Book Title: Jain Darshanni Ruprekha
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ધૂળ વસ્તુઓથી માંડીને સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુઓ કે જે દષ્ટિગોચર પણ નથી તે અંતતઃ તો ઉર્જાના સતત ફેલાઈ રહેલ કિરણો જ છે. જે પદાર્થ ઘન સ્વરૂપે અને સ્થળ આકારનો દેખાય છે તે બીજું કાંઈ નથી, ફક્ત ઉર્જા-કિરણોની ઘનતા માત્ર જ છે. આવી વૈજ્ઞાનિક શોધ અતિ મહત્ત્વની છે અને તે બરાબર હોય તો વિવિધ તાત્વિક માન્યતાઓને પુષ્ટિ મળે છે. પુદ્ગલો વિષેની જૈન માન્યતા એવી છેકે આ લોકના સમગ્ર અવકાશમાં સત્ અને અસત્, શુભ અને અશુભ તત્ત્વોની ઉર્જા ઠાંસોઠાંસ ભરેલ જ છે. આપણામાં પણ તેવી જ ઉર્જા છે. આપણી ચિત્ત-શક્તિથી આપણામાં રહેલ શુભ કે અશુભ ઉર્જા શક્તિને આપણે ઉત્તેજિત કરીએ છીએ ત્યારે બહાર અવકાશમાં રહેલ તે જ પ્રકારની શક્તિ આકર્ષાય છે અને તેને વિશિષ્ટ રૂપ અર્પણ કરે છે. આ પ્રકારનું વિશિષ્ટ રૂપ જ કર્મ બંધન કરે છે. આથી આપણા મનમાં ઉઠતા ભાવો જ કર્મ બંધનનું કારણ બને છે. આ ભાવો જયારે કાર્યરત થઈ તેનું અમલીકરણ થાય છે ત્યારે કર્મ-બંધ વધુ મજબૂત બને છે. પરંતુ “ભાવ” ફરી જાય ત્યારે, અગર તો કોઈ કારણસર તેનું અમલીકરણ થાય નહી ત્યારે તે કર્મ-બંધ નબળું અગર નહીવત્ બને છે. મહાવીર અને જામાલી વચ્ચેના આ મતભેદ બાબતમાં, ડૉ. કાર્લ યંગ જેવા આધુનિક મનોવૈજ્ઞાનિકોનો ટેકો શ્રી મહાવીરના મતને મળે છે. ડૉ. યંગ મહાવીરના ભાવ-કર્મને “Personal unconscious' નામ આપે છે. ગીતાજીનો નિષ્કામ કર્મનો જે સિદ્ધાંત છે તે આ “ભાવ-કર્મના સિદ્ધાંતને અનુરૂપ છે. પં. સુખલાલજી આ બાબતમાં લખે છેઃ “પુણ્યબંધ કે પાપબંધની સાચી કસોટી કેવળ ઉપરની ક્રિયા નથી, પણ એની સાચી કસોટી કર્તાનો ઈરાદો જ છે. પુણ્ય પાપની આ કસોટી સૌને સામાન્ય રીતે માન્ય છે, કારણ કે આ સિદ્ધાંત સર્વમાન્ય છે કે વાતૃશી ભાવના ચક્ટ લિર્મિવતી તાશી” કર્મના પ્રકારો જૈન દાર્શનિકોએ કર્મના ૪૮ પ્રકારો વર્ણવ્યા છે, પરંતુ તેમાંના મુખ્ય તો જેના દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32