Book Title: Jain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 9
________________ સાંખ્ય-યોગ અનુસાર દર્શનનો ધારક પરુષ (આત્મા) છે, જ્યારે જ્ઞાનનું ધારક ચિત્ત છે, એટલે પહેલાં પુરુષનું સ્વરૂપ વર્ણવી પછી ચિત્તનું સ્વરૂપ વર્ણવ્યું છે. સૌપ્રથમ સાંખ્યયોગ અનુસાર પુરુષના સ્વતંત્ર અસ્તિત્વને અનેક તર્કો દ્વારા પુરવાર કર્યું છે. પુરુષ ચેતન છે, દ્રષ્ટા છે અને ત્રિગુણાતીત છે એ જણાવી તેના અપરિણામીપણાની, તેના વિભુ પરિમાણની, તેના અકર્તુત્વની, તેના ભોસ્તૃત્વની, તેના પ્રતિશરીરભિન્નત્વની, તેના સદા કર્માવરણરાહિત્યની, તેના ગતિક્રિયાશૂન્યત્વની . અને તેના ગૌણ બંધ-મોક્ષની ચર્ચા કરી છે. પછી ચિત્તના સ્વરૂપનું વિવરણ કર્યું છે. ચિત્ત ત્રિગુણાત્મક છે, સુખદુઃખમોહાત્મક છે અને જડ છે એ જણાવી તેના , પરિણામિત્વની, તેના કર્તુત્વની, તેના ભોક્નત્વની, તેના દેહપરિમાણત્વની, તેના અને કર્મના સંબંધની અને તેના બંધ-મોક્ષની વિચારણા કરી છે. અન્ત, જૈનસંમત આત્મા અને સાંખ્ય-યોગસંમત આત્માની તેમજ જૈનસંમત આત્મા અને સાંખ્યયોગસંમત ચિત્તની તુલના કરી છે. આ તુલનામાંથી એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે દર્શન જ સાંખ્યયોગના પુરુષના અસ્તિત્વ માટેનો તાર્કિક આધાર છે. એ સિવાય પુરુષતત્ત્વના સ્વીકાર માટે કોઈ બુદ્ધિગમ્ય કારણ નથી. ચિત્તને જ જ્ઞાન અને દર્શન બને છે એમ માનવામાં આવે તો પુરુષનું કોઈ પ્રયોજન રહેતું નથી. અને તો એવા ચિત્તનો જૈનોના આત્માથી કોઈ ભેદ રહેતો નથી. સાંખ્યયોગસંમત ચિત્ત અને જૈનસંમત આત્મા વચ્ચેનું અત્યન્ત સામ્ય એ સૂચવે છે કે જૈન આત્મા એ ચિત્ત જ છે. તેઓ ચિત્તને જ “આત્મા” નામ આપે છે. જેમ સાંખ્ય યોગ ચિત્તથી પર આત્મા યા પુરુષતત્વને સ્વીકારે છે તેમ જૈનો ચિત્તથી પર આત્મા યા પુરુષતત્ત્વને સ્વીકારતા નથી. તે સ્વીકારવાનું તેમને કોઈ પ્રયોજન નથી, કારણ કે તેમને મતે ચિત્તને જ જ્ઞાન અને દર્શન બને છે. ત્રીજા પ્રકરણમાં જૈનદર્શન અને સાંખ્યયોગ અનુસાર જ્ઞાન અને બોધરૂપ દર્શનની વિચારણા કરી છે. પહેલાં જૈનદર્શનને અનુસરી વિચારણા કરી છે. જૈન આચારાંગસૂત્ર (4.1.9)માં નિર્દિષ્ટ દર્શન, શ્રવણ, મનન અને વિજ્ઞાન તેમ જ બૃહદારણ્યક ઉપનિષદ (2.45)માં નિર્દિષ્ટદર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસનની તુલના કરી દર્શાવ્યું છે કે શ્રવણ એ શ્રત છે અને મનન એ મતિ છે. વિજ્ઞાન અને નિદિધ્યાસનનો અર્થ એક છે. જૈનદર્શન આચારપ્રધાન છે અને મુખ્યપણે અધ્યાત્મશાસ્ત્ર છે, એટલે એમાં પ્રમાણશાસ્ત્રીય દૃષ્ટિની અપેક્ષા ન રખાય પરંતુ અધ્યાત્મશાસ્ત્રીયદૃષ્ટિની અપેક્ષા રખાય. અધ્યાત્મશાસ્ત્રમાં તત્ત્વનો સાક્ષાત્કાર કરવાની પ્રક્રિયા શ્રદ્ધા (દર્શન), શ્રવણ, મનન અને નિદિધ્યાસન છે. સાધકને માટે પ્રમાણશાસ્ત્રનું શાસ્ત્રીય જ્ઞાન આવશ્યક નથી. પ્રમાણશાસ્ત્ર ન ભણેલો પણ સારું મનન કરી શકે છે અને મનન

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 222