Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજા ધર્મ પ્રકાશ. પીછાન પડતી નથી પણ હે ભવ્ય પ્રાણી નેત્ર ઉઘાડીને જોઇરા અને જ્ઞાન દ્રષ્ટીએ વિચાર કરીશ તે જણાશે કે આ સંસારમાં તારું કોઈ નથી, સર્વે સ્વાર્થોનું સગું છે, તું કોઈનો નથી અને કોઈ તારું થવાનું પણ નથી, તું એકલો આવ્યો છે અને એકલા ચાલ્યા જવાનું છે કઈ સાથે આવ્યું નથી અને આવવાનું નથી. આ કુટુંબ પરિવાર સર્વે ખાવા પીવા ભેગો થયેલો છે તે જ્યાં સુધી તારામાં સાર દેખાશે ત્યાં સુધી વળગી રહેશે, તે અનેક પ્રકારના છળ કપટ કરીને અસંખ્ય દેલત મેળવી હશે પરંતુ તે તારી સાથે આવવાની નથી. મોટા મોટા કેટયાધિપતિઓ પણ અહિં આજ મકીને ચાલ્યા ગયા છે અને તારે ચાલ્યું જવું છે તે તેમાંથી જેટલું તારું થાય તેટલું તારું કરી લે, જે ધર્મ કાર્યમાં વ્યય કરીશ તે તારું થવાનું છે અને તે જ સાથે આવવાનું છે નહીં તે બધું મુકીને તું ચાલ્યો જઈશ અને મનુષ્ય ભવ ચિંતામણી રત્ન સમાન તે કાચના કટકાની કિંમતમાં હારી જઈશ, ફરી ફરીને મનુષ્ય જન્મ પામવો મહા દુર્લભ છે માટે વિચાર કર! મનુષ્યભવ સફળ કરવા બનતા પ્રયત્ન કર, આભાને સદબોધ રૂપી અમૃતનું પાન કરાવી અજર અમર સુખની અભિલાષી કર, આ મ નુષ્ય જન્મમાં જે કરવું ધારી તે બની શકશે બીજી ગતિમાં કોઈ પણ થઇ શકવાનું નથી. તિર્યંચની નર્કની નીચ ગતિમાં જ છે તે તે શું કહેવું પણ દેવગતિમાં પણ ધાર્યું થવાનું નથી, દેવતાઓ પણ મનુષ્ય ગતિની વાંછના કરે છે. મોક્ષ માર્ગ માત્ર મનુષ્ય ગતિને મા ટેજ ખુલ્લો છે. માટે જો મોક્ષ સુખને અભિલાષી હો અને સુકૃત સંપાદન કરવા ઈરછા કરતો હોય તે સંસારની મોહ જાળમાં ન ફસતાં તેનાથી ન્યારો રહી અલ્પ આયુષ્યને વિશ્વાસ ન કરતાં ધર્મ કાર્યમાં ઉદ્યમ કર તેથી તારી ગતિ થશે અને યાન મોક્ષ સુખ પણ મળશે dયા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20