________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯ વિંધ સંઘ કહીએ બાકી જિનાજ્ઞા રહિત શેષ જે હોય તે બધો અસ્થિને સંઘ સમજવો.
ઉપર બતાવ્યા પ્રમાણે જૈન માર્ગમાં આસાની અતિશય પ્રાધાન્યતા બતાવેલી હોવાથી જિનપૂજ, તીર્થયાત્રા, સ્વામીવળ, સામાયક, પ્રતિક્રમણ, પૈષધાદિ સર્વ ધર્મ કૃ જિનાજ્ઞા પ્રમાણેજ કરવાનો ઉદ્યમ કરો. જેથી તેના યથાર્થ ફળની પ્રાપ્તિ થઈ શકે અને ઉત્તરોત્તર સદ્ગતિને પામીને ભવભવને વિષે વૃદ્ધિ પામતી ધર્મક્રિયાઓ કરીને યાવત મેક્ષ સુખની પ્રાપ્તિ થઈ શકે.
તથાસ્તુ.
આ સંસારને વિષે પ્રાણીને ભવ ભ્રમણ કરવામાં મુખ્ય હેતુભૂત લોભ છે. કારણ કે લેબી મનુષ્ય અનેક પ્રકારના પાપાચરણ આચરે છે, અઢારે પાપસ્થાનક શેવે છે અને પ્રાંતે દુર્ગતીને વિષે જાય છે. સદ્ગતિને ઈચ્છનારા મનુષ્યોએ મળેલી ફિલ્મથી તૃપ્તિ પામીને ઈચ્છાનું પ્રમાણ કરવું જોઈએ, કેમકે જેને લોભ દશા પ્રાપ્ત થાય છે તે પ્રાણી ગમે તેટલું દ્રવ્ય મળે તો પણ સંતોષ પામતો નથી. શાસ્ત્રકાર કહે છે કે
वन्हिस्तृप्यति धनैरिहयथानांभोभिरंभानिधि । स्तद्वन्मोहघनोधनैरपिधनैर्जतुर्नसंतुष्यति । न वेवमनुतेविमुच्यविभवनिःशेषमन्यंभवं । यात्यात्मातदहंमुधैवविदधाम्येनांसियांसिकिं ॥
ભાવાર્થ–આ લોકને વિષે ઘણા કાષ્ટાએ કરીને પણ જેમ અગ્નિ - પ્તિ પામતો નથી અને ઘણા પાણીએ કરીને પણ જેમ સમુદ્ર તૃપ્ત થતો નથી તેમ મેહે કરીને વ્યાપ્ત એવો પ્રાણી પણ ઘણું દ્રવ્ય કરીને પણ સંતોષ પામતો નથી. વળી તે એમ પણ નથી વિચારતો કે આ સંસારને વિષે પ્રાણી સમસ્ત વૈભવ જે લકિમ તેને છોડીને પરભવમાં ગમન કરે
* હાડકાનો સમુહ,
For Private And Personal Use Only