Book Title: Jain Dharm Varso ane Vaibhav Author(s): Narendra Jain Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ પ્રસ્તાવના વર્તમાન યુગમાં જૈનદર્શનની પ્રાસંગિકતા અને આવતીકાલના વિશ્વને તેની આભાથી પરિચિત કરાવવાના હેતુથી આ પુસ્તકની રચના કરી છે. જૈન ધર્મનો માત્ર મોક્ષગામી ધર્મપંથના રૂપમાં પરિચય કરાવવાના ઉદ્દેશથી આ પુસ્તક લખવામાં આવ્યું નથી, પરંતુ તેની દાર્શનિક પરંપરાને સમસ્ત માનવસમાજના વ્યાપક, વિસ્તૃત, વૈશ્વિક પરિમાણનો ખુલ્લા આકાશમાં ઉડ્ડયન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ધર્માવલંબી ભલે બનએ પણ કોઈ ધર્મ પોતાની રૂઢિનો ગુલામ નથી રહેતો. સંસારના વિભિન્ન ધર્મોથી વિભિન્ન સંસ્કૃતિઓ અને સભ્યતાઓ પ્રેરિત, અંકુરિત અને વિકાસ પામી છે. આ સંસ્કૃતિઓએ માનવતાના ઇતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે અને માનવસમાજને સર્વાગીણ ઉન્નતિનો માર્ગ ચીંધ્યો છે. આજના વૈજ્ઞાનિક યુગમાં એ હકીકત ભારપૂર્વક કહેવામાં આવે છે કે સ્થાયી રૂપે કલ્યાણકારી અને શાંતિપોષક પ્રગતિને માટે માનવસમાજે અધ્યાત્મ અને વિકાસ, પર્યાવરણ અને વિજ્ઞાનનાં ક્ષેત્રો વચ્ચે સંતુલન સાધવું પડશે. આ દિશામાં જૈનદર્શન વિશિષ્ટ યોગદાન આપી શકે તેમ છે અને તે દર્શાવવાનો આ પુસ્તકનો હેતુ છે. જૈન ધર્મ વિશે વિસ્તૃત જાણકારી અને સિદ્ધાંતોનું વિવેચન વર્તમાન યુગની પરિસ્થિતિઓ અને વાતાવરણને દૃષ્ટિમાં રાખીને કરવામાં આવ્યું છે. ભૌગોલિક રીતે આજ સુધી જૈન ધર્મ ભારતમાં સીમિત રહ્યો છે અને હવે તે આ યુગમાં ભારતની બહાર પ્રસાર પામી રહ્યો છે કેમ કે આફ્રિકા, એશિયા, યૂરોપ અને અમેરિકા તથા કેનેડામાં કેટલાય જૈન પરિવારો વસ્યા છે. પશ્ચિમના વાતાવરણમાં રહેવા છતાં પણ જૈન ધર્મના પાલનમાં તેમણે ઉત્સાહ અને આસ્થા દર્શાવ્યાં છે. ઠેર ઠેર જૈન મંદિરોનું નિર્માણ અને સંસ્થાગત રીતે જૈનોની ગતિવિધિઓ સતત વધી રહ્યાં છે. આ વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં એક આકર્ષક સંભાવના ઊપસીને આવી છે. સમગ્ર જૈનદર્શનને માનવસમાજ સમક્ષ રજૂ કરવામાં આવે અને દર્શાવવામાં આવે તો અહિંસા, અપરિગ્રહ, અનેકાંત તથા પર્યાવરણીય જૈન સિદ્ધાંતો આજની માનવજાતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 266