Book Title: Jain Dharm Varso ane Vaibhav Author(s): Narendra Jain Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ જીવનમાં મહદંશે સહિષ્ણુતા અને સહઅસ્તિત્વનો ભાવ દૃઢ થતો જાય છે. હિંસાપોષક અથડામણ, અલગતાવાદ, સંઘર્ષ અને ઉગ્ર થઈ રહેલા આતંકવાદથી માનવતા ભયભીત છે. શાકાહાર એ પહેલું પગલું છે, જે સંસારને અહિંસાના વ્યાપક હિતકારી રૂપ વિશે હામ બંધાવી શકે. જૈન ધર્માવલંબીઓ માટે અહિંસાની સંસ્કૃતિને વિશ્વ સ્તરે ફેલાવવામાં શાકાહારનો પ્રચાર-પ્રસાર ખૂબ લાભદાયી બની શકે છે અને આની વિભિન્ન સંભાવનાઓ તથા સફળ પ્રયોગોનો ઉલ્લેખ આ પુસ્તકમાં ક૨વામાં આવ્યો છે. એ ઉલ્લેખનીય છે કે આ પુસ્તક મારા જન્મજાત જૈન સંસ્કારો અને બાળપણમાં માતા-પિતા પાસેથી મળેલા સાદગીભર્યા નૈતિક માર્ગદર્શનનું પ્રતિબિંબ છે. મારા પિતા ભાઈજી પન્નાલાલજી તથા મા ફતેહદેવીની સતત પ્રેરણાથી યુવાવસ્થામાં જ જૈન ધર્મગ્રંથોનું વ્યવસ્થિત અધ્યયન કરવાનું સદ્ભાગ્ય મળ્યું. પિતાશ્રીએ એ સમયે ચાલતા સ્વાતંત્ર્યસંગ્રામમાં ગાંધીજીની પ્રત્યેક પ્રવૃત્તિ સાથે એને જોડી બતાવ્યું. ત્યાર પછી મારી પત્ની રાની જૈને પણ વર્ષો સુધી વિદેશમાં રાજનૈતિક વાતાવરણમાં રહેવા છતાં મારી આધ્યાત્મિક રુચિને સતત ઉત્તેજન આપ્યું. છત્રીસ વર્ષ સુધી મેં ફોરેન સર્વિસ (આઈ.એફ.એસ.)માં રહીને કેટલાય દેશોમાં ભારતના રાજદૂત તરીકે કામગીરી બજાવી. આ સમયે મને વિશ્વશાંતિ પ્રેરિત ભારતીય વિદેશનીતિમાં સતત જૈન અનેકાંતવાદ અને અહિંસાની ઝલક દેખાતી રહી. અંતિમ તબક્કામાં સચિવપદ પર રહ્યો ત્યારે મારો ભારતના જૈન સમાજ સાથે ગાઢ સંપર્ક થયો. એ પછી જ્યારે હું ૧૫ દેશીય યુરોપીય સંઘમાં ભારતીય રાજદૂત નિમાયો, ત્યારે ઇંગ્લૅન્ડના લેસ્ટર શહે૨માં યુરોપમાં નિર્માણ પામેલા પ્રથમ સંયુક્ત જૈનમંદિરના ઉદ્ઘાટન-સમારોહમાં મુખ્ય અતિથિ રૂપે ભાગ લેવાની તક સાંપડી. એની પૂર્વે જ્યારે હું નેપાળમાં ભારતનો રાજદૂત હતો ત્યારે આચાર્ય સુશીલકુમારજીને મેં જૈન સંસ્કૃતિ વિશે નેપાળમાં વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આપ્યું. એ વર્ષોમાં ગણાધિપતિ તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજી સાથે પણ નજીકનો સંબંધ થયો. રાજનૈતિક પ્રવૃત્તિઓની સાથે આધ્યાત્મિક ચેતનાના ગતિશીલ વિકાસનો ૧૯૭૦માં ન્યૂયૉર્કમાં ગુરુદેવ ચિત્રભાનુજી સાથે સંપર્ક થવાથી પ્રારંભ થઈ ચૂક્યો હતો. VII Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 266