીનું જે સુખ અનુભવાવું જોઈએ તે ભાગ્યે જ અનુભવાય છે. જો આવી પરિસ્થિતિ લાંબા કાળ સુધી ચાલુ રહી તો એ આઝાદી માટે ભારે ભય સમાન નીવડવાની. મથાળે “જૈન ધર્મ આમ શબ્દો મૂકેલ છે, અને લેખક બીજી વાતોમાં ચડી ગયો છે એમ જરૂર લાગવાનું, પણ મથાળાના જૈન ધર્મના ધર્મ' શબ્દના સંદર્ભમાં જ આ બધું લખાયેલ છે એ સુજ્ઞવાચક બરાબર વિચારશે તો તેના ધ્યાનમાં આવી શકશે. ધર્મ' શબ્દથી જે આચાર, વિચાર કે પ્રવૃત્તિ સૂચિત થાય છે તેનો સંબંધ વિશેષતઃ આમજનતા સાથે છે. આમજનતાના હિત માટે જ ધર્મપ્રવૃત્તિનો પ્રાદુર્ભાવ થયેલ છે. અહીં ધર્મપ્રવૃત્તિનો વ્યાપક અર્થ સમજવાનો છે, એથી એ અર્થમાં તમામ ધર્મની પ્રવૃત્તિઓને સમજવાની છે. એક જમાનો એવો હતો કે જ્યારે ધર્મ જેવી કોઈ ચીજ ન હતી. લોકો આહાર, નિદ્રા, ભય અને મૈથુન જેવી પાશવી વૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા અને પોતાની જાત સિવાય અથવા પોતે કલ્પેલી ટોળી સિવાય જાણે બીજાને કોઈને જીવવાનો હક હોય એમ નહિ માનતા અને ભિન્ન કલ્પેલી જાતોનો પોતાના આહાર વગેરે ભૌતિક આનંદ માટે ભારે સંહાર થતો. પશુપક્ષીઓનો તો ઉપયોગ આહાર વગેરે માટે જ છે એવી માન્યતા દઢમૂળ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9