Book Title: Jain Dharm Author(s): Vidyavijay Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba View full book textPage 6
________________ રીતે જૈનધમ અતિ પ્રાચીન, પવિત્ર, સ્વતંત્ર અને આસ્તિક ધર્મ છે. જેને એ માનેલા ચોવીસ તીર્થકરોમાંથી કેટલાયે તીર્થકરેનાં નામો વેદમાં પણ આવે છે, એથી સ્પષ્ટ છે કે જૈનધર્મ વેદકાળથી પણ પ્રાચીન છે. મહાભારતમાં ત્રકષભાવતારનું વર્ણન જ્યારે જોવાયું, ત્યારે તેને સ્વીકારવું પડયું કે જેનોના ૨૪ તીર્થકર પૈકી પહેલા તીર્થકર ષભદેવ હતા, જેમને લાખો-કરોડ વર્ષ થઈ ચૂક્યાં છે. આજ સુધીમાં જેટલા પ્રાચીન શીલાલેખો તથા અન્યાન્ય સામગ્રીઓ મળી છે, તે ઉપરથી પણ વિદ્વાનોને એ માન્ય રાખવું પડ્યું છે કે જૈનધર્મ અતિ પ્રાચીન ધર્મ છે. જૈનધર્મના મૂળ સિદ્ધાન્ત પ્રકાશમાં આવવાથી જ્યારે જગતને એ જાણ્યું કે બૌદ્ધોના સિદ્ધાન્તમાં અને જૈનધર્મના સિદ્ધાન્તમાં ઘણું અત્તર છેત્યારે એ માનવું પડયું કે જૈનધર્મ અને બૌદ્ધધર્મ ન એક છે અને ન જૈનધર્મ બૌદ્ધધર્મની શાખા છે. આવી રીતે જૈન ધર્મના સિદ્ધાન્તોમાં ઈશ્વર, પુષ્ય, પાપ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ આદિની માન્યતાઓ જેવાથી માલૂમ પડયું કે જૈનધર્મ નાસ્તિક દશન નથી. અન્તમાં જૈનધર્મની પ્રાચીનતા અને પવિત્રતાના સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાને પણ વિચારે બદલવા પડ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 164