Book Title: Jain Dharm ane Ahimsa
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૬૦સંગીતિ ધાડો પાડતા હતા. વર્તમાનમાં પણ વૈદિક ધર્મના અનુયાયી આ બધું જ કરતા રહે છે એમ સૌ કોઈને પ્રત્યક્ષ છે. એ બધું જાણીને એમ કહી શકાય ખરું, કે વૈદિક પરંપરાનો ધર્મ હિંસાને, અસત્યને, ચોરીને યા વ્યભિચારને સમર્થન આપે છે? યા તે તે દૂષિત પ્રવૃત્તિઓને ધર્મરૂપ માને છે ? કોઈ પણ ધર્મના અનુયાયી પોતપોતાની સ્વચ્છંદી વાસનાને વશ પડેલો છે, અને તેથી તે અનુચિત રીતે વર્તી રહ્યો છે. એથી કાંઈ એમના ધર્મ ઉપર એ વર્તનનો દોષ લગાડી શકાય ખરો? કોઈ પણ ધર્મ–પછી જૈન ધર્મ હોય યા વૈદિક ધર્મ હોય–તે કોઈ પણ જાતની અનુચિત પ્રવૃત્તિનું કદી સમર્થન કરતો જ નથી એ વાતને કદી ન ભૂલવી જોઈએ. ધર્મની વિચારણા અને વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે તે તે ધર્મના પ્રવર્તકોનાં જીવન, આચરણ અને વર્તન તટસ્થ ભાવે તપાસવાં જોઈએ. અને તેવા લોકોએ જે ઉપદેશો આપેલા છે તેનું ઊંડું અધ્યયન કરવું જોઈએ. આમ થાય તો જ કોઈપણ ધર્મનો ખરો મર્મ ધ્યાનમાં આવી શકે. કોઈના મનમાં એવો પ્રશ્ન થવાનો સંભવ છે કે જૈન ધર્મે મનુષ્ય અને પશુ વગેરેની હિંસાનો નિષેધ કરેલ છે તે તો સમજી શકાય એમ છે; પણ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિની હિંસાનો જે નિષેધ કરેલ છે વા તે નિષેધ અંગે જે મર્યાદા બતાવેલ છે, તે આપણું ચાલુ જીવન, આચરણ અને જરૂરિયાત જોતાં સમજમાં આવી શકતું નથી. આ પ્રશ્નનો ખુલાસો આ પ્રમાણે છે. વ્યક્તિનું કે સમાજનું જીવનધોરણ અને સત્ત્વસંવર્ધન એક-બીજા ચેતનને ઘસારો આપ્યા વિના સંભવી શકતું જ નથી. એટલે કોઈ પણ દેહધારી મનુષ્યના જીવનમાં સૂક્ષ્મ રીતે સંપૂર્ણપણે અહિંસાનું આચરણ શક્ય નથી. સામાન્ય મનુષ્યની તો આ પરિસ્થિતિ છે, પરંતુ જેઓ વીતરાગ અને પૂર્ણ અનાસક્ત પુરુષો છે, તેમનું જીવનધારણ પણ બીજા ચેતનને ઘસારો આપ્યા વિના સંભવિત નથી; માટે તમામ ધર્મપ્રવર્તક પુરુષોએ અનુભવથી એમ ઠરાવેલ છે કે જીવનમાં હિંસાનો ઉપયોગ છે ખરો, પણ તે વિવેકપૂર્વકની મર્યાદામાં જ; મર્યાદાથી જરા પણ વધારે નહિ જ. આમ છે માટે મહાભારતમાં, જૈન-પ્રવચનમાં અને બૌદ્ધ પિટકોમાં આ અંગે આમ કહેલું છે કે જેમ ભમરો પોતાના નિર્વાહ માટે પુષ્પમાંથી રસ મેળવે છે, પણ રસ આપનારાં પુષ્પોના નાશની પરિસ્થિતિ આણીને નહિ–ભમરો પોતાનો પોષક રસ પુષ્પોમાંથી એવી રીતે મેળવે છે, જેથી પુષ્પોને ઓછામાં ઓછો ઘસારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9