Book Title: Jain Dharm ane Ahimsa Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 1
________________ ૫. જૈન ધર્મ અને અહિંસા ગુજરાતમાં, રાજસ્થાનમાં, દક્ષિણમાં અને ઉત્તરપ્રદેશ તથા બંગાળમાં સર્વત્ર જૈન પ્રજા ફેલાયેલ છે. તેમાં ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણમાં તેની સંખ્યા વિશેષ છે. ઉત્તરપ્રદેશ અને બંગાળમાં જૈન તીર્થો વિશેષ આવેલાં છે. તેથી એમ અનુમાન કરી શકાય કે તે બન્ને પ્રદેશોમાં જૈનોની સંખ્યા અને જાહોજલાલી વિશેષ હતી. આપણા અમદાવાદમાં જ અનેક જૈન મંદિરો છે, જૈન મુનિઓ અને જૈન સાધ્વીઓ પણ સંખ્યામાં વિશેષ છે, અને જૈન કુટુંબોની સંખ્યા પણ બીજાં નગરો કરતાં વધારે છે; તથા વૈભવની દૃષ્ટિએ પણ જૈન કુટુંબો અહીં જ વિશેષ જોવા મળે છે. તેમ છતાં ઘણા લોકોના મનમાં જૈન ધર્મ શું છે? શું એ આસ્તિક ધર્મ છે? શું એ ધર્મ પુનર્જન્મમાં માને છે? –એવા એવા અનેક પ્રશ્નો ઊઠતા હોય છે. આવા પ્રશ્નો જેમના મનમાં ઊગે છે, તેમાં વિદ્યાર્થીઓ પણ આવી જાય છે. આપણી કૉલેજના જ ઘણું કરીને મારા વર્ગના વિદ્યાર્થીઓએ મને આવા પ્રશ્નો કરેલા, ત્યારે મેં તેમને એ પ્રશ્નોના બરાબર ઉત્તરો આપીને બધું સમજાવેલું. આપણે ત્યાં જુદા જુદા ધર્મના અનુયાયીઓ આડોશી-પાડોશી હોવા છતાં એક-બીજાનો પૂરો પરિચય કરવાનો રિવાજ ઘણો જ ઓછો છે. એક બ્રાહ્મણકુટુંબ અને એક જૈન કુટુંબ વરસો સુધી એક જ ખડકીમાં રહેતાં હોય છતાંય તેમની વચ્ચે ઘણો જ ઓછો પરિચય હોય છે. કોઈ એવાં કુટુંબો સહૃદયી હોય તો પરસ્પર ઘણી સહાનુભૂતિ ધરાવતાં હોય, સુખદુઃખે એકબીજાને સારી રીતે ખપમાં પણ આવતાં હોય અને પરસ્પર સ્વાર્થની અપેક્ષા વિના એક-બીજા માટે એક-બીજા ઘસાઈ છૂટતાં પણ હોય. તેમ છતાં એકબીજાના ધર્મને સમજવા જિજ્ઞાસાપૂર્વક વિચારોની આપ-લે કરવાનું બની શકતું નથી. ધર્મને આળો વિષય માનવામાં આવે છે અને એ અંગે ચર્ચાવિચારણા કરતાં કદાચ સામા મિત્રનું મન દુખાય એવી ભીતિ સેવવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9