Book Title: Jain Dharm Author(s): Vidyavijay Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba View full book textPage 5
________________ એક પુસ્તકની આવશ્યક્તા મને માલૂમ પડી. આ આવશ્યક્તાની પૂર્તિને માટે “જૈનધર્મ? એ નામનું એક પુસ્તક હિંદીમાં લખ્યું. આ છે આ પુસ્તકની જન્મકથા, આ પુસ્તકની હિંદી ભાષાની પહેલી આવૃત્તિ બહુ જ જલદી ખતમ થઈ જતાં, તેની બીજી આવૃત્તિ રૂપે ૨૦૦૦ નકલે છપાઈ અને સિંધીમાં ૧૦૦૦ નકલે છપાઈ, જેનું નામ “ નઈ તિ” રાખવામાં આવ્યું હતું. ગુજરાતી જનતાને લાભ માટે તેને ગુજરાતી અનુવાદ પણ બહાર પડ્યો. અંગ્રેજી અનુવાદ પણ થઈ રહ્યો છે.' ભારતીય ધર્મોમાં “જૈનધર્મનું સ્થાન ઘણું ઊંચું છે. એની પ્રાચીનતા અને પવિત્રતામાં કોઈ પણ વિદ્વાનને શંકા નથી રહી. જ્યાં સુધી જૈનધર્મનું મૂળ સાહિત્ય સંસારની સામે નહોતું આવ્યું, ત્યાં સુધી લોકે જૈનધર્મ માટે કંઈ ને કંઈ કહેતા હતા. કોઈ એને બ્રાહ્મણધર્મની અન્તર્ગત બતાવતું, તો કઈ છે નાસ્તિક દર્શનેમાંનું એક દર્શન દર્શાવતું, કેઈ ‘બૌદ્ધ” અને “જૈન”ને એક સમજતું, તે કે ભગવાન મહાવીરને ચલાવેલ ધર્મ બતાવતું અને કોઈ પાર્શ્વનાથથી એની ઉત્પત્તિ બતાવતું. આમ અનેક કલ્પના લેકે કર્યા કરતા. પરંતુ જ્યારથી જૈનધર્મનું અદ્ભુત સાહિત્ય જગતની સામે ઉપસ્થિત થયું અને ઐતિહાસિક જોધખોળ કરનારાઓને આની અતિ પ્રાચીનતાનાં પ્રમાણે મળ્યાં, ત્યારથી સૌને એ સ્વીકારવું પડ્યું કે ખરેખરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 164