________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિક્રમણ. નેશ્વરને આભરણ ચઢાવવા પ્રમુખ સકારાદિથી જે લાભ થાય તે કાયોત્સર્ગ થાઓ એ પ્રાર્થના છે. “સમ્માણવૃત્તિઓએ એટલે જિનેશ્વરની સ્તવના ગુણાદિ કહેવાથી જે લાભ થાય તે કાયોત્સર્ગથી થાઓ એમ પ્રાર્થના છે. એહલાભવત્તિઓ અને નિવસગ્ગવરિઆએ એટલે કાસગથી સમકિતનો લાભ થાઓ, અને નિવસર્ગ તે જન્મજરા મરણાદિકથી રહિત થાય. આવા હેતુપૂર્વક ત્રણ કાયોત્સર્ગ કરવામાં આવે છે અને ચોથે કમો પર સાદ દવાઓના સ્મરમ મ માં આવે છે.
એ દેવદમને પિ મુવિધિ આ પ્રમાણે જાણવી-અભયદેવ સૂરિ કૃત વંદન ગાશક વૃત્તિ પ્રમાણે પ્રણિપાત દંડક (નમુથુ) ની આદિ અને અવસાનમાં પંચાંગ મુકાએ પ્રણામ કરવો. પંચાંગ તે બેજનું, બેહસ્ત અને મસ્તક એ જાણવા. એ પંચાંગ મુદ્રા અંગવિન્યાસ વિશેષ રૂપપણાથી યોગમુદ્રા વત જાણવી. યોગમુદ્રાનું સ્વરૂપ દેવવંદન ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે.
अन्नुणंतरि अंगुलि कोसागारेहिंदोहिंहथ्थेहिं । पिट्टोवरि कुप्परिसं ठिएहिंतह जोग मुद्दति ॥
અન્યાંતરિત અંગુલિ એટલે બે હાથની દશે અંગુલિ અન્ય અંતરિત અને કમલના ડોડાને આકારે જોડીને કીધા એવા બે હાથ તથા પેટ ઉપર કોણિ સંસ્થિત રહી છે જેની એ પ્રકારે રહેવું તે યોગમુદ્રા જાણવી.” - ચતુર્વિશતિ સ્તવાદિ બીજા પાઠમાં પણ યોગમુદ્રા જાણવી. એમાં કોઈ આશંકા કરે કે જીવાભિગમ સૂત્રને વિષે તો વામ જાનુ સમાકુચિત, દક્ષિણ જાનુ જમીન ઉપર વિન્યસ્ત અને લલાટપટું ઘટિત કર કુગ્નલ એ પ્રમાણે રહીને શક્રસ્તવ બોલવાનું કહ્યું છે તેનું કેમ? તો તેઓએ જાણવું કે એ પણ સત્ય છે પરંતુ એમજ કરવું અને બીજી રીતે યુક્ત નથી એમ કહેવું ઘટિત નથી કારણ કે જ્ઞાતાસૂત્રમાં પકાસને બેસવું અને કરકારક શિધિનિશિત કરી શક્રસ્તવ બોલવું એમ દેખાડયું છે. વલી હરિભદ્રાચાર્યે ચૈત્યવંદન વૃત્તિને વિષે Fક્ષિતિ ઉપર જાનું સ્થાપન કરી, કરતાલ મસ્તકે રાખી ભુવનગુરૂને વિષે નયન અને મન સ્થાપન કરી પ્રણિપાત દંડક બોલવું એમ કહ્યું છે એમ વિવિધ વિધિ દશાર્વેલ છે તે સર્વે પ્રમાણ છે. કારણ કે તે સર્વે પ્રમાણ ગ્રંથને વિષે કહેલ છે અને વિશેષ પ્રકારે વિનયને સુચનાર છે તેથી કોઈ
For Private And Personal Use Only