Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ ત્યારથી આજ સુધી અને છેલ્લાં ૧૪ વર્ષોમાં રાજદૂત પદેથી સેવાનિવૃત્ત થયા પછી વિશ્વમાં ફેલાયેલા સર્વ સંપ્રદાયી જૈન સમાજ સાથે મારો પરિચય થયો અને કેટલાંય આંતરરાષ્ટ્રીય ધાર્મિક, આધ્યાત્મિક, પર્યાવરણીય અને સાંસ્કૃતિક સંમેલનોમાં મને જૈનદર્શનને વ્યાપક રીતે ૨જૂ ક૨વાનો અવસર મળ્યો. બ્રાઝિલના રિયોડિ જાનેરો શહે૨માં ૧૯૯૨માં આયોજિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શિખર પૃથ્વી સંમેલનમાં આચાર્ય સુશીલકુમારજી અને મને વિશેષ અતિથિ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા. ત્યાં જ સમાનાંતર ચાલી રહેલા પ્રથમ સેક્રેડ અર્થ ગેધરિંગ' (Sacred Earth Gathering) અને વિશ્વના આધ્યાત્મિક નેતાઓ અને સંસદ સદસ્યોના સંયુક્ત શિખર સંમેલનમાં જૈનદર્શનની વિસ્તૃત પ્રસ્તુતિ કરવાનો અભૂતપૂર્વ આનંદ પણ પ્રાપ્ત થયો. આ પ્રસંગનું વક્તવ્ય ‘Non-violence, Environment & Peace' પુસ્તક રૂપે પ્રકાશિત થયું છે. ૧૯૯૩માં શિકાગો (અમેરિકા)માં બરાબર એક સો વર્ષ પછી ‘વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ'માં ૭૦૦૦ પ્રતિનિધિઓમાં ૨૫ પ્રતિનિધિ જૈન સમાજના હતા, એમણે પ્રભાવશાળી રીતે જૈન ધર્મનું સમર્થન કર્યું. આ ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આપવામાં આવેલાં બધાં ભાષણોનો સંગ્રહ મારી વિસ્તૃત પ્રસ્તાવના સાથે ‘Global Perspectives of Jainism' પુસ્તક રૂપે પ્રકાશિત થયો. એ જ વર્ષોમાં મને જૈન ધર્મ પર કૅપટાઉન (દક્ષિણ આફ્રિકા), સિંગાપોર, લંડન, શિકાગો, સાનફ્રાન્સિસ્કો, ન્યૂયૉર્ક, બ્રસેલ્સ, ઍન્ટવર્પ, વૉશિંગ્ટનમાં પોતાના વિચારો રજૂ કરવા માટેની તક મળી. ઈ. સ. ૨૦૦૧માં ભારતીય વિદ્યાભવન દ્વારા ન્યૂજર્સી, અમેરિકામાં મુખ્ય સંસ્થાઓના સહયોગી સંપન્ન વિરાટ અહિંસા સંમેલનમાં મારા પુસ્તક ‘Ahimsa – the ultimate winner'નું વિમોચન થયું. સાથે જ મારા દ્વારા રચાયેલા ‘Declaration on Ahimsa’નો સર્વસંમતિથી સ્વીકાર કરીને હજારો હસ્તાક્ષરો સાથે તે સંયુક્ત રાષ્ટ્રસંઘને મોકલવામાં આવ્યું. આ બધી ઘટનાઓને મેં ઉપલબ્ધિ માની નથી, પરંતુ મારી સાધનાની કડી માની છે અને હું નિરંતર ગહન ઊંડાણથી જૈન ધર્મ અને દર્શનના વ્યાપક સ્વરૂપને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરતો રહું છું. એ જ શૃંખલામાં આ પુસ્તક લખવાની સાહિજક ભાવના અને ઊર્જા અંતરમાં જાગી. Jain Education International VIII For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 266