Book Title: Jain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 8
________________ 5. અર્થમાં તો “દર્શન” પદ પ્રચલિત છે જ પરંતુ “દર્શન” પદનો ખાસ પારિભાષિક અર્થ સવિકલ્પકસમાધિ કે નિર્વિકલ્પ સમાધિમાં થતું આત્મદર્શન છે -આત્મસાક્ષાત્કાર ઉપનિષદો અનુસાર જ્ઞાન-દર્શનની વિચારણા કર્યા પછી ગીતા અનુસાર જ્ઞાન-દર્શનની વિચારણા કરી છે. સૌપ્રથમ જ્ઞાનના વિષયોનું નિરૂપણ કરી જ્ઞાનનું સ્વરૂપ તેમજ જ્ઞાન-વિજ્ઞાનનો ભેદ દર્શાવ્યો છે. અહીં રામાનુજ અને શંકરનો વ્યાખ્યાભેદ રજૂ કર્યો છે. શંકર “જ્ઞાન” પદથી બહુધા શાસ્ત્રજ્ઞાન સમજે છે અને વિજ્ઞાન” પદથી સાક્ષાત્કારરૂપ જ્ઞાન સમજે છે. જ્ઞાનપ્રાપ્તિના ઉપાયોમાં પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવાને જણાવેલ છે. આ બધાંની વિસ્તૃત વિચારણા કરી છે. ગીતામાં “દર્શન” શબ્દ બોધના અર્થમાં પ્રયુક્ત થયેલો છે. ત્યાં દર્શનના વિષય તરીકે તત્ત્વ, આત્મા, સમત્વ, ઇશ્વર આદિને ગણાવ્યાં છે. દર્શન સાક્ષાત્કારરૂપ છે. શંકર અને રામાનુજ સ્પષ્ટપણે જણાવે છે કે શાસ્ત્ર દ્વારા થતો બોધ જ્ઞાન છે, જ્યારે સાક્ષાત્કારરૂપ બોધ દર્શન છે. પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એ ક્રમનું સ્પષ્ટ સૂચન પણ અહીં મળે છે. દર્શનનાં સાધન તરીકે દિવ્યચક્ષુ, ધ્યાન, સાંખ્યયોગ, કર્મયોગ અને જ્ઞાનચક્ષુને જણાવવામાં આવેલ છે. આ બધાંની વિશદ સમજૂતી આપી છે. (દ્વિતીય પ્રકરણમાં જૈનદર્શન અને સાંખ્યયોગ અનુસાર જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ કેવું છે તે નિરૂપ્યું છે. જેના મતે જ્ઞાન અને દર્શન બન્નેનો ધારક આત્મા છે. સૌપ્રથમ આત્માના સ્વતંત્ર અસ્તિત્વની સ્થાપના માટે જૈન ચિંતકોએ આપેલી દિલીલો સમજાવી છે, પછી આત્માના લક્ષણની ચર્ચા કરી છે. અહીં આચારાંગસૂત્રમાં આત્મસ્વરૂપનું જે વર્ણન છે તે રજૂ કરી ઉત્તરાધ્યયન અનુસાર આત્માના વ્યાવર્તક ધર્મો જણાવ્યા છે અને છેવટે વાદિ દેવસૂરિએ આપેલ આત્મલક્ષણને જણાવ્યું છે. ત્યાર બાદ આત્માના અનન્તચતુષ્કની સઘન વિચારણા કરી છે. જેનો સામાન્યપણે અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર અને અનન્તવીર્યનો અનન્તચતુષ્કમાં સમાવેશ કરે છે. કેટલાક અનંતસુખને અનંતચારિત્રના બદલે ગણાવે છે. અનંતસુખનું પ્રાકટ્ય કયા કર્યાવરણના ક્ષયથી થાય છે એ પ્રશ્ન પરત્વે આધુનિક વિદ્વાનોમાં જણાતો મતભેદ નિરૂપ્યો છે. પછી આત્માનું પરિણામીપણું, તેનું અવસ્થિતત્વ, તેનું કર્તુત્વ, તેનું ભોફ્તત્વ, તેનું પ્રતિશરીરભિન્નત્વ, તેનું આનન્ય, તેનું દેહપરિમાણત્વ, તેના અદષ્ટનું (કર્મનું) પૌદ્ગલિકત્વ, તેનો અને કર્મનો સંબંધ, તેને કર્મો લાગવાનાં કારણો, કર્મની આઠપ્રકૃતિઓ, કર્મની દશ અવસ્થાઓ, કર્મક્ષયના ઉપાયો, આત્માની ગતિક્રિયા, આત્માનું અસંખ્યાત-પ્રદેશીત્વ, જીવના ભેદ-પ્રભેદો આ બધાંનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 222