Book Title: Jain Dharm Varso ane Vaibhav Author(s): Narendra Jain Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 4
________________ આશીર્વચન દર્શન એ ચક્ષુ છે, જેના દ્વારા સત્યને જોઈ શકાય છે. અનેક દૃષ્ટા થયા છે અને દર્શનની અનેક ધારાઓ છે. જૈનદર્શન વીતરાગની વાણીથી ઉદ્ભુત છે. જે વીતરાગ નથી હોતા, એમનું જ્ઞાન નિરાવરણ નથી હોતું, એ સર્વજ્ઞ નથી હોતા, કેવળી નથી હોતા. વીતરાગનું વક્તવ્ય છે – કષાયને ઉપશાંત કરો, એ જ સત્યના અવબોધનો માર્ગ છે. સત્યનાં અનેક રૂપ છે – કોઈ સૈકાલિક અને કોઈ સામયિક, કોઈ પારમાર્થિક અને કોઈ વ્યાવહારિક. આ બધાં રૂપોનું સંકલન અનેકાંત દૃષ્ટિ દ્વારા કરી શકાય છે. ડૉ. એન. પી. જેને “જૈન ધર્મ : વારસો અને વૈભવમાં આવું સંકલન કર્યું છે. એના આધારે જૈનદર્શનની પ્રાસંગિકતા પણ પ્રમાણિત થઈ છે. ડૉ. નરેન્દ્ર જૈને જૈન ધર્મને સામયિક સમસ્યાઓના સંદર્ભમાં પ્રસ્તુત કર્યો છે. આમાં હિંસા અને અહિંસાનું પણ વિશ્લેષણ મળે છે. સામાજિક પ્રાણી માટે અશક્ય કક્ષાની હિંસા ન કરવાનું સંભવ નથી હોતું, પરંતુ આજે શક્ય કક્ષાની હિંસા પણ વધી રહી છે એ ચિંતાનો વિષય છે. ડૉ. એન. પી. જેને અહિંસાની અનિવાર્યતાનું સમ્યગૂ વિવેચન કર્યું છે. એમને સામાજિક, આર્થિક અને રાજનૈતિક જીવનનો અનુભવ છે એના આધારે જે વિશ્લેષણ કર્યું છે, તે બહુ જ ઉપયોગી અને પ્રાસંગિક છે. આનાથી વાચકને માત્ર જૈન ધર્મને સમજ્યાનો અવસર મળશે એટલું જ નહીં, એની સાથે સાથે વર્તમાનની સમસ્યાઓના ઉકેલનો અને નૈતિક મૂલ્યોના વિકાસનો અવસર પણ પ્રાપ્ત થશે. - આચાર્ય શ્રી મહાપ્રજ્ઞા III Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 266